એક ચોકલેટે મહિલાને બનાવી અમીર, પોતાના નસીબ પર નથી થઈ રહ્યો ભરોસો

ચોકલેટ ખાતી વખતે તેની અંદરથી ગોલ્ડન ટિકિટ મળી. જેની કિંમત 5 હજાર બ્રિટિશ પાઉન્ડ હતી. વોકરે જણાવ્યું કે જ્યારે તેને ચોકલેટની અંદરથી આ ટિકિટ મળી ત્યારે તે પોતાના નસીબ પર વિશ્વાસ ન કરી શકી.

એક ચોકલેટે મહિલાને બનાવી અમીર, પોતાના નસીબ પર નથી થઈ રહ્યો ભરોસો
A chocolate has made a woman rich
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Dec 15, 2021 | 11:12 PM

જો અમે તમને કહીએ કે એક મહિલા ચોકલેટ ખાધા પછી કરોડપતિ બની ગઈ તો તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે? સ્વાભાવિક રીતે તમે વિચારતા હશો કે કરોડપતિ સાથે ચોકલેટનું શું કનેક્શન છે. ખરેખર, બ્રિટનની (Britain) એક મહિલાને ચોકલેટ ખૂબ જ પસંદ હતી. દર વખતની જેમ આ વખતે પણ તેણે 500 રૂપિયાની ચોકલેટ ખરીદી હતી. પરંતુ આ ચોકલેટે તેનું નસીબ એવી રીતે બદલી નાખ્યું કે તે કરોડપતિ બની ગઈ. ચોકલેટ સાથે લોટરીની ટિકિટ હતી, જેનો લાભ મહિલાને લાખોમાં થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઓફર બ્રિટનના નેન્ટવિચના એક સુપરમાર્કેટમાં ચાલી રહી હતી. અહીંથી ચોકલેટ ખરીદનારાઓને લોટરી જીતવાની તક આપવામાં આવી રહી હતી. બજારમાં આવી ઓફરો રોજ મળતી હોવાથી મહિલાએ વિશ્વાસ ન કર્યો. પરંતુ તેને ચોકલેટ ગમતી હતી, તેથી તેણે તેને સ્ટોરમાંથી ખરીદી હતી. પરંતુ આ મહિલાનું નસીબ એટલું સારુ હતું કે તેને ચોકલેટની અંદરથી ગોલ્ડન ટિકિટ મળી ગઈ. પછી શું આ મહિલા રાતોરાત અમીર બની ગઇ.

સીન વોકર નામની મહિલાએ આ લોટરી જીતી છે. 43 વર્ષીય મહિલા તેના પુત્ર સાથે ચોકલેટ ખરીદવા માટે બજારમાં પહોંચી હતી. ચોકલેટ ખરીદતી વખતે મહિલાને ખ્યાલ નહોતો કે તે જે ચોકલેટ 500 રૂપિયામાં ખરીદી રહી છે તેના બદલામાં તેને લાખો રૂપિયા મળવાના છે.

મહિલાએ જણાવ્યું કે ચોકલેટ ખાતી વખતે તેની અંદરથી ગોલ્ડન ટિકિટ મળી. જેની કિંમત 5 હજાર બ્રિટિશ પાઉન્ડ હતી. વોકરે જણાવ્યું કે જ્યારે તેને ચોકલેટની અંદરથી આ ટિકિટ મળી ત્યારે તે પોતાના નસીબ પર વિશ્વાસ ન કરી શકી. પરંતુ જ્યારે તેને કહેવામાં આવ્યું કે તમે લાખો રૂપિયા જીતી ગયા છો, ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો.

તમને જણાવી દઈએ કે આ એકમાત્ર એવી મહિલા નથી જેને આ ગોલ્ડન ટિકિટ મળી છે. આવી ગોલ્ડન ટિકિટો કંપની દ્વારા 24 ચોકલેટની અંદર છુપાવીને રાખવામાં આવી હતી. વોકર સિવાય 23 વધુ લોકોને આ ઈનામ મળવાનું છે. કંપનીનું કહેવું છે કે ચોકલેટની અંદર 5થી 10 લાખ રૂપિયા સુધીના ઈનામો છુપાયેલા છે. હવે જોઈએ કે આગામી સીન વોકર કોણ હશે?

આ પણ વાંચો – Asian Champions Trophy: ભારતીય હોકી ટીમે ગોલનો કર્યો વરસાદ, બાંગ્લાદેશને 9-0થી હરાવી પ્રથમ જીત નોંધાવી, દિલપ્રિતની હૈટ્રિક

આ પણ વાંચો – OMG : આ બાળકી રમકડાની જેમ મહાકાય સાપ સાથે કરી રહી છે મસ્તી ! વીડિયો વાયરલ થતા લોકોના હોંશ ઉડી ગયા

આ પણ વાંચો – Vicky-Katrina Reception : રિસેપ્શનમાં કેટરિના કૈફને સાડી પહેરાવવાના લાખો રૂપિયા લેશે આ યુવતી, જાણો આ બોલિવૂડની ડ્રેપર ક્વીન વિશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati