બોર્ડર પર ભારતની સુરક્ષા વધુ મજબૂત: આવતા મહિને S-400 મિસાઈલ સિસ્ટમ થશે તૈનાત, પ્રક્રિયા શરૂ

|

Jan 01, 2022 | 11:02 PM

S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની પ્રથમ રેજિમેન્ટને એવી રીતે તૈનાત કરવામાં આવી રહી છે કે તે ઉત્તરીય ક્ષેત્રમાં ચીન સાથેની સરહદના ભાગોની સાથે સાથે પાકિસ્તાન સાથેની સરહદને પણ કવર કરી શકે.

બોર્ડર પર ભારતની સુરક્ષા વધુ મજબૂત: આવતા મહિને S-400 મિસાઈલ સિસ્ટમ થશે તૈનાત, પ્રક્રિયા શરૂ
The deployment of the S-400 missile system will be completed next month (File)

Follow us on

પંજાબમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર S-400 ટ્રાયમ્ફ મિસાઇલ સિસ્ટમ (S-400 Triumf missile systems) ની પ્રથમ રેજિમેન્ટની તૈનાતી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. શનિવારે માહિતી આપતા સૈન્ય અધિકારીઓએ કહ્યું કે મિસાઈલ સિસ્ટમની તૈનાતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તૈનાતી પૂર્ણ થવામાં ઓછામાં ઓછા છ સપ્તાહનો સમય લાગશે.

મિસાઈલ સિસ્ટમની પ્રથમ રેજિમેન્ટને એવી રીતે તૈનાત કરવામાં આવી રહી છે કે તે ઉત્તરીય ક્ષેત્રમાં ચીન સાથેની સરહદના કેટલાક ભાગો તેમજ પાકિસ્તાન સાથેની સરહદને આવરી શકે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “મિસાઇલ સિસ્ટમના વિવિધ મહત્વપૂર્ણ ઘટકોની સાથે સાથે તેના પેરિફેરલ સાધનોને તૈનાતી સ્થળ પર પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે.” કુલ મળીને ભારતને રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના પાંચ યુનિટ મળશે.

S-400 સિસ્ટમ માટે રશિયા સાથે કરાર

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઑક્ટોબર 2018 માં, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની ચેતવણીઓ હોવા છતાં કે ડીલ સાથે આગળ વધવાથી યુએસ પ્રતિબંધોને આમંત્રણ મળી શકે છે, ભારતે S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના પાંચ યુનિટ ખરીદવા માટે રશિયા સાથે  5 બિલિયન અમેરિકી ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.

શું અમેરિકા ભારત પર પ્રતિબંધો લાદશે?

જો કે, જો બિડેન પ્રશાસને હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે તે S-400 મિસાઈલ સિસ્ટમની ખરીદી માટે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ (CAATSA) ની જોગવાઈઓ હેઠળ ભારત પર પ્રતિબંધો લાદશે કે નહી.

CAATSA, જે 2017 માં રજૂ કરવામાં આવ્યું હતું, રશિયન સંરક્ષણ અને ગુપ્તચર ક્ષેત્રો સાથે વ્યવહારમાં રોકાયેલા કોઈપણ દેશ સામે શિક્ષાત્મક પગલાંની જોગવાઈ કરે છે. રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની બેચ ખરીદવા માટે યુએસએ એ CAATSA હેઠળ તુર્કી પર પહેલેથી જ પ્રતિબંધો લગાવ્યા છે.

S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી પર તુર્કી પર યુએસના પ્રતિબંધોને પગલે, એવી આશંકા હતી કે વોશિંગ્ટન ભારત પર સમાન દંડાત્મક પગલાં લાદી શકે છે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે ગયા મહિને કહ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેનો S-400 મિસાઈલ સંરક્ષણ સોદો ભારતીય સંરક્ષણ ક્ષમતા માટે “ખૂબ જ મહત્વપૂર્ણ” અર્થ ધરાવે છે અને યુએસના આ સહયોગને “નબળો” કરવાના પ્રયાસો છતાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કે ભારત અને રશિયા વચ્ચેની S-400 ડીલથી ચીન પાકિસ્તાન જેવા દુશ્મન દેશોની ઉંઘ ઉડી ગઈ છે.

આ પણ વાંચો :  ફરી અફઘાનિસ્તાનની મદદે ભારત આવ્યુ આગળ, નવા વર્ષે 5 લાખ કોરોના વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા

Next Article