જયપુર સાહિત્ય પ્રેમીઓ માટે ખુબ વિશેષ છે. અવારનવાર શહેરમાં અનેક સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં કલા અભિનય અને લેખન ક્ષેત્રની તમામ હસ્તીઓ જયપુર આવે છે. જયપુરના લોકો પર વર્ષમાં એક વખત યોજાનાર જયપુર લિટરેચર ફેસ્ટિવલની આતુરતાથી રાહ જોતા હોય છે. આ વખતે પણ જયપુર લિટરેચર ફેસ્ટિવલની 18મી સીઝનનું જયપુરના ક્લાકર્સ આમેર હોટલમાં 30 જાન્યુઆરીથી શરુ થશે.
આ વખતે જયપુર લિટરેચર ફેસ્ટિવલ 5 દિવસ સુધી ચાલશે. જેમાં દેશ દુનિયાની નામચીન હસ્તીઓ આવે છે. તમને જણાવી દઈએ કે, જયપુર લિટરેચર ફેસ્ટિવલ ખુબ ખાસ હશે, કારણ કે, આ વખતે દેશ દુનિયાના સાહિત્યકાર સ્ટોરીના માધ્યમથી પોતાની કલા-સંસ્કૃતિને પણ રજુ કરશે. જયપુર લિટરેચર ફેસ્ટિવલની શરુઆત 30 જાન્યુઆરીથી 3 ફ્રેબુઆરી સુધી ચાલશે.
જયપુર સાહિત્ય મહોત્સવ, જે 5 દિવસ સુધી જયપુરના સાહિત્યિને આકર્ષે, આ વખતે 5 દિવસમાં 300 વક્તાઓ ભાગ લેશે. મળતી માહિતી અનુસાર, મહોત્સવ માટે 25 વક્તાઓની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત, લેખકો, પ્રકાશકો, ગાયકો અને બોલીવુડની ઘણી પ્રખ્યાત હસ્તીઓ મહોત્સવના પાંચ અલગ અલગ સ્થળોએ યોજાનાર સત્રોમાં ભાગ લેશે. આ વખતે જયપુર સાહિત્ય મહોત્સવમાં હિન્દીની સાથે બંગાળી, રાજસ્થાની, કન્નડ, તમિલ, તેલુગુ, ઓડિયા, સંસ્કૃત, આસામી, મલયાલમ, મરાઠી, પંજાબી અને ઉર્દૂ ભાષાઓમાં સત્રો યોજાશે જેમાં લોકોને સ્પીકર્સને સાંભળવાની તક મળશે.
વક્તાઓની પ્રથમ યાદીમાં આન્દ્રે એકીમેન, અનિરુદ્ધ કનિસેટ્ટી, અન્ના ફંડર, અશ્વની કુમાર, કાવેરી માધવન, ક્લાઉડિયા ડી રેહામ, ડેવિડ નિકોલ્સ, ફિયોના કાર્નારવોન, ઈરા મુખોટી, ઈરેનોસેન ઓકોજી, જેન્ની એર્પેનબેક, જોહ્ન વેલાન્ટ, કલોલ, જેન્ની એર્પેનબેક જેવા સાહિત્યકારોનો સમાવેશ થાય છે. મૈત્રી વિક્રમસિંઘે, માનવ કૌલ, મિરિયમ માર્ગોલીસ, નાસીમ નિકોલસ તાલેબ, નાથન થ્રોલ, પ્રયાગ અકબર, પ્રિયંકા મટ્ટુ, સ્ટીફન ગ્રીનબ્લાટ, ટીના બ્રાઉન, વી.વી. ગણેશનન્થન, વેંકી રામકૃષ્ણન અને યારોસ્લાવ ટ્રોફિમોવનું નામ સામેલ છે.
દર વર્ષની જેમ, આ ફેસ્ટિવલમાં લેખકો અને સાંસ્કૃતિક દિગ્ગજો જોવા મળશે, જેમાં ભારતીય ઇતિહાસકાર અનિરુદ્ધ કનિસેટ્ટીનો સમાવેશ થાય છે, જેઓ દક્ષિણ એશિયાઈ ઇતિહાસ માટે જાણીતા છે, જેમનું પુસ્તક, ધ એજ ઓફ રેથ: અ હિસ્ટ્રી ઓફ ધ દિલ્હી સલ્તનત ખુબ પ્રખ્યાત છે.