Good News : હવે ગામડાઓમાં પણ દવા પહોંચશે ડ્રોનથી, AIIMS ઋષિકેશમાં સફળ ટ્રાયલ

|

Feb 18, 2023 | 1:24 PM

ઘણી વખત દવાઓની જરૂરિયાત માટે કલાકો સુધી રાહ જોવી પડે છે, પરંતુ હવે દવાઓ પણ ડ્રોન ટેકનીકની મદદથી થોડીવારમાં પહોંચાડી શકાશે.

Good News : હવે ગામડાઓમાં પણ દવા પહોંચશે ડ્રોનથી, AIIMS ઋષિકેશમાં સફળ ટ્રાયલ
Drone Trial

Follow us on

ભારત ઝડપથી ડ્રોન ટેક્નોલોજી વિકસાવી રહ્યું છે. આ ટેક્નોલોજી માત્ર સંરક્ષણ ક્ષેત્રમાં જ નહીં પરંતુ કૃષિ અને આરોગ્ય ક્ષેત્રે પણ મોટી ભૂમિકા ભજવી શકે છે. આ માટે પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. ઘણા રાજ્યોના ખેડૂતો પણ આધુનિક ખેતી માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. હવે તેનો ઉપયોગ હેલ્થ સેક્ટરમાં પણ થશે.

ઋષિકેશમાં અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન (AIIMS) અને ટિહરી ગઢવાલની હોસ્પિટલને ડ્રોન પરીક્ષણ માટે પસંદ કરવામાં આવી હતી. રોડ માર્ગે આ બે હોસ્પિટલો વચ્ચેનું અંતર 75 કિલોમીટર હતુ જ્યારે હવાઈ અંતર માત્ર 36 કિલોમીટર હતુ.

ઉત્તરાખંડમાં પ્રથમ પરીક્ષણ કરવામા આવ્યુ

ગુરુવારે વર્ટીપ્લેન X3 ડ્રોને ઋષિકેશમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પાસેથી ઉડાન ભરી હતી. આગામી 30 મિનિટમાં 35 કિમીથી વધુનું હવાઈ અંતર કવર કરીને, બૌરારી જિલ્લાના ટિહરી ગઢવાલની ટેરેસ પર ઉતર્યું હતુ.આપને જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં આ પ્રકારનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતુ.આ ડ્રોન દ્વારા બે કિલો એન્ટી ટ્યુબરક્યુલોસિસ દવાઓ પહોંચાડવામાં આવી હતી. આ દવાઓ જિલ્લા હોસ્પિટલમાં મૂકી અને ટિહરીના દર્દીઓના ટ્યુબરક્યુલોસિસના સેમ્પલ લઈને એઈમ્સમાં પરત પણ ફર્યુ હતુ. આ સમગ્ર ટ્રાયલ સફળ રહી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

માત્ર અડધા કલાકમાં 40 કિલોમીટર

AIIMS ઋષિકેશે જણાવ્યું હતું કે લગભગ 40 કિમીનું હવાઈ અંતર 30 મિનિટમા કવર કરવામાં આવ્યુ હતુ. ડ્રોન AIIMS હેલિપેડથી ટિહરી ગઢવાલ જિલ્લા હોસ્પિટલમાં એન્ટિ-ટ્યુબરક્યુલોસિસ દવાઓ લઈ ગયો અને પછી ટીબીના નમૂનાઓ સાથે એઈમ્સ ઋષિકેશ પરત આવ્યુ. TechEagle ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડે આ પરીક્ષણ માટે ડ્રોન સેવા પ્રદાન કરી છે અને નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર (NHSRC) એ તકનીકી સહાય પૂરી પાડી છે. આ પ્રદર્શનમાં વર્ટીપ્લેન એક્સ-3 ડ્રોન મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Next Article