પઠાણકોટનાં માધોપુર ક્ષેત્રનાં થરિયાલ ગામમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા સુતેલા પરિવાર પર હુમલો કરીને તેમને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. આ પરિવાર પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની કાકીનો છે. ઘટનામાં સુરેશ રૈનાનાં કાકા-કાકી અને અન્ય સદસ્ય ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા જેમાંથી કાકાનું મોત થઈ ગયું હતું. મળી રહેલી માહિતિ પ્રમાણે કાકીની હાલત પણ ગંભીર બતાવવામાં આવી રહી છે. પરિવાર રૈનાનો હોવાનું જાણ્યા બાદ પોલીસ પર દબાણ તો વધ્યું છે છતાં પોલીસનાં હાથ હજુ સુધી કશું લાગ્યું નથી.
ઘટના 19 ઓગસ્ટની છે, ઠેકેદાર અશોક કુમારનો પરિવાર ધાબા પર સુઈ રહ્યો હતો તે સમયે લુટારૂઓએ પરિવાર પર હુમલો કરી દીધો હતો. ગાઢ નિંદ્રા અને અચાનક હુમલાનાં કારણે તે લોકો બચાવ પણ ન કરી શક્યા. લુટારૂઓએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં સુરેશ રૈનાનાં કાકા અશોક કુમારની મોત થઈ ગઈ, ઘટનામાં કાકી આશા દેવી તેમનો 32 વર્ષનો પૂત્ર કૌશલ કુમાર, 24 વર્ષનો અપિન કુમાર અને 80 વર્ષની માતા સત્યા દેવી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
ઘટના બાદ પોલીસ અને ફોરેન્સીક ટીમ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી, મકાનની તમામ પણે બારીકાઈથી તપાસ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક અશોક કુમારની ચેક બુક અને અન્ય કાગળ થોડે દુરથી મળી આવી, પોલીસની ટીમે હુમલાખોરને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડની મદદ પણ લીધી છે જો કે કોઈ સુરાગ મળ્યો નથી.
સુરેશ રૈનાનાં બાઈ દિનેશ રૈનાએ ફોન પર વાતચીતમાં જણાવ્યું કે આટલા દિવસ બાદ પણ પોલીસ હજુ સુધી હત્યારાઓને પકડી નથી શકી. દિનેશનાં જણાવ્યા અનુસાર આ ઘટનાથી પરિવાર સ્તબ્ધ છે. તેમણે પંજાબ સરકારથી માગ કરી છે કે આરોપીઓને તરત ઝડપી પાડીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 1:18 pm, Sat, 29 August 20