Delhi: શ્રદ્ધા હત્યાકાંડ જેવી વધુ એક ઘટના બની, યુવતીની હત્યા કરી યુવકે લાશને ફ્રિજમાં છુપાવી

|

Feb 14, 2023 | 7:30 PM

દિલ્હીના બાબા હરિદાસ નગરમાં એક છોકરાએ એક છોકરીની નિર્દયતાથી હત્યા કરી અને પછી તેની લાશને ફ્રિજમાં છુપાવી દીધી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. આરોપી યુવકની ઓળખ સાહિલ ગેહલોત તરીકે થઈ છે.

Delhi: શ્રદ્ધા હત્યાકાંડ જેવી વધુ એક ઘટના બની, યુવતીની હત્યા કરી યુવકે લાશને ફ્રિજમાં છુપાવી
Murder

Follow us on

દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવી વધુ એક ઘટના સામે આવી છે. દિલ્હીના બાબા હરિદાસ નગરમાં એક છોકરાએ એક છોકરીની નિર્દયતાથી હત્યા કરી અને પછી તેની લાશને ફ્રિજમાં છુપાવી દીધી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. આરોપી યુવકની ઓળખ સાહિલ ગેહલોત તરીકે થઈ છે. આ મામલામાં, દિલ્હી પોલીસના ડીસીપીએ જણાવ્યું કે, કોઈએ પોલીસને જાણ કરી કે એક છોકરીના મૃતદેહને મિત્રાંવ ગામની બહારની બાજુમાં હત્યા કરીને છુપાવવામાં આવી છે.

માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને પોતાના કબજામાં લીધી હતી. પોલીસની ટીમ આરોપીની પૂછપરછમાં લાગેલી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવતીની હત્યા કેવી રીતે કરવામાં આવી, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે.

આ પણ વાંચો : Shraddha Murder case: આફતાબે આરીથી કર્યા હતા શ્રદ્ધાના 35 ટુકડા, ઓટોપ્સી રિપોર્ટમાં મોટો ખુલાસો

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

પોલીસ અધિકારીઓ ઘટનાની તપાસમાં લાગ્યા

પોલીસ ટીમે ઘટનાસ્થળે જઈને અન્ય પુરાવા એકત્ર કર્યા છે. એવું લાગે છે કે આરોપી લાશનો નિકાલ કરવાની તક શોધી રહ્યો હતો. પોલીસ અધિકારીઓ એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આરોપીઓએ મૃતદેહને ફ્રિજમાં રાખ્યો હશે જેથી તેમાંથી દુર્ગંધ ન આવે. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીના પરિવારજનોને માહિતી મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ આરોપી યુવકના સંબંધીઓની પણ પૂછપરછ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યુવક મૃતક યુવતીને પહેલાથી ઓળખતો હતો કે નહીં.

ગયા વર્ષે 18 મેના રોજ શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 18 મેના રોજ આફતાબ પૂનાવાલાએ દિલ્હીના છતરપુર વિસ્તારમાં તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આફતાબે શ્રદ્ધાના શરીરના અનેક ટુકડા કરી નાખ્યા હતા અને પછી તેને મહેરૌલી વિસ્તારમાં ફેંકી દીધા હતા. તે જ સમયે, શ્રદ્ધાના પિતાએ જણાવ્યું કે આરોપી આફતાબ દરરોજ તેમની પુત્રીને મારતો હતો. ઘણી વખત તેણે તેની પુત્રીના વાળ પકડીને તેને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે શ્રદ્ધાએ તેની માતાને ઘણી વખત કહ્યું હતું.

Published On - 4:27 pm, Tue, 14 February 23

Next Article