ભારતમાં વરસાદી માહોલને કારણે ઘણાં પ્રદેશમાં જાહેર કરાયુ રેડ-યલો એલર્ટ, જાણો શું છે આ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી સાથે પૂર્વ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને પૂર્વ ઉત્તર પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ અને પશ્ચિમ યુપી, પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક માટે મંગળવારે એક રેડ એલર્ટ જારી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે દેશના અન્ય તમામ રાજ્યો માટે યેલો એલર્ટ જારી કરી છે.

ભારતમાં વરસાદી માહોલને કારણે ઘણાં પ્રદેશમાં જાહેર કરાયુ રેડ-યલો એલર્ટ, જાણો શું છે આ એલર્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 4:17 PM

ભારત (India) જેવા ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો  જેની સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોતા હોય તો એ છે મેઘરાજાની (Monsoon). લાંબા સમય રાહ જોયા બાદ હવે આખરે મેઘરાજા આખા દેશમાં મહેર વરસાવી રહ્યાં છે. હાલ દેશભરમાં વરસાદ પડી રહ્યો છે.

સોમવારે દિલ્હી (Delhi) સહિત અનેક રાજ્યોમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. આજે સોમવારે સવારથી વાતાવરણ સુખદ રહ્યું છે. હવામાન વિભાગે આગામી 72 કલાક સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે(Meteorological Department) ભારે વરસાદની ચેતવણી સાથે પૂર્વ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને પૂર્વ ઉત્તર પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ અને પશ્ચિમ યુપી, પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક માટે મંગળવારે એક રેડ એલર્ટ જારી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે દેશના અન્ય તમામ રાજ્યો માટે યેલો એલર્ટ જારી કરી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ચાલો જાણીએ શું છે મતલબ આ એલર્ટનો:

હવામાન વિભાગ દ્વારા સમય સમય પર પસંદ કરેલા રંગોને આધારે એલર્ટ જારી કરવામાં આવે છે.રેડ એલર્ટમાં, ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગંભીર પરિસ્થિતિમાં રેડ એલર્ટ જારી કરવામાં આવે છે.

રેડ એલર્ટ (Red alert )એટલે કે હવે જીવન અને સંપત્તિને સલામત કરવાનો સમય આવી ગયો છે. ઘણીવાર આ એલર્ટ પછી, ડેન્જર ઝોનમાં રહેતા લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં આવે છે અને હવામાન પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.

આવી જ રીતે ઉનાળામાં પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. જ્યારે ગરમીનો પારો 44 ડિગ્રીથી વધુ રહેવાની આશંકા હોય ત્યારે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. આવા સમયે બપોરે ૧થી ૫ બહાર ના નીકળવાની સૂચના હોય છે.

મધ્યમથી ભારે વરસાદ અથવા તો ૪૦થી ૪૪ ડિગ્રી ગરમીનો પારો પહોંચવામાં હોય ત્યારે ઓરેંજ એલર્ટ (Orange alert) જારી કરવામાં આવે છે. જો હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે હવે તમારે ખરાબ હવામાન માટે તૈયાર રહેવાની અને રેડ એલર્ટ માટે તૈયાર થવાની જરૂર છે.

યેલો એલર્ટ (Yellow alert) સામાન્યથી મધ્યમ વરસાદની ચેતવણી અથવા તો ગરમીના પારો અચાનક વધારાના સંકેત આપે છે જે આપણને સૂચવે છે કે સાવચેતીના પગલાંઓ લેવાની શરૂઆત કરી દેવી હિતાવહ છે.

આ પણ વાંયો : Monsoon Session 2021 મુખ્તાર અબ્બાસ નકવીને રાજ્યસભાના ઉપનેતા પદે નિયુક્ત કરાયા

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">