AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેકટરમા ભરીને લવાયા આતંકવાદીઓના મૃતદેહ, શરમ વગરની પાકિસ્તાન આર્મીએ વહાવ્યા આંસુ

ભારતીય સેનાના, શૌર્યભેર યોજેલા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂરના નામે કરેલ એર સ્ટ્રાઈકમાં 100 થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાઈ દેવાયો છે. આતંકવાદને સીધો અને આડકરતરી રીતે ટેકો આપતી પાકિસ્તાનની સેનાએ, ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા અનેક આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો. જે પાકિસ્તાનનો અસલી ચહેરો સાબિત કરે છે.

ટ્રેકટરમા ભરીને લવાયા આતંકવાદીઓના મૃતદેહ, શરમ વગરની પાકિસ્તાન આર્મીએ વહાવ્યા આંસુ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2025 | 8:10 PM
Share

Operation Sindoor : ભારતીય સેનાએ ઘરમાં ઘૂસીને મારવાના ભાગરૂપે આજે રાત્રે 1.30 કલાકે બહાદૂરીપૂર્વક હાથ ધરેલ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ભારતે માત્ર 25 મિનિટમાં 9 આતંકવાદી ઠેકાણાઓના 21 સ્થળોએ હુમલો કર્યો. આમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.

લશ્કર-એ-તૈયબાના મુખ્ય મથક મુરીદકે ખાતે આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાની સેના જોડાઈ હતી. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, પાકિસ્તાનની સેનાના અધિકારીઓની સાથે સાથે, આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબ્દુલ રઉફ પણ હાજર હતા. આ સમય દરમિયાન, પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ આતંકવાદીઓની અંતિમ સંસ્કાર સમયે હાથ જોડીને અને માથું ઝૂકાવેલા જોવા મળ્યા. આતંકવાદીઓ પ્રત્યે પાકિસ્તાની સેનાનું આ દર્દ, તેમનો સાચા ચહેરાની સાથે તેમની સાચી ઓળખ સાબિત કરે છે.

ઓપરેશન સિંદૂર પર ભારતે શું કહ્યું?

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિક્રમ મિશ્રીએ કહ્યું કે પહેલગામ આતંકી હુમલો, જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ પાછી લાવવાના પ્રયાસને નબળો પાડવાના ઈરાદા રૂપે કરાયો હતો. પહેલગામમાં થયેલો હુમલો પાશવી હતો, જેમાં પીડિતોને ખૂબ જ નજીકથી અને તેમના પરિવારોની આંખ સામે માથામાં ગોળી મારી દેવામાં આવી હતી.

પાકિસ્તાનના કોઈપણ દુરાચારનો સામનો કરવા તૈયાર

કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી છાવણીઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી ઠેકાણાઓની પસંદગી અધિકૃત ગુપ્ત માહિતી અને સરહદ પારના આતંકવાદમાં આતંકીઓની સંડોવણીના આધારે કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાનમાં કોઈપણ લશ્કરી મથકને નિશાન બનાવવામાં આવી ન હતી. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે, ભારત પાકિસ્તાનના કોઈપણ દુરાચારનો સામનો કરવા માટે તૈયાર છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">