બાંગ્લાદેશમાં પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના સમર્થનમાં હિંસક પ્રદર્શન ભભૂકી ઊઠ્યાં છે. રાજધાની ઢાકા સહિત ચાર મોટા શહેરોમાં ટોળાએ વાહનોને આગ ચાંપી દીધી અને અનેક સરકારી ઇમારતોને નુકસાન પહોંચાડ્યું. પરિસ્થિતિ બેકાબૂ બનતાં સુરક્ષા દળોને ઉપદ્રવીયોને સામસામે ઠાર કરવાની છૂટ આપવામાં આવી છે. હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે સમગ્ર દેશમાં હાઇ એલર્ટ જાહેર કરાયો છે. ઢાકાની આંતરરાષ્ટ્રીય ક્રાઇમ ટ્રિબ્યુનલના મહત્વના ચુકાદા પહેલાં જ ઉપજેલી આ અશાંતિને પગલે શેખ હસીનાની પાર્ટીએ બાંગ્લાદેશ બંધનું એલાન કર્યું છે.
17 નવેમ્બરના મહત્વના સમાચાર : સુરતના ખટોદરાની સુરભી ડેરીનું પનીર સબસ્ટાન્ડર્ડ, સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનાવ્યાનું જાહેર થયુ
આજે 17 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 17 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરતના ખટોદરાની સુરભી ડેરીનું પનીર સબસ્ટાન્ડર્ડ, સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનાવ્યાનું જાહેર થયુ
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખટોદરા વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયું છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા લેવામાં આવેલા પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ જાહેર થયો. આ પનીર દૂધમાંથી નહીં, પરંતુ સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનાવવામાં આવ્યું હતું. જે સીધું જ આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે. ધારાધોરણ મુજબ પનીરમાં ફેટનું પ્રમાણ 50% હોવું જોઈએ. તેની સામે આ નમૂનામાં તે માત્ર 35% જ માલુમ પડ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે રિપોર્ટમાં Bita-sitosterolની હાજરી મળી આવી છે. જે પનીરમાં એબ્સન્ટ હોવું જોઈએ. આ તત્વ વેજીટેબલ ફેટની ભેળસેળ સૂચવે છે.
-
સુરતમાં લીંબાયતના સંજયનગર વિસ્તારમાં યુવકને જાહેરમાં રહેંસી નાખ્યો
સુરતના લીંબાયતના સંજયનગર વિસ્તારમાં યુવકની જાહેરમાં થઇ હત્યા. સુદામ પાટીલ નામના યુવકની હત્યા. અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારથી કરાઇ હત્યા.પોલીસે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. લીંબાયત પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ.
-
-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ભાવનગર
આગામી 20 તારીખે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ભાવનાગર આવશે. ભાજપ જિલ્લાના નવા કાર્યાલયનું લોકાર્પણ અમિતભાઇ શાહ કરશે. બપોરે 3 કલાકે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મનસુખ માંડવીયા, અને નીમૂબેન બાંભણીયા ખાસ ઉપસ્થિત રહેશે. 25 હજાર થી વધારે કાર્યકરો કાર્યક્રમમાં હાજર રહેશે. જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષ બન્યા પછી ભાવનગર આવતા હોય તેમનું ભવ્ય સન્માન પણ આ કાર્યક્રમ યોજાશે.
-
બાંગ્લાદેશના લોકોના શ્રેષ્ઠ હિત માટે ભારત પ્રતિબદ્ધ: વિદેશ મંત્રાલય
બાંગ્લાદેશમાં આજે આવેલ ચુકાદા અંગે વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલ દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અંગે આપવામાં આવેલા ચુકાદાની નોંધ લીધી છે. નજીકના પાડોશી તરીકે, ભારત બાંગ્લાદેશના લોકોના શ્રેષ્ઠ હિત માટે પ્રતિબદ્ધ છે, જેમાં તેમના દેશમાં શાંતિ, લોકશાહી, સમાવેશકતા અને સ્થિરતાનો સમાવેશ થાય છે. અમે હંમેશા આ દિશામાં તમામ હિસ્સેદારો સાથે રચનાત્મક રીતે જોડાઈશું.
-
ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ અંગે પકડાયેલાનુ 100 કલાકમાં વેરિફિકેશન કરવા DGP નો આદેશ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આજે તમામ શહેર તેમજ જિલ્લાના પોલીસ વડાઓને તાકીદ કરવામાં આવી છે કે, છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું ચેકીંગ કરી વેરીફીકેશન પ્રક્રિયાને અંતે ડોઝીઅર તૈયાર કરવાની કાર્યવાહી આગામી 100 કલાકમાં પૂર્ણ કરવામાં આવે.
-
-
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડેલ હની પટેલ AAPમાં જોડાતા જ, બિયરના ગ્લાસ ભરતા-સ્મોકિંગ કરતા વીડિયો થયા વાયરલ
સુરતમાં આમ આદમી પાર્ટીમાં, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડેલ હની પટેલ જોડાતા જ, સોશિયલ મીડિયા પર બિયરનો ગ્લાસ ભરતી અને સ્મોકિંગ કરતા વીડિયો વાયરલ થયો છે. જેના પગલે, સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સોશિયલ મીડિયામાં વારયલ થયેલા વીડિયો અંગે સ્પષ્ટતા કરતા હની પટેલે કહ્યું કે વાયરલ વીડિયો તેનો ભૂતકાળ છે. તે માત્ર બિયરનો ગ્લાસ ભરે છે, પીતી નથી. સ્મોકિંગના વીડિયો નિકોટિન ફ્રી ઇલેક્ટ્રિક વેપનો છે અને તે દુબઈનો છે. જૂના વીડિયો વાયરલ કરીને મને બદનામ કરવાનુ કાવત્રુ હોવાનુ હની પટેલે જણાવ્યું હતું.
-
વડોદરામાં દારુના અડ્ડાથી ત્રાસી ગયેલાઓએ પોલીસ કમિશનર K કચેરીએ મોરચો કાઢ્યો
વડોદરામાં પોલીસ કમિશનરની કચેરી ખાતે દારૂના અડ્ડાથી ત્રસ્ત થયેલા લોકોએ જનતા મોરચો માંડ્યો હતો. વડોદરા પોલીસ કમિશનર કે કચેરીએ સમાના નાગરિકો મોરચો સ્વરૂપે પહોચ્યાં હતા. સમા વિસ્તારમાં બેફામ દારૂના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપો. અસામાજિક પ્રવૃત્તિથી કંટાળીને રજૂઆત કરવા પહોંચ્યા નાગરિકો. નાગરિકોએ બેનર અને પોસ્ટર સાથે કર્યું પ્રદર્શન. સ્થાનિક પોલીસ અધિકારીઓને રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ના આવતાં મોરચા સ્વરૂપે રજૂઆત કરવાનો કર્યો નિર્ણય. દારૂબંધીનો કડક અમલ થાય તેવી માંગ સાથે કરી રજુઆત.
-
હળવદના વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, વ્યાજખોરનો ત્રાસ અને બેંકની પઠાણી ઉઘરાણીનો પરિવારે કર્યો આક્ષેપ
મોરબીના હળવદના વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. વ્યાજખોર અને બેંકની પઠાણી ઉઘરાણીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ. વેપારીએ કારખાનામાં પોતાની કારમાં ઝેરી દવા પી આપઘાત કર્યો. વેપારી નવનીત આદ્રોજા (44) ઝેરી દવા પી આપઘાત કર્યો છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે. મૃતકે સુસાઇડ નોટમાં પાંચ જેટલા શખ્સોના નામ લખ્યા હોવાનું અનુમાન છે. મૃતક વેપારીના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હળવદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી.
-
પંચમહાલના શહેરા નજીક ખેરના લાકડાની ગેર કાયદેસર હેરાફેરી ઝડપાઈ
પંચમહાલના શહેરા નજીક ખેરના લાકડાની ગેર કાયદેસર હેરાફેરી ઝડપાઈ. ખાંડીયા રાઉન્ડ વન વિભાગની ટીમે શહેરાના સાકરીયા ચોકડી નજીકથી લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી છે. વન વિભાગે ખેર અને પંચરાવ લાકડાના જથ્થા અને ટ્રક સહીત 5.20 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
પાન કાર્ડ કેસમાં આઝમ ખાનને 7 વર્ષની જેલની સજા
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનની મુશ્કેલીઓ ફરી એકવાર વધતી દેખાઈ રહી છે. કારણ કે સાંસદ/ધારાસભ્ય કોર્ટે તેમને અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને બે પાન કાર્ડ કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો, તેમને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. 2019માં ધારાસભ્ય આકાશ સક્સેના દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં, અબ્દુલ્લા પર અલગ-અલગ જન્મ તારીખવાળા બે પાન કાર્ડ મેળવવાનો આરોપ હતો.
-
ગુજરાતના 45,790 ખેડૂત પાસેથી રૂપિયા 769 કરોડના ખર્ચે 1.05 મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે સરકારે ખરીદી
ગુજરાત સરકારે આજે એટલે કે 17 નવેમ્બરના રોજના જાહેર કરેલ આંકડા અનુસાર, 253 ખરીદ કેન્દ્ર પરથી 1.05 મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરી છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કરેલ ખરીદી પાછળ સરકારે 769 કરોડથી વધુ રકમ 45,790 ખેડૂતોને ચૂકવી છે.
-
ગુજરાતમાં ભાજપ સરકાર 30 વર્ષથી આદિવાસીને અન્યાય કરી રહી છેઃ ચૈતર વસાવા
ગુજરાત સરકાર છેલ્લા 30 વર્ષથી આદિવાસી સાથે અન્યાય કરી રહી છે. માત્રને માત્ર રાજકારણ કરવા માટે જ વડાપ્રધાનને ગુજરાતમાં અને તે પણ આદિવાસી વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતા તેમ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું. નેત્રંગ ખાતે ખૂબ જનમેદની થઈ તેને લઈ ભાજપના નેતાઓના તેલ માં પાણી રેડાયું છે. આદિવાસી સમાજના લોકો પોતાના અધિકારો માંગી રહ્યા છે. ગુજરાતમાં ભાજપની સરકાર છેલ્લા 30 વર્ષથી આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય કરી રહી છે.
-
દેવભૂમિ દ્વારકાના ભાણવડના ફતેપુર પાસે મગફળી ભરેલો ટ્રક સળગ્યો
દેવભૂમિ દ્વારકાના ભાણવડના ફતેપુર પાસે મગફળી ભરેલો ટ્રક સળગ્યો. ભાણવડ તાલુકાના ફતેપુરના પાટિયા પાસે મગફળી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે વીજ વાયરને અડકતાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ ભાણવડ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને ઝડપી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ ટ્રક તથા તેમાં ભરાયેલી મગફળી બંનેને ભારે નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. એપીએમસી ખાતેથી ટેકાના ભાવે વેચાયેલ મગફળીને ભરીને લઈ જતા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે..
-
આગાહીકાર અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી
ગીર સોમનાથ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી મોટી આગાહી કરી છે — નવેમ્બર અંતમાં બંગાળના ઉપમહાસાગરમાં વાવાઝોડું ઊભું થઈ શકે છે, જેના કારણે રાજ્યમાં માવઠા જેવી સ્થિતિ ફરી સર્જાઈ શકે છે. આજે હવાની સ્થિતિ હળવી દબાણમાં બદલવાની શક્યતા છે અને 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો‑પ્રેશર બની શકે છે. ડિસેમ્બરમાં પણ માવઠા ફરી ફાટી આવવાની શક્યતા છે અને સાથે સાથે ઠંડીનું જોર પણ વધશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં.
-
નવાબંદરમાંથી 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત બાદ એક્શન
ગીર સોમનાથ: દિલ્લી બ્લાસ્ટ બાદ ATS-પોલીસે સુરક્ષા પગલાં વધાર્યા. નવાબંદરમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરીઓ કુહક જાળે ઝડપાયા છે. ગીર સોમનાથ પોલીસે જમ્મુ-કાશ્મીર સુધી તપાસ ફેલાવી છે અને DyCM તથા જિલ્લાના પોલીસ વડાની સૂચનાથી જિલ્લામાં કોમ્બિંગ ઓપરેશન્સ વધારવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હોવાથી ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ લોકોની અન્ય ગુનાઓમાં પણ પૂછપરછ ચાલી રહી છે અને આગળના દિવસોમાં તપાસ વધુ ગહન બનાવવાની તૈયારી છે.
-
રાજકોટ બાદ હવે વડોદરામાં પણ પતિએ કરી પત્નીની હત્યા
રાજકોટ બાદ હવે વડોદરામાં પણ પતિએ પત્નીની હત્યા કરી. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આ ઘટના બની. બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી. મિસ્બા શેખ નામની મહિલાનું મોત થયુ છે. જેપી રોડ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી. 6 મહિનાની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી. મૃતક મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા.
-
વડોદરા : વાનરના હુમલાથી ગોત્રી વિસ્તારમાં ફફડાટ
વડોદરામાં કપીરાજનો આતંક સામે આવ્યો. ગોત્રી વિસ્તારની વૈભવી સોસાયટીમાં વાનરે રહીશો પર કર્યો હુમલો. તો બીજી તરફ ગોત્રી-ભાયલી કેનાલ રોડની નીલાંબર સોસાયટીમાં પણ વાનરે 5 લોકોને બચકા ભરતા લોકો ઘરમાં પુરાયા હતા. જો કે કપીરાજની દહેશતથી વન વિભાગને જાણ કરવામાં આવતા પાંજરા મૂકાયા હતા. વાનરરાજ પાંજરામાં પુરાયા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. વન વિભાગે કપીરાજને પાંજરે પૂરતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો.
-
રાજકોટના ધોરાજીમાં દૂષિત પાણીના કારણે વિસ્તારમાં કોલેરાનો રોગ વધ્યો
રાજકોટના ધોરાજી પંછીપીર વાડી વિસ્તારમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી ઊઠ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઝાડા-ઉલટીના પાંચ નવા કેસ નોંધાયા છે, જે સાથે જ વિસ્તારમાં કુલ 40 કેસ નોંધાયા છે. આમાંથી ત્રણ દર્દીઓના કોલેરા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને તમામ દર્દીઓ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લા કલેક્ટરે ગઇકાલે પંછીપીર વાડી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે અને આરોગ્ય વિભાગે તાત્કાલિક સર્વે કાર્ય શરૂ કર્યું છે.
-
સુરત: સનરાઈઝ વિદ્યાલયમાં વાલીએ કરી તોડફોડ
સુરત: સનરાઈઝ વિદ્યાલયમાં વાલીએ તોડફોડ કરી છે. વિદ્યાર્થીનું એલસી નહિ આપતા પિતાએ હોબાળો મચાવ્યો. રોષે ભરાયેલા વાલીએ શાળાનું કોમ્યુટર તોડી નાખ્યું. કોમ્પ્યુટર તોડ્યા બાદ વાલી ફરાર, અન્ય સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો છે. વાલી દ્વારા કોમ્પ્યુટર તોડી નાખવાની ઘટના CCTVમાં કેદ થઇ છે. વાલી વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરાતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
-
સુરત: ખાદ્યપદાર્થોમાં ભેળસેલ અટકાવવા ફૂડ વિભાગની કવાયત
સુરતમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગે ખાસ અભિયાન હાથ ધર્યું છે. પનીર, ચીઝ, ઘી, મરી અને અન્ય મસાલામાં ભેળસેળ થવાના કેસોને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ ઝોનમાં ચેકિંગ કરવામાં આવ્યું. ખાણીપીણીની દુકાનોમાં કાર્યરત કારીગરોના આરોગ્ય અને સ્વચ્છતાની પણ તપાસ કરવામાં આવી. આ અભિયાન દરમિયાન અલગ–અલગ ઝોનની કુલ 86 દુકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન 797 કિલો પનીરનો જથ્થો સીલ કરવામાં આવ્યો અને 54 કિલો ભેળસેળયુક્ત પનીરનો નાશ કરાયો. ઉપરાંત કુલ 120 કિલો બનાવટી ખાદ્યપદાર્થોનો નાશ પણ કરવામાં આવ્યો. ફૂડ અને હેલ્થ વિભાગની ટીમે કુલ રૂ. 1 લાખ 31 હજારનો દંડ વસૂલ કર્યો હતો. આ કાર્યવાહીથી શહેરમાં ભેળસેળ કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
-
વડોદરા એરપોર્ટ પરથી મુસાફરની બેગમાંથી કારતૂસ મળી
વડોદરા એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન એક મુસાફરની બેગમાંથી ખાલી કારતૂસ મળતાં હલચલ મચી ગઈ. તુર્કીથી વડોદરા આવેલા અને વડોદરા–મુંબઈની ઇન્ડિગો ફ્લાઇટમાં બેસવા તૈયાર મુસાફર પકડાયો હતો. સુરક્ષા એજન્સીઓએ તરત જ મુસાફરની પૂછપરછ શરૂ કરી અને બેગમાંથી ખાલી કારતૂસ જપ્ત કર્યા. હિટાચી કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત અને કર્ણાટકના મૈસૂર વતન ધરાવતા પવનકુમાર નામના મુસાફરે સ્વીકાર્યું કે આ ખાલી કારતૂસ તેને તુર્કીમાં મળ્યાં હતા. ઘટનાની જાણ થતાં હરણી પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધાઇ હતી, જોકે પૂછપરછ બાદ મુસાફરને મુક્ત કરવામાં આવ્યો હતો. ઘટનાએ એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાને સજાગ બનાવી દીધી છે.
-
મદીનામાં એક અકસ્માતમાં 42 ભારતીયોના મોત
સાઉદી અરબમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોના મોત થયા છે. આ મૃતકોમાં હૈદરાબાદના અનેક લોકોનો સમાવેશ થાય છે.
-
ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર
ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું છે. પેથાપુરમાં ગેરકાયદે દરગાહ દૂર કરાઇ. મોટી અને નાની દરગાહના ગેરકાયદે દબાણો દૂર કરાયા છે. 1500થી વધુ વખત ઓડિટ જમીન કરવામાં આવી હતી. સરકારી જમીનને ગેરકાયદે રીતે કાયદેસર બતાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો હતો. તંત્રએ તથ્યોની તપાસ કર્યા બાદ કાયદાકીય પ્રક્રિયા મુજબ જમીન મુક્ત કરાવી.
-
રાજકોટ : અયોધ્યા ચોક નજીક મારામારીની ઘટના
રાજકોટ : અયોધ્યા ચોક નજીક મારામારીની ઘટના બની છે. 4 થી 5 શખ્સોએ યુવક પર હુમલો કર્ય. જૂની ધંધાકીય અદાવતને લઇને યુવક પર શખ્સો તૂટી પડ્યા. મયુર બારોટ અને તેના સાગરિતોએ હુમલો કર્યાનો આક્ષેપ છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો.
-
રાજકોટઃ નાગેશ્વરમાં પતિએ પત્ની પર ફાયરિંગનો મુદ્દો, પત્નીનું મોત
રાજકોટઃ નાગેશ્વરમાં પતિએ પત્ની પર ફાયરિંગ કરવાના મામલામાં પત્ની તૃષાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પતિ લાલજી પઢિયારે પત્નીના અનૈતિક સબંધોને કારણે ગોળી મારી હતી. ફાયરિંગ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
બાંગ્લાદેશઃ પૂર્વ PM શેખ હસીનાના સમર્થનમાં હિંસક પ્રદર્શન
-
સાપુતારા ઘાટમાં માર્ગ ઉપર અકસ્માત
સાપુતારા ઘાટમાં માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો. ઘાટમાર્ગમાં પ્રવાસીઓની કાર સંરક્ષણ દીવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. સુરતનો પરિવાર શિરડી સાઈ બાબાનાં દર્શન કરી સુરત પરત ફરી રહ્યો હતો. ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ. સંરક્ષણ દીવાલ ને કારણે કાર ખીણમાં ખાબકતા બચી જતા મોટી દુર્ઘટના ટળી.
Published On - Nov 17,2025 7:37 AM
કબજિયાત દૂર કરવા માટે શું ખાવું?
કેએલ રાહુલે રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
Jaggery : શું ગોળ રેફ્રિજરેટરમાં સ્ટોર કરાય ?
Plant In Pot : માટી કે પ્લાસ્ટિક.... છોડ ઉગાડવા માટે ક્યું કૂંડુ સૌથી સારું ? જાણો
E-Visa : હવે રશિયન લોકો ભારત ફરવા આવશે, જાણો કેમ
આ ખેલાડીઓ IPL 2026 માં ફક્ત 4-5 મેચ રમવા આવશે