AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અલનીનોની ચોમાસા પર અસર, 42 ટકા વરસાદની ઘટ, સરકારે ખેતી ક્ષેત્રને લઈ 315 જિલ્લા માટે તૈયાર કર્યો એકશન પ્લાન

ચોમાસાના શરૂઆતના તબક્કા દરમિયાન દેશભરમાં વરસાદ સામાન્ય કરતા 42થી 43% ઓછો રહ્યો છે. વરસાદની ઘટના કારણે ખરીફ પાકની વાવણી પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ડાંગર, કઠોળ અને તેલીબિયાંની વાવણી પર નોંધપાત્ર અસર પડી છે. ચોમાસામાં વરસાદની કટોકટીનો સામનો કરી રહેલા દેશના 315 સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ માટે એક એકશન પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં વૈકલ્પિક પાકના બીજ, બીજની સુધારેલ અન્ય જાતો, પૂરક સિંચાઈ વ્યવસ્થા અને વીજળીના અવિરત પુરવઠાની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આના માટે રાજ્ય સરકારોને પણ સુચના આપવામાં આવી છે.

અલનીનોની ચોમાસા પર અસર, 42 ટકા વરસાદની ઘટ, સરકારે ખેતી ક્ષેત્રને લઈ 315 જિલ્લા માટે તૈયાર કર્યો એકશન પ્લાન
| Updated on: Jun 24, 2026 | 2:31 PM
Share

અલ નીનોની અસર વચ્ચે, ભારતમાં આ ચોમાસાની ઋતુમાં, ગઈકાલ મંગળવારને 23 જૂન સુધીમાં 42 % વરસાદની ખાધ નોંધાઈ છે. તેના પ્રતિભાવમાં, સરકારે ખરીફ પાકોને સુરક્ષિત રાખવા માટે કટોકટીના પગલાં ઝડપી બનાવ્યા છે. ઓછા વરસાદ અને સિંચાઈની અછતનો સામનો કરી રહેલા 315 જિલ્લાઓને અલગ તારવવામાં આવ્યા છે. રાજ્ય સરકારોને જિલ્લાઓમાં વિશિષ્ટ કાર્ય યોજનાઓ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે, ગઈકાલ મંગળવારે 23મી જૂનના રોજ નબળા ચોમાસાને પહોંચી વળવા માટે સરકાર દ્વારા કરાયેલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય કૃષિ પ્રધાને કૃષિ ઉત્પાદન પરની અસર ઘટાડવા માટે જળ સંરક્ષણ, પાક વૈવિધ્યકરણ અને વૈજ્ઞાનિક વાવણી પદ્ધતિઓ પર ભાર મૂક્યો હતો. અલ નીનો અને બદલાયેલ હવામાન પેટર્ન આ વર્ષના ચોમાસામાં સરેરાશ કરતા ઓછા વરસાદ અને ખરીફ પાકના ઉત્પાદનમાં ઘટાડા થવાની ભીતિ વર્તાઈ રહી છે.

વાવેતર પ્રગતિ

સરકારે 2026 ખરીફ સિઝન માટે આશરે 176 મિલિયન ટનનો ખાદ્ય અનાજ ઉત્પાદન લક્ષ્યાંક નક્કી કર્યો છે. જે પાછલા વર્ષની ખરીફ સિઝનના ઉત્પાદન સાથે મેળ ખાય છે. વરસાદની ખાધ હોવા છતાં, 22 જૂન સુધીમાં 11.99 મિલિયન હેક્ટરમાં વાવણી પૂર્ણ થઈ ગઈ હતી. જે એક વર્ષ પહેલા નોંધાયેલા 11.79 મિલિયન હેક્ટર કરતા થોડી વધારે છે. કેન્દ્રીય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે નોંધ્યું કે, સોયાબીનનું વાવેતર પાછળ રહી રહ્યું છે.

કૃષિ મંત્રાલય અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) એ વરસાદની પેટર્ન, સિંચાઈ સુવિધાઓ અને સ્થાનિક હવામાન પરિસ્થિતિઓ પર વૈજ્ઞાનિક ડેટાનો ઉપયોગ કરીને સંવેદનશીલ, ઓછા વરસાદવાળા જિલ્લાઓને ઓળખવા માટે સહયોગ કર્યો છે. 315 જિલ્લાઓને ત્રણ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે

વરસાદની ભારે ઘટ ધરાવતા 315 જિલ્લાઓમાંથી, 111ને ‘ઉચ્ચ પ્રાથમિકતા’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ એવા જિલ્લાઓ છે કે જ્યાં સિંચાઈની સવલત 25 ટકાથી ઓછી છે. 76 જિલ્લાઓ ‘મધ્યમ પ્રાથમિકતા’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, જેમાં સિંચાઈ કવરેજ 25 થી 50 ટકાની વચ્ચે છે.

દરમિયાન, જળાશયો અને અન્ય જળ સંસ્થાઓમાંથી સારી સિંચાઈ સુવિધાઓને કારણે 128 જિલ્લાઓ પ્રમાણમાં ઓછા સંવેદનશીલ માનવામાં આવે છે. આમાંના મોટાભાગના જિલ્લાઓ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આવેલા છે. સંભવિત વરસાદની ખાધને પહોંચી વળવા માટે, ICAR એ જિલ્લા-સ્તરીય આકસ્મિક યોજનાઓ ઘડી છે. આ યોજનાઓ વરસાદ આધારિત વિસ્તારોમાં આવકના નુકસાનને ઘટાડવા માટે વૈકલ્પિક પાકોની પસંદગી અને સુધારેલા વાવણી સમયપત્રકની ભલામણ કરે છે.

  • ચોમાસાની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક બાદ, ચૌહાણે પત્રકારોને માહિતી આપી હતી કે કુલ વરસાદની ખાધ 43 ટકા છે.
  • હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 જુલાઈ સુધી નબળુ ચોમાસુ ચાલુ રહેવાની શક્યતા છે. આનો અર્થ ખરીફ પાક પર સંભવિત અસર થશે.
  • મંત્રાલયે ઓછા વરસાદની પરિસ્થિતિઓને અનુરૂપ વૈકલ્પિક પાકોની ભલામણ કરતી રાજ્ય-વિશિષ્ટ આકસ્મિક યોજનાઓ તૈયાર કરી છે.
  • રાજ્યોને કઠોળ, તેલીબિયાં અને બરછટ અનાજ જેવા ઓછા પાણીનો વપરાશ કરતા પાકોને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને એક જ પાક પર આધાર રાખવાને બદલે ટૂંકા ગાળાના, આબોહવા-સ્થિતિને અનુરૂપ બીજની જાતો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
  • શિવરાજસિંહે વરસાદની ખાધની નોંધ લીધી હતી અને ખેડૂતોને વૈકલ્પિક પાક સૂચવવાની જરૂરિયાત પર ભાર મૂક્યોહતો.
  • ચાલુ સિઝન માટે બીજ અને ખાતરોની પૂરતી ઉપલબ્ધતા છે. જળાશયોમાં પાણીનું સ્તર હાલમાં પાછલા વર્ષ કરતા વધી ગયું છે, જોકે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યોને VB-ગ્રામ G (વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન – ગ્રામીણ) કાર્યક્રમ હેઠળ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને તળાવો, નદીઓ, ખેત તળાવો અને ચેકડેમ સાફ કરવાની સલાહ આપવામાં આવી છે જેથી સિંચાઈની જરૂરિયાતો માટે પાણીનો સંગ્રહ કરી શકાય.
  • કેન્દ્રીય કૃષિ મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે પસંદગીના રાજ્યોમાં પાક વીમા યોજનાઓ અને કિસાન ક્રેડિટ કાર્ડ માટે મોટા પાયે નોંધણી કરવામાં આવે.
  • 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) ને ખેડૂતો સુધી તેમનો સંપર્ક વધારવા અને SMS, વોટ્સએપ, કોલ સેન્ટર અને અન્ય માધ્યમો દ્વારા સમયસર સલાહ, સુચના આપવા માટે કહેવામાં આવ્યું છે.
  • ઉત્પાદન અંદાજો અંગે, ચૌહાણે જણાવ્યું હતું કે જ્યારે આ અંદાજો સામાન્ય પરિસ્થિતિઓ પર આધારિત છે, ત્યારે તેમણે ખાતરી આપી હતી કે ઉત્પાદનમાં કોઈ ઘટાડો ન થાય તે માટે પગલાં લેવામાં આવશે.
  • મંત્રાલયે રીઅલ-ટાઇમ દેખરેખ અને સલાહ જાહેર કરવાની સુવિધા માટે ‘અલ નીનો મોનિટરિંગ સેલ’ અને ‘પાક-હવામાન દેખરેખ જૂથ’ ની સ્થાપના કરી છે.

Breaking News : 26 જૂનથી હવામાન બદલાશે, ગુજરાત સહિત આ 20 રાજ્યોમાં વરસાદની આગાહી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">