Maharashtra: મુખ્યપ્રધાન ઠાકરેની આ શહેરોને મોટી ભેટ, 500 ચોરસ ફૂટ સુધીના મકાનો માટે પ્રોપર્ટી ટેક્સ કર્યો માફ
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું 'અમે ખોટા વચનો આપતા નથી, અમે વચનોનું પાલન કરીએ છીએ. આશ્વાસન આપ્યા પછી પીછેહઠ કરવી શિવસેનાની ((Shiv Sena) પરંપરા નથી.
Maharashtra: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)ની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારે (Maha Vikas Aghadi) નવા વર્ષની મોટી ભેટ આપી છે. સરકાર દ્વારા મુંબઈ (Mumbai) અને થાણેમાં (Thane) રહેતા લોકો માટે પ્રોપર્ટી ટેક્સ (Property Tax) માફ કરવામાં આવ્યો છે. જે લોકોનું ઘર 500 ચોરસ ફૂટ સુધીનું છે, સરકારે તેમનો પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો છે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં શહેર વિકાસ પરિષદની બેઠક મળી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
શિવસેનાએ વચન પૂરું કર્યું છે: ઉદ્ધવ ઠાકરે
આ નિર્ણય બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનતા સાથે વાતચીત પણ કરી હતી. તેમણે કહ્યું ‘અમે ખોટા વચનો આપતા નથી, અમે વચનોનું પાલન કરીએ છીએ. આશ્વાસન આપ્યા પછી પીછેહઠ કરવાની શિવસેનાની ((Shiv Sena) પરંપરા નથી. અમે 2017માં 500 ચોરસ ફૂટ સુધીના મકાનો માટે પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનું વચન આપ્યું હતું અને શિવસેનાએ એ વચન પૂરું કર્યું છે.’
16 લાખથી વધુ પરિવારોને ફાયદો થશે
ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સર્જરી બાદ પહેલીવાર લોકો સામે આવ્યા હતા. સરકારાના આ નિર્ણયથી મુંબઈ-થાણેના 16 લાખથી વધુ પરિવારોને સીધો લાભ મળશે. લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ‘જે વચનો પાળી શકાય, એવા વચનો જ કરવા જોઈએ. 1966થી મુંબઈની લગામ શિવસેનાના હાથમાં છે. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેને મુંબઈ અને થાણે માટે જે પ્રેમ હતો, તે પ્રેમની પરંપરાને હું આગળ ધપાવી રહ્યો છું.’
મુંબઈ અને શિવસેનાનો અલગ સંબંધ
શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે ‘મુંબઈવાસીઓ માટે આ એક મોટો નિર્ણય છે. મુંબઈ અને શિવસેનાનો અલગ સંબંધ છે. મુંબઈકરોએ શિવસેનાને ઘણું આપ્યું છે. મુંબઈ માટે શિવસેના હંમેશા તૈયાર રહી છે. ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી ન હતા, ત્યારે પણ તેઓ મુંબઈ અને મુંબઈવાસીઓના પ્રશ્નોના નિરાકરણમાં વ્યક્તિગત રીતે આગળ આવતા હતા. મુખ્યમંત્રીએ કોરોનાના સમયમાં પણ પ્રશંસનીય કામગીરી કરી હતી. કોરોના સમયગાળા દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવામાં આવી હતી. જેનાથી લોકોને ઘણો ફાયદો થયો હતો.
આ પણ વાંચો : Maharashtra: નાસિકથી શિરડી હવે માત્ર દોઢ કલાકમાં પહોંચી શકાશે, સિન્નરનો ફોર લેન હાઈવે ટૂંક સમયમાં થશે શરૂ