AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 26 જૂનથી હવામાન બદલાશે, ગુજરાત સહિત આ 20 રાજ્યોમાં વરસાદની આગાહી

ભીષણ ગરમી વચ્ચે રાજધાની દિલ્લીમાં 26-27 જૂનના રોજ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસુન જલ્દી આગળ વધી રહ્યું છે. કેટલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ ગુજરાતમાં ક્યારે વરસાદની એન્ટ્રી થશે.

Breaking News :  26 જૂનથી હવામાન બદલાશે, ગુજરાત સહિત આ 20 રાજ્યોમાં વરસાદની આગાહી
Image Credit source: AI
| Updated on: Jun 24, 2026 | 9:10 AM
Share

ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ જામ્યો છે. મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. ગરમી અને ઉકળાટ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. ગુજરાતમાં 26 જૂને ચોમાસુ બેસે તેવી શકયતા છે. 14 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી,ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

4 જિલ્લામાં વરસાદને લઈ હવામાન વિભાગનું રેડ એલર્ટ છે. તોતાપી, નર્મદા, ડાંગ અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વલસાડ, સુરત નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ ,વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, ગીરસોમનાથ, દીવ, ભાવનગર અને અમરેલીમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી 2-3 દિવસમાં ચોમાસું ઉત્તર અરબ સાગર, ગુજરાતના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્તિતિઓ અનુકુળ બની ગઈ છે. ત્યારબાદ 3-4 દિવસમાં ઝારખંડ, બિહારના વિસ્તારોમાં અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો સુધી પહોંચવાની શકયતા જણાવવામાં આવી છે.

પહાડી વિસ્તારમાં વરસાદ

જમ્મુ-કાશ્મીર,લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 24 થી 29 જુન સુધી વરસાદ થવાની શક્યતા છે. ઉત્તરાખંડમાં 24 અને 25 જૂનના રોજ વીજળી પડવાની શક્યતા સાથે ભારે પવનનું પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 29 જૂનના રોજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઈ શકે છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભના કેટલાક ભાગોમાં 24 થી 29 જુન સુધી વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં 24 થી 27 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

આગામી થોડા દિવસોમાં ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. ઓડિશામાં 24 જૂન અને 28-29 જૂને ભારે વરસાદ પડી શકે છે.

પૂર્વોત્તર અને પશ્ચિમી રાજ્યમાં વરસાદ

અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય,નાગાલેન્ડ,મણિપુર,મિઝોરમ અને ત્રિપુરામાં 24 થી 29 જુન સુધી વરસાદ પડવાની શક્યતા છે. આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. તો પશ્ચિમ ભારતમાં ગોવામાં 24 થી 29 જુન સુધી ભારે વરસાદની આગાહી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ 25-26ના રોજ વરસાદ પડવાની શકયતા છે.

હવામાન વિભાગ અનુસાર આવનાર દિવસોમાં ચોમાસું આગળ વધવાથી દેશના અનેક ભાગમાં ગરમીથી રાહત મળવાની આશા છે. ભારે વરસાદ થનારા વિસ્તારોમાં ભારે પવનને લઈ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. અહી ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">