પાકિસ્તાનના જુઠ્ઠાણા પર ભારત સરકારનો પ્રહાર, નફરત ફેલાવનાર 20 YouTube ચેનલ, 2 વેબસાઇટ બ્લોક
સૂચના અને પ્રસારણ મંત્રાલયે કડક પગલાં લઈને પાકિસ્તાનની મદદથી ચાલતા ફેક ન્યૂઝ નેટવર્કને બ્લોક કરી દીધું છે.
ભારત સરકારે (Indian Government) પાકિસ્તાનના (Pakistan) જુઠ્ઠાણા ફેલાવવાના પ્રચાર પર જોરદાર પ્રહાર કર્યા છે. કેન્દ્ર સરકારે 20 યુટ્યુબ ચેનલ (YouTube Channels) અને બે વેબસાઈટ (Websites) બંધ કરી દીધી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે કડક પગલાં લઈને પાકિસ્તાનની મદદથી ચાલતા ફેક ન્યૂઝ નેટવર્કને બ્લોક કરી દીધું છે.
કેન્દ્ર સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર ગુપ્તચર એજન્સીઓ અને સૂચના અને પ્રસારણ મંત્રાલયે સોમવારે આ આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર, યુટ્યુબ પર 20 ચેનલો અને 2 વેબસાઇટ ફેક ન્યૂઝ દ્વારા ભારત વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવી રહી હતી. તેમને બે અલગ-અલગ ઓર્ડરમાં બ્લોક કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા.
સેના, સીડીએસ, કાશ્મીર પર નફરત ફેલાવી રહ્યા હતા
કેન્દ્ર સરકારે કહ્યું કે આ ચેનલો અને વેબસાઈટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહી છે અને ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર ફેક ન્યૂઝ ફેલાવી રહી છે. આ ચેનલો કાશ્મીર, સેના, ભારતમાં રહેતા લઘુમતીઓ, રામ મંદિર અને દિવંગત જનરલ બિપિન રાવત વિશે ઉશ્કેરણીજનક અને વિભાજનકારી જુઠ્ઠાણા ફેલાવી રહી હતી.
આ ગ્રૃપ પર થઇ કાર્યવાહી
નયા પાકિસ્તાન ગ્રુપ (NPG) ભારત વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવવાના અભિયાનમાં સામેલ છે. તે પાકિસ્તાનથી ઓપરેટ થતું હતું. તેની યુટ્યુબ ચેનલમાં ઘણા નેટવર્ક છે અને આ ચેનલોના કુલ સબસ્ક્રાઈબર્સ 35 લાખથી વધુ છે અને તેમના વીડિયો 55 કરોડથી વધુ વખત જોવામાં આવ્યા છે. ઘણી વખત પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના એન્કર પણ નયા પાકિસ્તાન ગ્રુપના ફેક ન્યૂઝમાં ચમક્યા છે.
આ પણ વાંચો –
Health Tips: આ 6 આયુર્વેદિક જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ગુણકારી, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ફાયદાકારક
આ પણ વાંચો –
UP Assembly Election: અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું કાકા સાથે આવતા જ તપાસ શરૂ થઈ છે પરંતુ અમે નથી ડરવાના
આ પણ વાંચો –