વિશ્વમાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાને કારણે ઘણા દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, સાથે સાથે કોરોના થયા બાદ ઘણા દર્દીઓમાં ફંગલ ઇન્ફેક્શનની સમસ્યાઓ પણ સામે આવે છે. જો કે ફંગલ ઇન્ફેક્શન કોરોના બાદ જ થાય એવુ જરુરી નથી. ફંગલ ઇન્ફેક્શનની બીમારી અન્ય કારણોસર પણ થઇ શકે છે પણ ફંગલ ઇન્ફેકશનથી દર્દીનું મોત પણ થઇ શકે છે.
COPD થયા બાદ હોસ્પિટલમાં દાખલ હતા
જે બે દર્દીઓમાં આ વેરિયન્ટ જોવા મળ્યો હતો, તે બંનેનું તાજેતરમાં જ મૃત્યુ થયું છે. બંને દર્દી ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD)થી પીડિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પલ્મોનરી ડિસીઝ એ ફેફસાંને લગતો રોગ છે, જેમાં શરીરમાં હવાનો પ્રવાહ ઓછો થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ રોગ થયા પછી, દર્દીના મૃત્યુની સંભાવના વધી જાય છે.
સ્વાસ્થ્યમાં સુધારો ન થયો
પ્રથમ દર્દીની સ્થિતિમાં સુધારો ન થતાં ખાનગી હોસ્પિટલે દર્દીને એઈમ્સમાં રીફર કર્યો હતો. AIIMSમાં તેમને એમ્ફોટેરિસિન B અને ઓરલ વોરીકોનાઝોલ નામની એન્ટિ-ફંગલ દવા આપવામાં આવી હતી. એક મહિનાની સારવાર બાદ પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો.
બીજી તરફ બીજા દર્દીને વધુ તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દર્દીને એમ્ફોટેરિસિન B એન્ટી ફંગલ દવા પણ આપવામાં આવી હતી. સારવારના એક અઠવાડિયા પછી, દર્દીને મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર થયો અને તેનું મૃત્યુ થયું.
2005માં એસ્પરગિલસ લેન્ટુલસનો પ્રથમ કેસ નોંધાયો હતો
વિશ્વમાં એસ્પરગિલસ લેન્ટુલસ નામની આ ફૂગનો પ્રથમ કેસ 2005માં નોંધાયો હતો. આ પછી, ઘણા દેશોના ડૉક્ટરોએ તેમના દર્દીઓમાં તેના અસ્તિત્વની પુષ્ટિ કરી હતી. ઈન્ડિયન જર્નલ ઑફ મેડિકલ માઈક્રોબાયોલોજી (IJMM) માં પ્રકાશિત અહેવાલ મુજબ, દિલ્હી AIIMSમાં આ ફૂગથી મૃત્યુ પામેલા એક દર્દીની ઉંમર 50 વર્ષ અને અન્યની 40 વર્ષની હતી.
એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ જોખમી
ફૂગના ચેપમાં વધારો થવાનું એક મુખ્ય કારણ ભારતમાં એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ હોવાનું નિષ્ણાંતો જણાવે છે. એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ સારા અને ખરાબ બંને બેક્ટેરિયાને મારી નાખે છે, શરીરમાં ફૂગના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે જે રોગોનું કારણ બને છે.
ફૂગની એક લાખથી વધુ પ્રજાતિ
WHOના ફૂગ પર સંશોધન વિભાગના વડા ડૉ. અરુણાલોક ચક્રવર્તીના જણાવ્યા અનુસાર, પર્યાવરણમાં ફૂગની એક લાખથી વધુ પ્રજાતિઓ છે. લગભગ એક દાયકા પહેલા સુધી, આમાંથી 200 થી 300 રોગનું કારણ હોવાનું માનવામાં આવતું હતું, જો કે હવે 700 થી વધુ આવા ફૂગની ઓળખ કરવામાં આવી છે જે રોગોનું કારણ બની શકે છે. આમાંની કેટલીક ઉપલબ્ધ દવાઓથી પણ અસર થતી નથી. તબીબોના મતે આવનારા દિવસોમાં ફંગલ ઈન્ફેક્શન વધુ ખતરનાક બનવાની આશંકા છે.
આ પણ વાંચો : મોદી સરકારે ભંગાર વેચી 62.54 કરોડની કરી કમાણી, 20 ફૂટબોલના મેદાન બરાબરની જગ્યા થઈ ખાલી