Indian Railway News: વડીલોને લઈ રેલવે બની કઠોર, ભાડામાં રાહત આપવાથી કર્યો ઈન્કાર

ટ્રેનમાં મુસાફરી (Train Journey) કરતા કરોડો વરિષ્ઠ નાગરિકો માટે એક ખરાબ સમાચાર છે. રેલ્વેએ (Indian Railway)ટ્રેનમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકોને ભાડામાં રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

Indian Railway News: વડીલોને લઈ રેલવે બની કઠોર, ભાડામાં રાહત આપવાથી કર્યો ઈન્કાર
Senior citizens and sportspersons will no longer get exemption in rail fare
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 11:56 AM

Indian Railway News: ટ્રેનમાં મુસાફરી કરતા કરોડો વરિષ્ઠ નાગરિકો(Senior Citizens) માટે એક ખરાબ સમાચાર છે. રેલ્વે(Indian Railway)એ ટ્રેનમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકોને ભાડામાં રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. વાસ્તવમાં લોકસભામાં ટ્રેનમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી છૂટ અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Union Railway Minister Ashwini Vaishnav) સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો માટે ભાડામાં રાહત પુનઃસ્થાપિત થાય તેની રાહ ન જુઓ. એટલુ જ નહી પણ ખેલાડીઓને પણ આવા પ્રકારની પેહલા મળી રહેલી સુવિધા હવે નહી મળી શકે.

વર્ષ 2019-20માં સરકારે 1667 કરોડ રૂપિયાનો ખર્ચ વધાર્યો હતો.

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને આપવામાં આવતી રાહત અંગે રેલ્વે મંત્રીએ કહ્યું કે, હજુ પણ ભાડાના 50 ટકા ખર્ચ સરકાર ભોગવે છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે વૃદ્ધોને ભાડામાં રાહત આપવાને કારણે સરકારે વર્ષ 2019-20માં 1667 કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવવો પડ્યો હતો. જ્યારે વર્ષ 2018-19માં સરકારે રાહત માટે 1636 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

રેલવેની વર્તમાન કમાણી અગાઉની કમાણી કરતા નોંધપાત્ર રીતે ઘટી છે

લોકસભામાં પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે મુસાફરોને ભાડામાં ડિસ્કાઉન્ટ આપવું ખૂબ જ ભારે છે, જેના કારણે રેલ્વેને ઘણું નુકસાન થાય છે. તેમણે કહ્યું કે વર્તમાન કમાણી કોવિડ પહેલા પેસેન્જર સેવાઓથી રેલવેની કમાણી કરતા ઘણી ઓછી છે. મુસાફરોને છૂટછાટ આપવાથી રેલવેની આર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર થાય છે, જે લાંબા સમય સુધી ચાલે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી છૂટ બંધ કરીને રેલ્વે રૂ. 1500 કરોડની કમાણી કરે છે

જણાવી દઈએ કે ભારતીય રેલવેએ કોવિડ પછી જ વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ભાડામાં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ બંધ કરી દીધું હતું. રેલ્વેએ વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં આપવામાં આવતી છૂટ બંધ કરીને વર્ષ 2020માં 1500 કરોડ રૂપિયાની વધારાની આવક ઊભી કરી. એક આરટીઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર, 20 માર્ચ, 2020 થી 31 માર્ચ, 2022 સુધી, 7.31 કરોડ વરિષ્ઠ નાગરિકોએ ટ્રેનોમાં મુસાફરી કરી, જેમને ભાડામાં કોઈ છૂટ આપવામાં આવી ન હતી.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">