VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો વધીને 62,808 પર પહોંચ્યો, એક જ દિવસમાં 115 લોકોનાં કોરોનાથી મોત
કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 2,894 વધીને 62 હજાર 808 પર પહોંચી ગયો છે. સક્રિય કેસની સંખ્યા વધીને 41,402 પર પહોંચી ગઈ છે. તો વધુ 115 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 2,101 પર પહોંચી ગયો છે. જ્યારે 19,301 લોકો સાજા પણ થયા […]

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 2,894 વધીને 62 હજાર 808 પર પહોંચી ગયો છે. સક્રિય કેસની સંખ્યા વધીને 41,402 પર પહોંચી ગઈ છે. તો વધુ 115 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 2,101 પર પહોંચી ગયો છે. જ્યારે 19,301 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં એક જ દિવસમાં 48 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 779 લોકોનાં મહારાષ્ટ્રમાં મોત થઈ ચૂક્યા છે. તો 1165 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 20 હજારને પાર કરી ગયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો