VIDEO: ભારતમાં આજથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ, નવી દિલ્લી સ્ટેશનથી 15 ટ્રેન રવાના થશે
કોરોનાની મહામારી અને લૉકડાઉન વચ્ચે ભારત સરકારે પેસેન્જર ટ્રેન સેવા આજથી શરૂ કરી છે. નવી દિલ્લી રેલવે સ્ટેશનથી કુલ 15 ટ્રેન આજે રવાના થશે. ગઈકાલે ગણતરીના કલાકોમાં જ દેશભરમાં કુલ 54 હજાર જેટલી ટિકિટ બુક થઈ ગઈ હતી. પ્રવાસીઓ માટે રેલવે વિભાગે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. Web Stories View more મકરસંક્રાતિ પર વર્ષનું […]
કોરોનાની મહામારી અને લૉકડાઉન વચ્ચે ભારત સરકારે પેસેન્જર ટ્રેન સેવા આજથી શરૂ કરી છે. નવી દિલ્લી રેલવે સ્ટેશનથી કુલ 15 ટ્રેન આજે રવાના થશે. ગઈકાલે ગણતરીના કલાકોમાં જ દેશભરમાં કુલ 54 હજાર જેટલી ટિકિટ બુક થઈ ગઈ હતી. પ્રવાસીઓ માટે રેલવે વિભાગે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.
જેમાં કેટલીક ચોખવટ પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે કરી છે. કોઈ પણ પ્રવાસીઓને રેલવેની ટિકિટ સ્ટેશન ઉપરથી નહી મળી શકે, પ્રવાસીઓએ irctc.co.in પર જ બુકિંગ કરાવવાનું રહશે. આ ઉપરાંત જે પ્રવાસીઓની રેલવે ટિકિટ કન્ફર્મ હશે તેમને જ રેલવે સ્ટેશન પર પ્રવેશ મળશે. મહત્વનું છે કે પ્રવાસ પહેલા તમામ મુસાફરોનું રેલવે સ્ટેશન પર સ્ક્રિનિંગ કરાશે,તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ મુસાફરોએ કરવાનું રહેશે. ટ્રેનમાં સવારી કરવા દરેક મુસાફરે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત છે. આ અંગે રેલવે મંત્રાલયે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો