ભારત LAC પર ડ્રેગનને શીખવાડશે સબક, પૂર્વી લદ્દાખમાં તૈયાર કરી રહ્યું છે નવું એરફિલ્ડ

સરહદ પર ચીન દ્વારા નવા મિલિટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના સમાચાર વચ્ચે ભારત ટૂંક સમયમાં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી 50 કિમી દૂર ન્યોમા એરફિલ્ડને અપગ્રેડ કરવા જઈ રહ્યું છે.

ભારત LAC પર ડ્રેગનને શીખવાડશે સબક, પૂર્વી લદ્દાખમાં તૈયાર કરી રહ્યું છે નવું એરફિલ્ડ
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2022 | 8:30 PM

ચીન સરહદ પર પોતાની દગાખોરીને બિલકુલ રોકી રહ્યું નથી. ભારત પણ ડ્રેગનની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને તે મુજબ તેની યોજનાને વેગ આપી રહ્યું છે. દરમિયાન, એવા સમાચાર છે કે ભારત પૂર્વ લદ્દાખમાં ન્યોમા એરફિલ્ડને અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. તે ચીનની સરહદથી માત્ર 50 કિમી દૂર છે. તેના અપગ્રેડેશન બાદ ભારતીય વાયુસેનાની તાકાત અનેક ગણી વધી જશે. તે ભારતીય વાયુસેના (IAF)ને દુશ્મનોના ખોટા સાહસોનો ઝડપથી સામનો કરવામાં મદદ કરશે. આ સાથે ફાઈટર એરક્રાફ્ટની ઓપરેશનલ ક્ષમતા વધુ મજબૂત થશે.

સેનાના અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે ગુરુવારે કહ્યું હતું કે સરહદ પર ચીન દ્વારા નવા મિલિટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના સમાચાર વચ્ચે ભારત ટૂંક સમયમાં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી 50 કિમી દૂર ન્યોમા એરફિલ્ડને અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. ન્યોમા એરફિલ્ડનો ઉપયોગ ચીનની સાથે ચાલી રહેલા સ્ટેન્ડઓફ દરમિયાન સૈનિકો અને હથિયારોની હિલચાલ માટે કરવામાં આવ્યો હતો.

BRO ન્યોમા એરફિલ્ડનું નિર્માણ કામ કરશે

ન્યોમા એરફિલ્ડ પર ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને C-130J સ્પેશિયલ ઓપરેશન્સ જેવા એરક્રાફ્ટનું સંચાલન કરવામાં આવી ચૂક્યુ છે. આ એરફિલ્ડ અને મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બાંધકામ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવશે. એક સંરક્ષણ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે “LAGને જલ્દી જ ફાઈટર વિમાનના સંચાલન માટે અપગ્રેડ કરવામાં આવશે, કારણ કે આ માટે જરૂરી મંજૂરીઓ પહેલા જ મળી ચૂકી છે.” યોજના મુજબ BRO દ્વારા નવા એરફિલ્ડ અને લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જવાનો અને હથિયારોની અવરજવારમાં તેજી

તેમણે વધુમાં કહ્યું હતું કે તેના અપગ્રેડ બાદ ફાઈટર એરક્રાફ્ટની ઓપરેશનલ ક્ષમતા વધુ મજબૂત થશે. સેનાના જવાનો અને હથિયારોની અવરજવરમાં વધારો થશે. તેનાથી વાયુસેનાને દુશ્મનોનો ઝડપથી સામનો કરવામાં મદદ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં બાંધકામનું ઉદ્ઘાટન કરવામાં આવશે. LACથી થોડી જ મિનિટોમાં પૂર્વ લદ્દાખમાં દૌલત બેગ ઓલ્ડી (DBO), ફુકચે અને ન્યોમા સહિત તમામ એરફિલ્ડ વિકસાવવા માટે ભારત ઘણા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.

ન્યોમા એએલજીનું વ્યૂહાત્મક મહત્વ

અપાચે એટેક હેલિકોપ્ટર, ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને ગરુડ વિશેષ દળોને ન્યોમા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ (ALG) ખાતે Mi-17 હેલિકોપ્ટરથી સંચાલિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અજય રાઠીએ ન્યોમા જેવા અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘ન્યોમા ALGનું વ્યૂહાત્મક મહત્વ ઘણું વધારે છે કારણ કે તે LACની નજીક છે. તે લેહ એરસ્પેસ અને LAC વચ્ચેના નિર્ણાયક અંતરને દૂર કરે છે અને પૂર્વી લદ્દાખમાં સૈનિકો અને સામગ્રીની ઝડપી હિલચાલને સક્ષમ બનાવે છે.

સરહદ મુદ્દે ભારત અને ચીન 29 મહિનાથી વધુ સમયથી અથડામણમાં

પૂર્વી લદ્દાખમાં સરહદી મુદ્દાઓ પર ભારત અને ચીન 29 મહિનાથી વધુ સમયથી અથડામણમાં છે. જૂન 2020માં ગલવાન ખીણમાં થયેલા સંઘર્ષ બાદથી બંને દેશો વચ્ચેના સંબંધો વણસેલા છે. જો કે બંને દેશોના સંબંધો થોડા સમય માટે સામાન્ય થયા છે, પરંતુ સરહદ પરના ઘણા વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ તણાવભરી છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">