11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધમાં શિવસેના પણ સામેલ, લખીમપુર હિંસા પર મહાવિકાસ અઘાડીની પ્રેસ કોન્ફરેન્સમાં સંજય રાઉતનું નિવેદન

લખીમપુર ખેરી હિંસાના વિરોધમાં મહા વિકાસ અઘાડીએ (Maha Vikas Aghadi) 11 ઓક્ટોબરના રોજ 'મહારાષ્ટ્ર બંધ'નું એલાન કર્યું છે. શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut, Shiv Sena) સ્પષ્ટ કર્યું કે શિવસેના આ બંધમાં પુરી તાકાત સાથે ઉતરશે.

11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધમાં શિવસેના પણ સામેલ, લખીમપુર હિંસા પર મહાવિકાસ અઘાડીની પ્રેસ કોન્ફરેન્સમાં સંજય રાઉતનું નિવેદન
નવાબ મલિક (NCP) સંજય રાઉત (શિવસેના) સચિન સાવંત (કોંગ્રેસ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 9:52 PM

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં (Lakhimour Khiri, UP) થયેલી હિંસાની અસર મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ દેખાઈ રહી છે. રાજ્ય કેબિનેટે બુધવારે આ હિંસા પર દુ:ખ વ્યક્ત કર્યુ હતુ. સાથે જ આ હિંસાના વિરોધમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડીએ (Maha Vikas Aghadi) 11 ઓક્ટોબરના રોજ ‘મહારાષ્ટ્ર બંધ’ની હાકલ કરી છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આવશ્યક વસ્તુઓને આ બંધની બહાર રાખવામાં આવી છે. આ બંધને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડી દ્વારા આજે (9 ઓક્ટોબર, શનિવાર) એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut, Shiv Sena) સ્પષ્ટતા કરી હતી કે આ બંધમાં શિવસેના પૂરી તાકાત સાથે ઉતરશે અને આ બંધ 100 ટકા સફળ થશે. આ પત્રકાર પરિષદમાં NCP પ્રવક્તા નવાબ મલિક (Nawab Malik, NCP) અને કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંત (Sachin Sawant, Congress) પણ હાજર રહ્યા હતા.

સંજય રાઉતે કહ્યું કે કેન્દ્ર સરકાર અને તેના સંબંધિત પક્ષ (ભાજપ)ની નસ નસમાં અમાનવીયતા ભરાય ગઈ છે. આના વિરોધમાં દેશના લોકોને જાગૃત કરવા માટે આ શરૂ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો એકલા નથી. અમે તેમની પાછળ ઉભા છીએ. આ યાદ અપાવવા માટે મહાવિકાસ અઘાડીએ 11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. આ બંધમાં મહાવિકાસ આઘાડી સંબંધિત ત્રણેય પક્ષો સામેલ થશે. ગઈકાલે શરદ પવારે પણ કહ્યું છે કે દરેક વ્યક્તિએ આ બંધમાં જોડાઈને દેશ અને ખેડૂતોને સમર્થન આપવું જોઈએ.

ખેડૂતો એકલા નથી તે બતાવવાનો સમય – સંજય રાઉત

આગળ સંજય રાઉતે કહ્યું બે દિવસ પહેલા હું દિલ્હીમાં હતો. મેં રાહુલ ગાંધી સાથે પણ આ અંગે ચર્ચા કરી હતી. મહારાષ્ટ્રની સાથે અન્ય રાજ્યોએ પણ આવા પગલા લેવા જોઈએ તે નક્કી કરવામાં આવ્યું હતું. જ્યાં પણ અમારી સરકાર છે. જ્યાં જ્યાં અમારું સંગઠન મજબૂત છે. તે તમામ રાજ્યોમાં બંધનું એલાન કરવું જોઈએ. જો આપણે ખેડૂતો માટે રસ્તાઓ પર ઉતરી શકતા નથી તો પછી આપણે જ્યાં છીએ ત્યાંથી સમર્થન બતાવીએ. પ્રજા ઉંઘી રહી નથી.

અન્નદાતા ખેડૂતો એકલા નથી. તે બતાવવાનો સમય છે. એટલા માટે હું માત્ર એટલું જ કહીશ કે કોંગ્રેસ અને એનસીપીની સાથે શિવસેના પણ સંપૂર્ણ તાકાત સાથે આ બંધમાં ઉતરશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો આ બંધને ટેકો આપશે કારણ કે દેશની જનતા જોઈ રહી છે એક કેન્દ્રીય મંત્રીનો પુત્ર ચાર ખેડૂતોની હત્યા કર્યા બાદ પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તેની અસર જનતાના મન પર પણ પડી છે.

આ પણ વાંચો :  ભારત ટૂંક સમયમાં કોરોના રસીની નિકાસ શરૂ કરશે, અત્યાર સુધીમાં 6.6 કરોડથી વધુ રસીની કરી છે નિકાસ

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">