કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે પ્લાસ્ટીકના કચરાના નિકાલ માટે આપ્યું લક્ષ્ય, ડ્રાફ્ટ નોટીફિકેશન જાહેર

|

Oct 09, 2021 | 11:48 PM

મંત્રાલયે ઉત્પાદકોને વિસ્તૃત ઉત્પાદક જવાબદારી હેઠળ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 35 ટકા કચરાના વ્યવસ્થાપનનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. કોઈપણ વ્યક્તિ હાલના ડ્રાફ્ટ પર તેના સૂચનો અથવા વાંધાઓ 60 દિવસની અંદર પર્યાવરણ મંત્રાલયને સુપરત કરી શકે છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે પ્લાસ્ટીકના કચરાના નિકાલ માટે આપ્યું લક્ષ્ય, ડ્રાફ્ટ નોટીફિકેશન જાહેર
પ્લાસ્ટીકનો કચરો (સાંકેતીક તસવીર)

Follow us on

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (Plastic waste Mangement) રૂલ્સ, 2016 હેઠળ વિસ્તૃત ઉત્પાદક જવાબદારી (EPR)ના નિયમન માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. વિસ્તૃત ઉત્પાદક જવાબદારીના અસરકારક અમલીકરણ માટે ઉત્પાદકો, આયાતકારો અને બ્રાન્ડ માલિકો, કેન્દ્રીય/રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકાઓ અને જવાબદારીઓ નિર્ધારીત કરે છે. 6 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલ આ ડ્રાફ્ટ પસાર થયા બાદ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.

 

વિસ્તૃત ઉત્પાદકની જવાબદારીનો અર્થ કોઈ ઉત્પાદક દ્વારા તેના ઉત્પાદનના અંત સુધી પર્યાવરણને અનુકૂળ થઈને તેનું પ્રબંધન કરવાનો છે. ઈપીઆર જવાબદારીઓ હેઠળ પ્લાસ્ટિક પેકેજિંગના ઉત્પાદકો, આયાતી ઉત્પાદનોના તમામ આયાતી પ્લાસ્ટિક પેકેજિંગ, બ્રાન્ડ માલિકો જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ, માર્કેટપ્લેસ અને સુપરમાર્કેટ , સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સહિતના સામેલ છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

 

ઈપીઆર હેઠળ કેટલા પ્રકારના પ્લાસ્ટીક પેકેજિંગનો સમાવેશ થાય છે

ઈપીઆર હેઠળ ત્રણ પ્રકારના પ્લાસ્ટિક પેકેજિંગ આવે છે, જેમાં હાર્ડ પ્લાસ્ટિક પેકેજિંગ, સિંગલ લેયર અથવા મલ્ટિલેયર (વિવિધ પ્રકારના પ્લાસ્ટિક સાથે એક કરતા વધારે લેયર) પ્લાસ્ટિક શીટ અથવા પ્લાસ્ટિક શીટથી બનેલું કવર, કેરી બેગ અને ત્રીજું મલ્ટિલેયર પ્લાસ્ટિક પેકેજિંગ (પ્લાસ્ટિકનું ઓછામાં ઓછું એક સ્તર અને પ્લાસ્ટિક સિવાયની સામગ્રીનું ઓછામાં ઓછું એક સ્તર)નો સમાવેશ થાય છે.

 

કેટલો આપવામાં આવ્યો છે લક્ષ્યાંક?

મંત્રાલયે ઉત્પાદકોને વિસ્તૃત ઉત્પાદક જવાબદારી હેઠળ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 35 ટકા કચરાના વ્યવસ્થાપનનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.  તે જ સમયે 2022-23માં આ લક્ષ્યાંકને વધારીને 70 ટકા અને 2023-24માં 100 ટકા કરવામાં આવ્યો છે.

 

ડ્રાફ્ટમાં જણાવાયું છે કે ઉત્પાદકો સુનિશ્ચિત કરશે કે પ્લાસ્ટિક કચરાનો સુધારેલા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016ના નિયમ 5 (1) (b)માં દર્શાવવામાં આવેલા પ્રકાર મુજબ જ નિકાલ  કરશે. જો તેમાં કોઈ ઉલ્લંઘન થશે તો પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1986ની કલમ 15ની જોગવાઈઓ લાગુ કરવામાં આવશે.

 

પર્યાવરણ મંત્રાલય અનુસાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016 પ્લાસ્ટિક કચરાને પેદા કરનારાઓએ આ ઓછું કરવા, પ્લાસ્ટિક કચરો નહીં ફેલાવવા સ્ત્રોત પર કચરાનો અલગ સંગ્રહ સુનિશ્ચિત કરવા અને સ્થાનિક સંસ્થાઓ અથવા તેની અધિકૃત એજન્સીઓને અલગ અલગ કરવામાં આવેલા કચરાને સોંપવાની જવાબદારી આપે છે. કોઈપણ વ્યક્તિ હાલના ડ્રાફ્ટ પર તેના સૂચનો અથવા વાંધાઓ 60 દિવસની અંદર પર્યાવરણ મંત્રાલયને સુપરત કરી શકે છે.

 

આ પણ વાંચો :  Edible Oil Price: ખાદ્ય તેલને લઈને સરકારે લીધું મહત્વનું પગલું, તેમ છતાં કિંમત ઘટવામાં લાગશે સમય, જાણો આ પાછળનું કારણ

 

Next Article