પહેલા તબક્કામાં ગરમીને લઈ ઓછા મતદાનથી ચૂંટણી પંચને ચિંતા, હજુ છ તબક્કા કાળઝાળ ગરમીમાં યોજાશે

દેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા વધુ તાપમાન અને હીટવેવની આગાહીને પગલે, ચૂંટણી પંચે આજે સોમવારે હવામાન વિભાગના અધિકારીઓ સહિત અનેક સંબંધિતો સાથે બેઠક યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પહેલા તબક્કામાં ગરમીને લઈ ઓછા મતદાનથી ચૂંટણી પંચને ચિંતા, હજુ છ તબક્કા કાળઝાળ ગરમીમાં યોજાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2024 | 3:57 PM

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતાં ઓછું મતદાન નોંધાયું હતું. જે બાદ ચૂંટણી પંચે મતદાનની નોંધાયેલ ઓછી ટકાવારી પર ચિંતા વ્યક્ત કરી છે. મોટાભાગના રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ હીટ વેવને લઈને વ્યવસ્થા સુધારવાની ખાતરી આપી છે. રાજ્ય સરકારો પણ હવે પછીના તબક્કાઓના મતદાન સમયે વધુ સારી વ્યવસ્થા માટે પગલાં લેશે. સૂત્રોના હવાલાથી આ માહિતી બહાર આવી છે.

દેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમીના મોજાની આગાહીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ આજે સોમવારે સવારથી તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યું છે. મિટિંગમાં ગરમીમાં મતદાન વધે તે માટે અને હીટવેવેના કારણે ઊભુ થનારુ જોખમ ઘટાડવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

આ બેઠકમાં હવામાન વિભાગ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. દેશમાં હજુ છ તબક્કાનુ મતદાન યોજાવાનુ બાકી છે. બીજા તબક્કાનું મતદાન આગામી 26મી એપ્રિલે યોજાનાર છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પીએમ મોદીએ પણ યોજી હતી બેઠક

હવામાન વિજ્ઞાનના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, ‘IMD ચૂંટણી પંચના સતત સંપર્કમાં છે. હવામાનને લગતી આગાહી સાથે, અમે પ્રતિમાસ, સાપ્તાહિક અને દૈનિક આગાહીઓ કરીએ છીએ. ચૂંટણી પંચ સહીતના મહત્વના તમામ સરકારી વિભાગોને હીટવેવ અને ભેજના પ્રમાણ અંગેની આગાહી આપીએ છીએ. અમે ચૂંટણી પંચને એવા સ્થાનો વિશે ઇનપુટ્સ અને આગાહીઓ આપી રહ્યા છીએ જ્યાં ચૂંટણી બહુવિધ તબક્કામાં યોજાવાની છે.

આ અગાઉ ગત, 11 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી ઉનાળાની ઋતુની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમને એપ્રિલથી જૂન 2024ના સમયગાળા માટેના તાપમાન વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં આગામી ઉનાળાના દિવસોમાં તાપમાનના પ્રમાણ, હીટવેવ સહીત ઉનાળા સિઝનની આગાહીઓ પણ સામેલ છે. આ પછી, દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે.

વધુ તાપમાન લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે

પત્રકારોને સંબોધતા મહાપાત્રા કહ્યું છે કે આ ગરમીની મોસમમાં, પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોમાં તાપમાન ઊંચુ રહેવાનું છે. હીટવેવની અસર વિશે વાત કરતા IMDના ડાયરેક્ટર જનરલે કહ્યું કે હીટવેવ દરમિયાન તાપમાનમાં વધારો થવાનું જોખમ ઊભું થાય છે. વૃદ્ધ લોકો, બાળકો અને પહેલાથી જ બીમાર લોકોને હીટવેવ દરમિયાન સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">