મોદી સરકારે ભંગાર વેચી 62.54 કરોડની કરી કમાણી, 20 ફૂટબોલના મેદાન બરાબરની જગ્યા થઈ ખાલી

3.30 લાખ જાહેર ફરિયાદોના લક્ષ્યાંક સામે 3.03 લાખ જેટલી જાહેર ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ નિર્ધારિત લક્ષ્યના 91.6 ટકા છે. ત્યારે ડેટા દર્શાવે છે કે 25,978ના લક્ષ્યાંક સામે 21,547 જાહેર ફરિયાદ અપીલોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

મોદી સરકારે ભંગાર વેચી 62.54 કરોડની કરી કમાણી, 20 ફૂટબોલના મેદાન બરાબરની જગ્યા થઈ ખાલી
PM Narendra Modi (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 3:20 PM

કેન્દ્રએ 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબરની વચ્ચે આયોજિત વિશેષ સરકારી સ્વચ્છતા ઝુંબેશ (Special Drive)માં 12.01 લાખ ચોરસ ફૂટની વિશાળ જગ્યા-લગભગ 20 ફૂટબોલ મેદાનની બરાબર જગ્યા ખાલી થઈ છે અને ભંગારનો નિકાલ કરીને રૂ. 62.54 કરોડની આવક પણ મેળવી છે. આ સરકારી ઈમારતો (Government buildings)માં નોંધપાત્ર ખાલી જગ્યા ઉમેરે છે. 

જેમાં કેન્દ્ર સરકાર (Central Government)ના બહુવિધ મંત્રાલયો આવેલા છે, પરંતુ સામાન્ય રીતે ફાઈલો, કાગળો અને એસેસરીઝના ઢગલાથી ભરેલી ઓફિસો દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. ગાંધી જયંતિ પર શરૂ થયેલી પખવાડિયાની લાંબી ડ્રાઈવે અન્ય પણ ઘણા લક્ષ્યો હાંસલ કર્યા હતા.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

દાખલા તરીકે 3.30 લાખ જાહેર ફરિયાદોના લક્ષ્યાંક સામે 3.03 લાખ જેટલી જાહેર ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ નિર્ધારિત લક્ષ્યના 91.6 ટકા છે. ત્યારે ડેટા દર્શાવે છે કે 25,978 ના લક્ષ્યાંક સામે 21,547 જાહેર ફરિયાદ અપીલોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

માહિતી અનુસાર સરળતા માટે 907 નિયમો અને પ્રક્રિયાઓની ઓળખ કરાઈ હતી, જેમાંથી 699 નિયમોને પેન-ગર્વમેન્ટ માટે સરળ બનાવવામાં આવ્યા હતા. ડેટા અનુસાર 45.54 લાખ જેટલી સરકારી ફાઇલોની સમીક્ષા કરવાની બાકી હતી, જેમાંથી 44.89 લાખની ઝુંબેશ દરમિયાન સમીક્ષા કરવામાં આવી હતી. તેવી જ રીતે 23.69 લાખ ફાઈલો દુર કરવા માટે ઓળખવામાં આવી હતી, જેમાંથી 21.89 લાખનો નિકાલ કરવામાં આવ્યો હતો.

અત્યાર સુધીમાં મંત્રાલયોએ 6,101ના લક્ષ્યાંકની સમગ્ર અભિયાન દરમિયાન 5,968 સ્વચ્છતા અભિયાનો હાથ ધર્યા છે. એક અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) તરફથી મહિનાના અભિયાનને હાથ ધરવા માટેના નિર્દેશો આવ્યા હતા અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબા દ્વારા એક પત્ર દ્વારા મંત્રાલયોને આની જાણ કરવામાં આવી હતી.

વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદો વિભાગે (DARPG) તમામ મંત્રાલયો અને વિભાગો દ્વારા અભિયાનના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે જવાબદાર નોડલ મંત્રાલય હતું. ડ્રાઈવ પર રીઅલ-ટાઈમ પ્રગતિની દેખરેખ માટે ડેડીકેડ ડેશબોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે દરેક પેરામીટર પરનો પ્રગતિ અંગેનો અંતિમ ડેટા આ મહિનાની શરૂઆતમાં સંકલિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર

આ પણ વાંચો: આખા પાકિસ્તાનમાં 25 નવેમ્બરે બંધ રહેશે પેટ્રોલ પંપ, ઈમરાન સરકારની આ ભૂલની સજા ભોગવી રહી છે સામાન્ય જનતા

g clip-path="url(#clip0_868_265)">