Shraddha Murder case: આફતાબે આરીથી કર્યા હતા શ્રદ્ધાના 35 ટુકડા, ઓટોપ્સી રિપોર્ટમાં મોટો ખુલાસો

જંગલમાંથી મળેલા હાડકાનું પોલીસે એઈમ્સમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મંગળવારે જ એઈમ્સના ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટનું વિશ્લેષણ કર્યું અને સંપૂર્ણ રિપોર્ટ પોલીસને સોંપ્યો હતો, તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આખા શરીરના ટુકડા કરવા માટે માત્ર આરી(એક જાતની કરવત)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Shraddha Murder case: આફતાબે આરીથી કર્યા હતા શ્રદ્ધાના 35 ટુકડા, ઓટોપ્સી રિપોર્ટમાં મોટો ખુલાસો
Image Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 11:32 AM

દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. જંગલમાંથી મળેલા શ્રદ્ધાના હાડકાના શબપરીક્ષણમાં જાણવા મળ્યું કે આફતાબે લોખંડની કરવત વડે શરીરના ટુકડા કર્યા હતા. પોલીસને જંગલમાંથી મળી આવેલા 23 હાડકાઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તમામ હાડકાં કરવતથી કાપવામાં આવ્યા હતા. નિરિક્ષણ બાદ AIIMSએ મંગળવારે પોલીસને રિપોર્ટ સોંપ્યો છે. હવે આ કેસમાં પોલીસ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં સાકેત કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે.

આ પણ વાંચો: Shraddha Murder case: શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ખર્ચને લઈને ઝઘડો થયો, પછી ગુસ્સામાં તેણે તેણીના 35 ટુકડા કરી નાખ્યા

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપી આફતાબની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરી હતી, તે દરમિયાન પોલીસે આરોપીઓની સૂચના પર ગુરુગ્રામ અને મહેરૌલીના જંગલોમાંથી કુલ 23 હાડકાં કબજે કર્યા હતા. આ તમામ હાડકાંનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, AIIMSમાં આ હાડકાના પોસ્ટમોર્ટમ રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, તેમાં જાણવા મળ્યું છે કે આરોપી આફતાબે આખું શરીર કરવતથી કાપી નાખ્યું હતું.

હાડકા પર જોવા મળ્યા આરીના નિશાન

જો કોઈ પણ વસ્તુને આરીથી કાપવામાં આવે તો તેમાં કરવતના નિશાન રહી જાય છે. આરીથી કાપવામાં આવેલો ભાગ થોડો રફ રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર શ્રદ્ધાના હાડકામાં પણ આવા જ નિશાન જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં તમામ હાડકાંનું વિશ્લેષણ કર્યા પછી ડૉક્ટરોએ સ્વીકાર્યું છે કે આખું શરીર કરવતથી કાપવામાં આવ્યું છે.

પહેલેથી જ મેચ થઈ ચુક્યું છે DNA

પોલીસે જણાવ્યું કે મેહરૌલી અને ગુરુગ્રામમાં અલગ-અલગ જગ્યાએથી મળેલા હાડકાનું ડીએનએ ગયા મહિને જ કરવામાં આવ્યું હતું. આ હાડકાનો DNA રિપોર્ટ શ્રદ્ધાના પિતાના DNA સાથે મેચ થયો હતો. આ તમામ હાડકાના ડીએનએ મેચ થઈ ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ફ્લેટમાંથી મળેલા લોહીના ડાઘના ડીએનએ સાથે હાડકાના ડીએનએ પણ મેચ થયા છે.

35 શરીરના ટુકડા, 18 દિવસ ફેક્યા

મહત્વનું છે કે, લિવ-ઈન પાર્ટનર આફતાબે 10 મેના રોજ જ શ્રદ્ધાની હત્યા કરી હતી. આ પછી, તેણે બે દિવસમાં મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા અને પછીના 18 દિવસમાં તેણે મૃતદેહના ટુંકડા અલગ-અલગ જગ્યાએ ફેક્યા હતા. આ કેસમાં પોલીસે 26 નવેમ્બરના રોજ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">