AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો મેં હાઈકમાન્ડ સામે બળવો કર્યો હોત તો શું હું મુખ્યપ્રધાન રહી શક્યો હોત?….અશોક ગેહલોતે ખોલ્યા રહસ્યો

રાજસ્થાન કોંગ્રેસમાં ગત 25 સપ્ટેમ્બર 2022ના રોજ સર્જાયેલ કટોકટી અંગે પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે, મૌન તોડીને અનેક રાજકીય રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. અશોક ગેહલોતે મીડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી છે કે, મારો બળવો પાર્ટી હાઈકમાન્ડ સામે નહીં પરંતુ સચિન પાઈલટ સામે હતો. એ દિવસોમાં સચિન પાઈલટના ટેકેદારો દ્વારા એવી વાતો વહેતી કરી હતી કે, પાર્ટી હાઈકમાન્ડ મારા સ્થાને, સચિન પાઈલટને રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવા ઈચ્છે છે.

જો મેં હાઈકમાન્ડ સામે બળવો કર્યો હોત તો શું હું મુખ્યપ્રધાન રહી શક્યો હોત?....અશોક ગેહલોતે ખોલ્યા રહસ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2026 | 1:38 PM
Share

રાજસ્થાન કોંગ્રેસમાં ફરી એકવાર ગેહલોત વિરુદ્ધ પાઈલટ જૂથ વચ્ચે રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત 2020 ની ‘માનેસર ઘટના’ અંગે વારંવાર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. 25 સપ્ટેમ્બર, 2022 ની ઘટનાઓ પર પોતાનું મૌન તોડતા ગેહલોતે કહ્યું, “કેટલાક લોકો દાવો કરતા હતા કે મેં તે દિવસે પાર્ટી હાઇકમાન્ડ સામે બળવો કર્યો હતો. જો મેં ખરેખર પાર્ટી હાઇકમાન્ડ સામે બળવો કર્યો હોત, તો શું હું એ બળવા બાદ પણ રાજસ્થાનના મુખ્ય પ્રધાન પદે રહ્યો હોત ખરો? જો મેં સોનિયા ગાંધી સામે બળવો કર્યો હોત, તો શું તેમણે મને મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેવા દીધો હોત?”

ગઈકાલ 7 જૂનને રવિવારે કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે મીડિયા સાથે વાત કરતા ગેહલોતે સમજાવ્યું કે, 25 સપ્ટેમ્બર, 2022 ના રોજ કરાયેલ બળવો સચિન પાયલટ સામે હતો કારણ કે, સચિનનું નામ મુખ્ય પ્રધાન પદ માટે રજૂ કરવામાં આવી રહ્યું હતું. હુ તેની વિરુદ્ધ હતો, પાર્ટી હાઇકમાન્ડ સામે નહીં. તે દિવસે રાજસ્થાન કોંગ્રેસના આશરે 100 જેટલા ધારાસભ્યે રાજીનામા આપ્યા હતા.

તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોએ દલીલ કરી હતી કે તેઓ રાજકીય કટોકટી દરમિયાન એકસાથે રહીને હાઇકમાન્ડની પડખે ઉભા રહ્યા હતા અને સરકારને બચાવી હતી. પરિણામે, ધારાસભ્યોએ આગ્રહ કર્યો કે સો ધારાસભ્યોમાંથી કોઈપણને મુખ્ય પ્રધાન બનાવી શકાય છે, પરંતુ સચિન પાયલટ તેમના માટે સ્વીકાર્ય નહોતા, કારણ કે તેઓ સરકાર તોડવાના પ્રયાસમાં ધારાસભ્યોને માનેસર લઈ ગયા હતા. તેમણે ઉમેર્યું કે, કેટલાક લોકોએ તે ઘટનાના તથ્યોને તોડી-મોડી રજૂ કર્યા હતા.

પાયલોટે પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ

તેમણે વધુમાં અવુ પણ કહ્યું કે, મે પાર્ટી હાઈ કમાન્ડ સામે બળવો કર્યો હતો તેવો આરોપ લગાવનારાઓએ સમજવું જોઈએ કે, જ્યારે પણ પાર્ટી હાઇકમાન્ડ મુખ્ય પ્રધાનને બદલવાનો નિર્ણય લે છે, ત્યારે 90% ધારાસભ્યો તેમની નિષ્ઠા વર્તમાન મુખ્ય પ્રધાનથી નવા મુખ્ય પ્રધાન તરફ બદલી નાખે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે મારું નામ વિચારવામાં આવી રહ્યું હતું; પછી એવું શું થયું જેના કારણે ધારાસભ્યો સચિન પાયલટનો પક્ષ ન લેતા, જેના કારણે તેમણે રાજીનામું આપ્યું? ગેહલોતે ટિપ્પણી કરી કે, સચિન પાયલટે સમજવું જોઈએ કે, તેઓ 20 વર્ષથી રાજકારણમાં છે અને અમે તેમના દુશ્મન નથી. બાળપણથી જ તેમના માટે પ્રેમ છે. આશ્ચર્ય થાય છે કે તેમને કોણ માર્ગદર્શન આપી રહ્યું છે.

ગેહલોતે કહ્યું કે, માણસો ભૂલો કરવાની ટેવ ધરાવે છે. સચિન પાયલટે સત્ય સ્વીકારવું જોઈએ અને તેમની ભૂલ સ્વીકારવી જોઈએ. જો પાયલટે તે દિવસે મારી લાગણીઓ સમજી હોત, તો આજે આ સમસ્યા ન હોત. તેથી જ આ મુદ્દો યથાવત છે. મેં કહ્યું હતું કે માનેસર ઘટનાનો ઉલ્લેખ ન કરવો જોઈએ, છતાં સચિન પાયલોટ તરફથી ક્યારેય તેના અંગે કોઈ નિવેદન આવ્યું નથી. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે દેશ હાલમાં સંકટમાં છે, અને ફક્ત કોંગ્રેસ પાર્ટી જ તેને બચાવી શકે છે.

દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુએ વિદેશની 3 સંસદને સંબોધી હતી, જ્યારે વર્તમાન PM મોદીએ 19 સંબોધી

Follow Us
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે
ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે
રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video
રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">