આશંકા : ઓમિક્રોન કેસ 2 મહિનામાં 10 લાખ સુધી પહોંચી શકે છે, એક્સપર્ટ કમેટીના ડૉક્ટરે કહ્યું સમયસર રોકવાની જરૂર છે

|

Dec 25, 2021 | 9:19 AM

કેન્દ્ર સરકારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના તથ્યોને ટાંકીને કહ્યું કે, ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ઝડપથી સમુદાયોમાં ફેલાઈ રહ્યો છે અને તેના કેસ બમણા થઈ રહ્યા છે.

આશંકા : ઓમિક્રોન કેસ 2 મહિનામાં 10 લાખ સુધી પહોંચી શકે છે, એક્સપર્ટ કમેટીના ડૉક્ટરે કહ્યું સમયસર રોકવાની જરૂર છે
corona virus omicron cases is going to reach one million in 2 months (Photo-PTI)

Follow us on

Omicron variant : દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron Variant) ના સતત વધી રહેલા કેસ વચ્ચે નિષ્ણાતો સતત કોવિડ-19ની ત્રીજી લહેરની આગાહી કરી રહ્યા છે. કેરળની કોવિડ એક્સપર્ટ કમિટી (Covid Expert Committee)ના સભ્ય ડૉ. ટી.એસ. અનીશે કહ્યું કે જો ગ્લોબલ ટ્રેડ્સ (Global Trades)પર નજર કરીએ તો 2-3 અઠવાડિયામાં દેશમાં ઓમિક્રોન કેસ (Omicron case)ની સંખ્યા 1,000 સુધી પહોંચી જશે અને આગામી 2 મહિનામાં તે 10 લાખ સુધી પહોંચી શકે છે.તેમણે કહ્યું કે ભારતમાં કોવિડ સંક્રમણની મોટી લહેર ને રોકવા માટે આપણી પાસે 1 મહિનાથી વધુ સમય નથી, તેને રોકવાની ખુબ જરૂર છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના ચેપના 358 કેસ નોંધાયા છે. તેમાંથી 183 કેસનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 121 લોકો વિદેશ પ્રવાસે ગયા હોવાનું જાણવા મળ્યું હતું. કેન્દ્ર સરકારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના તથ્યોને ટાંકીને કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) કરતા વધુ ઝડપથી સમુદાયોમાં ફેલાઈ રહ્યો છે અને તેના કેસ 1.5 થી ત્રણ દિવસમાં બમણા થઈ રહ્યા છે.

ડૉ. ટી.એસ. અનીશ તિરુવનંતપુરમ મેડિકલ કૉલેજ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગમાં સહાયક પ્રોફેસર છે. તેણે તાજેતરમાં એક સમાચારપત્રને જણાવ્યું હતું કે ઓમિક્રોનની પણ ડેલ્ટા વેરિઅન્ટની (બીજી લહેર દરમિયાન) જેવી સ્થિતિ હશે. તેમણે કહ્યું, “ઓમિક્રોન વેરિઅન્ટનો ફેલાવો સમુદાય ટ્રાન્સમિશન તરફ દોરી જશે, પરંતુ તે ક્યારે થશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. ઓમિક્રોન અને ડેલ્ટા સંપૂર્ણપણે અલગ પ્રકારો હોવાથી, નિષ્ણાતો ફરીથી ચેપ વધુ ફેલાય તે પણ નકારી રહ્યા નથી.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ શુક્રવારે ચેતવણી આપી હતી કે, વિશ્વ કોવિડ -19 કેસના ચોથી લહેરનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં કેસોની કુલ સંખ્યા ઘટી રહી હોવા છતાં, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મિઝોરમમાં હજુ પણ સંક્રમણની મોટી સંખ્યા નોંધાઈ છે. કેરળ અને મિઝોરમમાં કોવિડ-19નો ચેપ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે છે, જે ચિંતાનું કારણ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે, ભારતમાં અત્યાર સુધી મુખ્ય પ્રકાર ડેલ્ટા જ છે. તેમણે કહ્યું, “ઓમિક્રોન વેરિઅન્ટ્સ ગંભીર રોગનું કારણ નથી અને ભારતમાં મળી આવેલા તમામ કેસોમાં ત્રીજા ભાગના કેસો હળવા લક્ષણો વાળા હતા અને બાકીનામાં કોઈ લક્ષણો ન હતા. હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિઓ માટે સારવાર સમાન રહે છે. તે ડેલ્ટા, આલ્ફા અથવા બીટા વેરિઅન્ટને કારણે થતા ચેપની સારવાર કરતા અલગ નથી.”

ફેબ્રુઆરીમાં એક દિવસમાં 1.5 લાખ ચેપના કેસોની આશંકા

આ પહેલા IITના વૈજ્ઞાનિકોએ ફેબ્રુઆરીમાં Omicron વેરિઅન્ટને કારણે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા પણ વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે “સૌથી ખરાબ પરિસ્થિતિ” ફેબ્રુઆરીમાં દરરોજ નવા ચેપની સંખ્યા 1.5 લાખથી 1.8 લાખ હોઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ફેબ્રુઆરી પછી, આગામી મહિનાથી ઓમિક્રોનના કેસમાં ઘટાડો થવાનું શરૂ થશે, તેથી ભારતે ચિંતા કરવાને બદલે સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો : Omicronનો ખતરો વધ્યો, નવા વર્ષ પર નવા પ્રતિબંધો, 5 રાજ્યમાં નાઇટ કર્ફ્યુ, જાણો કયા રાજ્યમાં કેટલો કડક નિયમ

Next Article