દેશમાં કોરોના વાઈરસ સામે (Covid-19 Vaccination) ચાલી રહેલા વેક્સીનેશનનો આંકડો 106 કરોડને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે આજે સાંજે 7 વાગ્યા સુધી દેશભરમાં 61 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે દેશમાં કોવિડ -19 રસીકરણનો કુલ આંકડો વધીને 1.06 અરબ થઈ ગયો છે. જેમાં 73.13 કરોડ લોકોને પ્રથમ ડોઝ અને 32.94 કરોડ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં સૌથી વધુ વેક્સીન ઉત્તર પ્રદેશમાં (13.01 કરોડ ડોઝ) લગાવવામાં આવી છે. આ પછી મહારાષ્ટ્રમાં 9.76 કરોડ ડોઝ, પશ્ચિમ બંગાળમાં 7.64 કરોડ ડોઝ, ગુજરાતમાં 7.02 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એન્ટી-કોવિડ-19 રસીના 111.13 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલમાં રાજ્યો પાસે રસીના 12.73 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે, જેનો હજુ સુધી ઉપયોગ થયો નથી.
ભારત સરકારે આ વર્ષના અંત સુધીમાં તમામ પાત્રતા ધરાવતા લોકોને રસી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેથી, રસીકરણ અભિયાનને વધુ ઝડપી બનાવવા માટે રાજ્યો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 21 ઓક્ટોબરે દેશમાં વેક્સીનેશનનો આંકડો 1 અરબને પાર થયા પછી આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે હવે બીજા ડોઝની રાહ જોઈ રહેલા લોકો માટે વેક્સીન સુનિશ્ચિત કરવામાં આવશે. એક નિવેદનમાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવા લાભાર્થીઓ પર ધ્યાન આપવા જણાવ્યું હતું.
તાજેતરમાં સરકારી ડેટામાં એવું બહાર આવ્યું છે કે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લેનારા 11 કરોડથી વધુ લોકોએ બે ડોઝ વચ્ચેનું નિર્ધારિત અંતર પૂરૂ થયા પછી પણ બીજો ડોઝ લીધો નથી. આંકડા દર્શાવે છે કે 3.92 કરોડથી વધુ લાભાર્થીઓએ 6 અઠવાડિયાથી વધુ સમયથી બીજો ડોઝ લીધો નથી. આ રીતે લગભગ 1.57 કરોડ લોકોએ ચારથી છ અઠવાડિયાના વિલંબ પછી અને 1.5 કરોડથી વધારે લોકોએ બેથી ચાર અઠવાડિયાના વિલંબ પછી કોવિશિલ્ડ અથવા કોવેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.
તેવી જ રીતે, 3.38 કરોડથી વધુ લોકો એવા છે કે જેઓ બીજો ડોઝ લેવામાં બે અઠવાડિયા મોડા છે. કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 12-16 અઠવાડિયાનું અંતર છે, જ્યારે કોવેક્સિનના બે ડોઝ વચ્ચે ચાર અઠવાડિયાનું અંતર જાળવવામાં આવે છે. હાલમાં દેશમાં આ બંને રસીઓનું રસીકરણ મોટાપાયે ચાલી રહ્યું છે.
શનિવારે દેશમાં કોવિડ -19 ચેપના 14,313 નવા કેસ નોંધાયા હતા. આ પછી સંક્રમિતોની સંખ્યા વધીને 3,42,60,470 થઈ ગઈ છે. દેશમાં હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા (સારવાર લઈ રહેલા લોકો) 1,61,555 છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશભરમાં વધુ 549 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 4,57,740 થઈ ગયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર સક્રિય દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસોના 0.47 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછી છે. જ્યારે રિકવરી રેટ 98.19 ટકા છે.
આ પણ વાંચો : Sameer Wankhede Case: ‘સમીર વાનખેડેએ ધર્મ બદલ્યો, એવું લાગતું નથી’, રાષ્ટ્રીય SC કમિશનના ઉપાધ્યક્ષનું મોટું નિવેદન