G-20 University Connect Program: જાગૃત થઈ રહ્યા છે યુવાનો, 3 મહિનાની અંદર 32 યુનિવર્સિટીના 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાયા
G20 ભારતના વિશેષ સચિવ અને મેક્સિકોમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત મુક્તેશ પરદેશીએ ટ્વીટ કર્યું કે વિદ્યાર્થીઓના લાભ માટે નવી દિલ્હીમાં RIS દ્વારા G-20 યુનિવર્સિટી કનેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
G-20 University Connect Program: ભારત આ વર્ષે G-20 સમિટનું આયોજન કરી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને દેશભરમાં G-20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2023 સુધીમાં શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં G-20 થીમ પર આધારિત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે 1 ડિસેમ્બર, 2022ના રોજ તેની જાહેરાત થઈ ત્યારથી માત્ર ત્રણ મહિનામાં 31 શહેરની 32 યુનિવર્સિટીના લગભગ 1.5 લાખ વિદ્યાર્થીઓને આઉટરીચ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવ્યા છે.
G-20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામ વિદેશ મંત્રાલય અને વિકાસશીલ દેશો માટે સંશોધન અને માહિતી સિસ્ટમ (RIS) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તેનો હેતુ દેશભરમાં 56 સ્થળે 75 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જોડાવવાનો છે.
#JanBhagidari In April issue of #G20SecretariatNewsletter, I write abt our proactive efforts to engage students with #G20India thru #G20UniversityConnect run in association with @RIS_NewDelhi. In 3 months, 1.5 lakh students in 32 Universities in 31 cities covered. @g20org pic.twitter.com/z02FArJlB6
— Muktesh Pardeshi (@MukteshPardeshi) April 12, 2023
આ પણ વાંચો: Maharashtra: CM એકનાથ શિંદે બાદ હવે અન્ના હજારેને જાનથી મારી નાખવાની મળી ધમકી, કોણે આપી આ ધમકી?
G20 ભારતના વિશેષ સચિવ અને મેક્સિકોમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત મુક્તેશ પરદેશીએ ટ્વીટ કર્યું કે વિદ્યાર્થીઓના લાભ માટે નવી દિલ્હીમાં RIS દ્વારા G-20 યુનિવર્સિટી કનેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની બેકગ્રાઉન્ડ નોટસને હિન્દી, અંગ્રેજી, આસામી, તમિલ, ઉડિયા, ગુજરાતી, મરાઠી, કન્નડ, મલયાલમ અને બંગાળી સહિત ઘણી ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેને ડાઉનલોડ કરવા માટે G-20ની વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
પરદેશી અનુસાર આ કાર્યક્રમ હેઠળ વધુને વધુ યુવાનોને સામેલ કરવા પડશે. આ સાથે વિદ્યાર્થીઓને G-20 કોન્ફરન્સ વિશે જાગૃત કરવા પડશે. તેના પ્રકારની આ અનોખી પહેલ હેઠળ શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ તેમના વિદ્યાર્થીઓને G-20 થીમ પર વર્ષભરના કાર્યક્રમોમાં સામેલ કરી શકે છે. ડિસેમ્બર 2022માં કાર્યક્રમની શરૂઆત દરમિયાન, UGCના અધ્યક્ષ જગદીશ કુમારે યુનિવર્સિટીઓને કાર્યક્રમનું આયોજન કરવા પહેલ કરવા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે?
શાળાઓ અને સંસ્થાઓને તેમના દીક્ષાંત સમારોહ, વાર્ષિક દિવસો, રમતગમતના કાર્યક્રમો અને સેમિનારમાં G-20 બ્રાન્ડીંગનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. શાળાઓ અને સંસ્થાઓના પરિસરમાં G-20 લોગો અને પોસ્ટરો યોગ્ય રીતે પ્રદર્શિત કરવા. તમામ સંસ્થાઓએ પણ કેમ્પસમાં અને તેની આસપાસ નિયમિત સ્વચ્છતા અભિયાન હાથ ધરવું પડશે. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોને G-20 ટી-શર્ટ, કેપ, કાંડા બેન્ડ અને બેજનું વિતરણ કરવામાં આવે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…