Delhi: શું ચિપ્સમાં ભેળવવામાં આવે છે ભૂંડની ચરબી? જાણો શું કહ્યું દિલ્હી હાઈકોર્ટે?

|

Dec 15, 2021 | 11:58 PM

કેટલીક ખાદ્ય ચીજો જે પ્રાણીઓમાંથી બનાવવામાં આવી હોય છે છતાં પણ ઉત્પાદક કંપનીઓ દ્વારા તેના પેકેટો પર લીલા નિશાનો દ્વારા શાકાહારી તરીકે જાહેર કરવામાં આવે છે.

Delhi: શું ચિપ્સમાં ભેળવવામાં આવે છે ભૂંડની ચરબી? જાણો શું કહ્યું દિલ્હી હાઈકોર્ટે?
Delhi High Court

Follow us on

દિલ્હી હાઈકોર્ટે (Delhi high Court) રામ ગૌ રક્ષા દળની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે જે તમામ જરૂરી સામગ્રીમાંથી સામાન બનાવવામાં આવે છે, હવે ઉત્પાદક કંપનીઓએ તેનો ખુલાસો કરવો પડશે. જેથી ગ્રાહક શાકાહારી (vegetarian) અને માંસાહારી (non-vegetarian) નક્કી કરી શકે. આના પર બેન્ચે વધુમાં કહ્યું કે લોકોને તે જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાય છે, શું તેઓ આ બાબતમાં કોઈ છેતરપિંડીનો શિકાર તો નથી બની રહ્યા ને?

 

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મુદ્દા પર સુનાવણી કરતી વખતે ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને જસમીત સિંહ (Justices Vipin Sanghi and Jasmeet Singh)ની બેન્ચે કહ્યું કે વસ્તુની નિર્માણ પ્રક્રિયામાં જે વસ્તુનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેને માત્ર લખીને કોડના મધ્યમથી જ ન દર્શવામાં આવે પરંતુ જે તે વસ્તુ બનાવવામાં માટે ઉપયોગમાં લેવાતી વનસ્પતિ કે પછી કોઈ પણ પ્રાણીનો ઉપયોગ થયો હોય તેની વિગત દર્શાવવી જોઈએ પછી ભલે તે પ્રકૃતિક રીતે કે પછી લેબોરેટરીમાં બન્યું હોય તેની ચર્ચા કરવી જોઈએ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

આ સાથે કોર્ટે એ પણ દર્શાવવાનો આદેશ આપ્યો છે કે જો તે વસ્તુમાં પ્રાણીઓ કે છોડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે કેટલી માત્રામાં કરવામાં આવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટપણે જણાવવા કહ્યું કે વસ્તુ બનાવવા માટે કયા સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે પ્રાણી છે કે છોડ અને કેટલી માત્રામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફૂડ બિઝનેસ ઓપરેટરોને નિર્દેશ આપતાં કોર્ટે કહ્યું કે રેગ્યુલેશન એક્ટ 2.2.2(4) હેઠળ જો કોઈ પ્રાણીનો ઉપયોગ કોમોડિટીના આધારે તેને બનાવવા માટે કરવામાં આવે છે તો તેને નોન-વેજિટેરિયનની શ્રેણીમાં રાખવો જોઈએ.

 

બેન્ચે એ પણ નોંધ્યું હતું કે એવું જોવામાં આવ્યું છે કે કેટલીક ખાદ્ય ચીજો જે પ્રાણીઓમાંથી બનાવવામાં આવી હોય છે છતાં પણ ઉત્પાદક કંપનીઓ દ્વારા તેના પેકેટો પર લીલા નિશાનો દ્વારા શાકાહારી તરીકે જાહેર કરવામાં આવે છે.

 

કોર્ટે એ પણ નોંધ્યું કે છે જો ખાદ્યપદાર્થોમાં ઉપયોગમાં લેવાતી માંસાહારી વસ્તુઓને જો દર્શાવવામાં નથી આવતી તો તે મોટા પ્રમાણના જનસમુહ સાથે છેતરપિંડી કર્યા સમાન છે અને જે લોકો માંસાહાર નથી કરતાં તેના મૌલિક અધિકારોનું હનન કરે છે.

 

કોર્ટે તે પણ કહ્યું કે તે મહત્વનું નથી કે માંસાહાર વસ્તુનો કેટલો ભાગ તેમાં શામેલ છે કારણ કે એવી માત્ર પણ શાકાહારમાંથી તેને માંસાહારની શ્રેણીમાં મૂકી દે છે. જે ઘણા લોકોની ધાર્મિક અને સાંસ્ક્રુતિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

 

ટ્રસ્ટે તેની અરજીમાં દલીલ કરી હતી કે દરેક નાગરિકને તે જાણવાનો મૂળભૂત અધિકાર છે કે તે પ્રાણીના શરીરના કયા અંગનો ઉપયોગ કરે છે અને ખોરાક, કપડાં, કોસ્મેટિક વસ્તુઓ, પરફ્યુમ અને અન્ય વસ્તુઓમાં તેનો ઉપયોગ કેટલી માત્રામાં થાય છે. 9 ડિસેમ્બરે, કોર્ટે અરજદારને કહ્યું હતું કે વસ્તુઓના પેકેટ પર આપવામાં આવેલ E631 ડિસોડિયમ ઈનોસાઈનેટ દર્શાવે છે.

 

કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે તેનો ઉપયોગ સામાન્ય રીતે ફૂડ એડિટિવ્સ બનાવવા માટે થાય છે, જે નૂડલ્સ, બટાકાની ચિપ્સ અને અન્ય ખાદ્ય ચીજોમાં ઉમેરવામાં આવે છે. જે માંસ અથવા માછલીમાંથી બનાવવામાં આવે છે. તેના પર કોર્ટે આગળ કહ્યું કે ગૂગલ પર થોડું સર્ચ કર્યા પછી ખબર પડી કે તેનો મુખ્ય સ્ત્રોત ડુક્કરની ચરબી છે. જો કે તે ફૂડ એડિટિવ છે, ફૂડ ઓપરેટરો તેને તેમના પેકેટ પર દર્શાવતા નથી. નિયમોના આધારે આવી ખાદ્ય વસ્તુઓ માંસાહારી ઉત્પાદનોની શ્રેણીમાં આવે છે.

 

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ તેમના પેકેટ્સ પર આવશ્યક વસ્તુ (જેમાંથી ખાદ્ય પદાર્થ બનાવવામાં આવે છે) દર્શાવવી જરૂરી છે અને આ ઉત્પાદક કંપનીઓએ પણ તેની ખાતરી કરવી જરૂરી છે. લીગલ મેટ્રોલોજી (પેકેજ કોમોડિટી) નિયમો, 2011 મુજબ પેકેટોને ટેગ કરવા અને તેને લાલ (શાકાહારી) અને લીલા (શાકાહારી) તરીકે વર્ગીકૃત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ અરજી પર આગામી સુનાવણી 31 જાન્યુઆરી, 2022ના રોજ થશે, જેમાં કોસ્મેટિક વસ્તુઓના દૃષ્ટિકોણને ધ્યાનમાં લઈને નિર્ણય આપવામાં આવે તેવી શક્યતા છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ચોરાયેલા બુલેટ સાથે ‘કિટ્ટો’ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, આ રીતે આપતા હતા ચોરીને અંજામ

આ પણ વાંચો: એક ચોકલેટે મહિલાને બનાવી અમીર, પોતાના નસીબ પર નથી થઈ રહ્યો ભરોસો

 

Next Article