AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Update : કેરળમાં કોરોના અને ઝીંકા વાયરસનો કહેર, 17,18 જુલાઈના રોજ સંપૂર્ણ લૉકડાઉન, બેંક પણ રહેશે બંધ

દેશમાં કોરોના વાયરસ(Corona virus)ની મહામારીની ગતિ ધીમી પડી ગઈ છે પરંતુ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં હજુ પણ સંક્રમણના આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઝીંકા વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. ત્યારે કેરળમાં ઝીંકા વાયરસ(Zika virus)ના કુલ કેસની સંખ્યા 18 થઈ છે.

Corona Update : કેરળમાં કોરોના અને ઝીંકા વાયરસનો કહેર, 17,18 જુલાઈના રોજ સંપૂર્ણ લૉકડાઉન, બેંક પણ રહેશે બંધ
Corona virus and Zinc virus outbreak in Kerala complete lockdown on July 17, 18,
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 8:49 AM
Share

Corona Update : કેરળ (Kerala)માં મંગળવારના રોજ કોવિડ-19(Covid-19)ના 14,539 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ કુલ સંક્રમિતની સંખ્યા 30,87,673 થઈ હતી છેલ્લા 24 કલાકમાં 124 કોરોના દર્દીના મોત થતા મૃતકોની સંખ્યા વધીને 14,810 થઈ હતી.

દેશમાં કોરોના વાયરસ(Corona virus)ની મહામારીની ગતિ ધીમી પડી ગઈ છે પરંતુ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં હજુ પણ સંક્રમણના આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઝીંકા વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. ત્યારે કેરળમાં ઝીંકા વાયરસ(Zika virus)ના કુલ કેસની સંખ્યા 18 થઈ છે જેમાં એક બાળક પણ સામેલ છે. કેરળ(Kerala)ના સ્વાસ્થય પ્રધાન વીના જૉર્જ કહ્યું કે,22 મહીના એક બાળક તેમજ 46 વર્ષીય વ્યક્તિ અને 29 વર્ષીય સ્વાસ્થ્ય કર્મીચારીપણ સંક્રમિત થયા છે. તેમણે કહ્યું રાજ્યમાં અત્યારસુધીમાં ઝીંકા વાયરસના કુલ 18 કેસ નોંધાયા છે.

કેરળ(Kerala)માં કોવિડ-19ના 14,539 નવા કેસ નોંધાયા છે ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 30,87,673 થઈ છે. તો છેલ્લા 24 કલાકમાં 124 દર્દીઓના મોત થયા છે. મૃતકોની સંખ્યા વધીને 14,810 થઈ છે.

સ્વાસ્થ્ય પ્રધાન વીણા જૉર્જે એક નિવેદનમાં કહ્યું કે, માલાપુરમમાં સૌથી વધુ 2,115 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ અર્નાકુલમમાં 1,624 અને કોલ્લમમાં 1,404 કેસ નોંધાયા છે. 10,331 લોકો સંક્રમણ મુક્ત થયા છે. ત્યારે કુલ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 29,57,201 થઈ છે રાજ્યમાં 1,15,174 લોકોની સારવાર હજુ ચાલી રહી છે.

ઝીંકા વાયરસ કેરળ માટે ખતરો બન્યો છે

કેરળ(Kerala)માં કોવિડ-19 સાથે ઝીંકા વાયરસના પ્રકોપથી સ્વાસ્થ્ય અધિકારીઓ માટે ચિંતાનો વિષય છે કારણ કે, દક્ષિણ રાજ્યોમાં કોરોના કેસ ઓછા કરવા માટેની લડાઈ ચાલી રહી છે. ઝીંકા વાયરસના લક્ષણ ડેન્ગયું અને ચિકનગુનિયા જેવા છે. મચ્છરોએ ડંખ માર્યા બાદ 2 થી 7 દિવસ સુધી વ્યક્તિ ઝીંકા વાયરસ(Zika virus)થી સંક્રમિત થાય છે. ઝીંકા વાયરસ(Zika virus)ના લક્ષણોમાં સામાન્ય તાવ, માથામાં દુ:ખાવો,ઉલટી જેવા લક્ષણો સામે છે.

આ પણ વાંચો : Cabinet Expansion : કોરોનાકાળમાં સંકટ સામે લડી રહ્યા હતા 5 મંત્રાલય, PM મોદીએ આ 5 ચેહરા પર લગાવ્યો દાવ

g clip-path="url(#clip0_868_265)">