સ્વતંત્રતા સેનાની હસરત મોહાનીએ લખ્યુ હતુ ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ લખી, ભગતસિંહે કર્યુ હતું પ્રચલીત

|

Jul 29, 2022 | 5:35 PM

હસરત મોહનીએ સૌપ્રથમ 1921માં પોતાની કલમથી ઈન્કલાબ ઝિંદાબાદનો નારા લખ્યો હતો, આ સ્લોગન પાછળથી ખૂબ જ પ્રખ્યાત થયુ હતું, ભગતસિંહે તેમના સમગ્ર ક્રાંતિકારી જીવન દરમિયાન આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો.

સ્વતંત્રતા સેનાની હસરત મોહાનીએ લખ્યુ હતુ ઇન્કલાબ ઝિંદાબાદ લખી, ભગતસિંહે કર્યુ હતું પ્રચલીત
Hasrat Mohani

Follow us on

આઝાદીની ચળવળમાં નારાઓની ભૂમિકા ખૂબ મહત્વની હતી, લોકોમાં ઉત્સાહ જગાવવા માટે નારાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, આવો જ એક નારો હતો ‘ઇન્કલાબ ઝિંદાબાદ’, ભગતસિંહે (Bhagat Singh) તેમના ક્રાંતિકારી જીવનમાં આ નારાનો ઉપયોગ કર્યો હતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ સ્લોગનનો ઉપયોગ સૌપ્રથમવાર સ્વતંત્રતા સેનાની હસરત મોહાનીએ 1921માં કર્યો હતો, તે તેમની પોતાની કલમથી લખાયેલું સૂત્ર હતું. TV9 ની વિશેષ શ્રેણીમાં, આજે અમે તમને હસરત મોહાની (Hasrat Mohani) અને તેમના દ્વારા લખાયેલા સૂત્ર ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ વિશે જણાવી રહ્યા છીએ.

ઉન્નાવ જિલ્લાના મોહન ગામમાં જન્મ

હસરત મોહનીનો જન્મ 1875માં ઉન્નાવ જિલ્લાના મોહની ગામમાં થયો હતો, તેમનું સાચું નામ ‘સૈયદ ફઝલુલહસન’ અને અટક ‘હસરત’ હતી. પાછળથી તેઓ હસરત મોહનીના નામથી જ ઓળખાયા. તેમનું પ્રારંભિક શિક્ષણ ઘરે જ થયું હતું. 1903માં તેમણે અલીગઢમાંથી બી.એ. કર્યુ હતું.

બ્રિટિશ સરકારની નીતિઓનો વિરોધ કર્યો

બી.એ.ની સાથે જ હસરત મોહનીએ અલીગઢથી ઉર્દુ-એ-મુલ્લા મેગેઝિન કાઢવાનું શરૂ કર્યું, આ મેગેઝિન સંપૂર્ણપણે અંગ્રેજી સરકારની નીતિઓ વિરુદ્ધ હતું, 1904માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને આઝાદીની ચળવળમાં ભાગ લીધો.

આજનું રાશિફળ તારીખ : 30-11-2024
પુષ્પા 2 પછી અલ્લુ અર્જુન કરશે આ પહેલું કામ !
કામની વાત : વિદેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું છે તફાવત ?
દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos

અંગ્રેજોએ ધરપકડ કરી

મોહની બ્રિટિશ સરકારની નીતિઓનો સતત વિરોધ કરી રહ્યા હતા, 1907માં તેમણે તેમના મેગેઝિનમાં ‘બ્રિટનની પોલિસી ઇન ઇજીપ્ત’ થી સંબંધિત એક લેખ પ્રકાશિત કર્યો, જેણે અંગ્રેજોને ખૂબ નારાજ કર્યા અને તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા. 1919માં તેમણે ખિલાફત ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

ઈન્કલાબ ઝિંદાબાદનો નારા 1921માં લખાયેલો હતો

હસરત મોહનીએ સૌપ્રથમ 1921માં પોતાની કલમથી ઈન્કલાબ ઝિંદાબાદનો નારા લખ્યો હતો, આ સૂત્ર પાછળથી ખૂબ જ પ્રસિદ્ધ થયો હતો, ભગતસિંહે તેમના સમગ્ર ક્રાંતિકારી જીવન દરમિયાન આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો જે જનચેતનાને જાગૃત કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થયો હતો.

તેઓ હિન્દુ-મુસ્લિમ એકતાના પક્ષમાં હતા

હસરત મોહાની શરૂઆતથી જ હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી હતા, તેઓ ગંગાધર તિલક અને ડૉ. ભીમરાવ આંબેડકરના નજીકના મિત્રોમાંના હતા. તેમણે શ્રી કૃષ્ણની ભક્તિમાં કવિતા પણ લખી હતી. ભારતની બંધારણ સભાની રચના દરમિયાન 1946માં તેમને બંધારણ સભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

વિભાજનનો વિરોધ કર્યો

લેખક, કવિ અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે જીવનભર બ્રિટિશ સરકારનો વિરોધ કરનાર હસરત મોહનીએ 1947માં ભારતના ભાગલાનો પણ વિરોધ કર્યો હતો. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પસંદગી કરવાની વાત આવી ત્યારે હસરત મોહનીએ ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું. 13 મે 1951ના રોજ તેમનું અચાનક અવસાન થયું. 2014માં ભારત સરકારે તેમના સન્માનમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે.

Next Article