Surat : વેસુ વીઆઇપી રોડ પર સાઇકલ ટ્રેકના પ્રયોગથી વાહનચાલકો પરેશાન, ટ્રાફિક સમસ્યાને આમંત્રણ આપતું મનપા તંત્ર
વાત એવી છે કે , શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુના વીઆઇપી રોડ ૫૨ ધીમે ધીમે વાહનોનું ભારણ વધી જ રહ્યું છે . આસપાસનો વિસ્તાર બહુ ઝડપથી ડેવલપ થઇ રહ્યો છે. અગાઉના શાસકો અને અધિકારીએ પણ દુરંદેશી વાપરી પહેલેથી જ 45 મીટરનો રસ્તો બનાવી અહીં ટ્રાફિક સમસ્યા ના થાય એ માટે આયોજન કર્યું હતું.
સુરત મનપાનાં ઘણાં આયોજનો એવા અણઘડ અને બિનતાર્કિક હોય છે કે તેનો અમલ થવાથી શહેરીજનોને સગવડતા વધવાને બદલે હાલાકી વધી જાય છે . આવું જ વેસુના વીઆઇપી રોડ પર કરીને મનપાના તંત્રએ ખાતર ૫૨ દીવો કરવા જેવો ઘાટ કર્યો છે . કેમ કે , કરોડો રૂપિયાના ખર્ચે બનેલા વેસુના વીઆઇપી રોડ પર હવે સાઇકલ ટ્રેક પણ જબરદસ્તીથી ઘુસાડી દેતાં ટ્રાફિક સમસ્યા ના થાય તેના માટે ખર્ચાયેલા કરોડો રૂપિયાનો કોઈ અર્થ સાબિત થતો નથી.
વાત એવી છે કે , શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુના વીઆઇપી રોડ ૫૨ ધીમે ધીમે વાહનોનું ભારણ વધી જ રહ્યું છે . આસપાસનો વિસ્તાર બહુ ઝડપથી ડેવલપ થઇ રહ્યો છે. અગાઉના શાસકો અને અધિકારીએ પણ દુરંદેશી વાપરી પહેલેથી જ 45 મીટરનો રસ્તો બનાવી અહીં ટ્રાફિક સમસ્યા ના થાય એ માટે આયોજન કર્યું હતું.
જોકે , બાદમાં તેમાં વચ્ચે બીઆરટીએસનો રૂટ બની ગયો , આ સાથે જ ફૂટપાથ અને સર્વિસ રોડ તો હતા જ. તેથી આમ પણ જેના માટે આ રસ્તો બન્યો એ વાહનચાલકો માટે તો ઓછી જગ્યા બચતી હતી. દરમિયાન કેન્દ્ર સરકારના એક કાર્યક્રમ અંતર્ગત સાઇકલ શેરિંગને પ્રોત્સાહન આપવા માટે કોઇ આયોજન બતાવવાની જરૂર પડી હોય. વહીવટી તંત્રએ શહેરના ત્રણ રસ્તા ઉપર હંગામી સાઇકલ ટ્રેક બનાવી દીધા છે.
જેમાં આ રોડનો પણ સમાવેશ થાય છે . પીવીસીના સળંગ બાંબુને ગોઠવીને વીઆઇપી રોડમાં મૂળ ટ્રેકની અંદર જ આશરે 10 ફૂટનો સાઇકલ ટ્રેક બનાવી દેવાતાં સતત ફોરવ્હીલથી ધમધમતા આ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઊભી થવાનું જોખમ છે. વળી , સર્વિસ રોડની એક સાઇડ સાઇકલ ટ્રેક બનાવવાને બદલે રોડના જ એક ભાગમાં માત્ર પીવીસીના બાંબુ ગોઠવીને સાઇકલ ટ્રેક બનાવાયો હોય . જો કોઇ અહીં ખરેખર સાઇકલ ટ્રેકનો ઉપયોગ કરવા સાઇકલ લઇને નીકળે તો પણ અકસ્માતનું જોખમ રહે તેવી સ્થિતિ છે.
કેમ કે , વચ્ચે માત્ર પીવીસીના બાંબુ છે. ખરેખર તો સાઇકલ ટ્રેક સર્વિસ રોડની બાજુમાં હોવા જોઇએ તેના બદલે ઉતાવળા અને અણઘડ આયોજનને કારણે એવી જગ્યાએ ટ્રેક ઊભો કરી દેવાયો જે તદ્દન બિનતાર્કિક છે. અને કરોડોના ખર્ચ પર પાણી ફેરવે છે.