AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતના વેસ્ટફિલ્ડ શોપિંગમાં ભીષણ આગ, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન ખાખ, જુઓ Video

Breaking News : સુરતના વેસ્ટફિલ્ડ શોપિંગમાં ભીષણ આગ, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન ખાખ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2026 | 2:55 PM
Share

સુરતના ઘોડદોડ રોડ પર આવેલા વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર પરની એક દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.

સુરતના ઘોડદોડ રોડ પર આવેલા વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાં આગ લાગવાનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા જ આસપાસની દુકાનોમાં પણ લોકોની ભાગદોડ મચી ગઈ હતી.

ઘટનાની જાણ તુરંત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર કર્મીઓની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

જોકે, આગની આ દુર્ઘટનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં પડેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે દુકાન માલિકને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મહીસાગરમાં GBSના શંકાસ્પદ કેસો, તંત્ર એલર્ટ; 13 હજારથી વધુ બાળકોનું સ્ક્રીનિંગ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">