18 વર્ષ સુધીનાને આપો કોરોનાની વેકિસન, IMAએ PM મોદીને લખ્યો પત્ર

અગાઉથી નોંધણી કરાવ્યા સિવાય નજીકના કોવિડ વેક્સિનેશન સેન્ટરમાં Covid Vaccination Center જઈને પણ રસી લઈ શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે ભલામણ કરાઈ છે.

| Updated on: Apr 06, 2021 | 12:35 PM

ઈન્ડિયન મેડીકલ એસોસિએશને, (IMA) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI)ને પત્ર લખ્યો છે. IMA વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, કોરોનાની દેશમાં ચાલી રહેલી બીજી લહેરમાં રસીકરણની કામગીરીમાં વધુ ઝડપ ( speed up vaccination) લાવવી જોઈએ. કોરોનાની રસી અત્યારે 45 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિને આપવામાં આવે છે. કોરોનાની રસી હવે 18 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિને આપવી જોઈએ તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

ઈન્ડિયન મેડીકલ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં એવુ પણ લખી જણાવ્યુ છે કે, અગાઉથી નોંધણી કરાવ્યા સિવાય નજીકના કોવિડ વેક્સિનેશન સેન્ટરમાં Covid Vaccination Center જઈને પણ રસી લઈ શકાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જો કે હાલ અનક રસી આપવાના સ્થળે નોંધણી કરાવવાની સાથેસાથે રસીકરણ સેન્ટર ઉપર જઈને નોંધણી કરાવીને પણ રસી લઈ શકાય છે.

જિલ્લા સ્તરે રસીકરણ અંગે ટાસ્કફોર્સ બનાવવા પણ લખી જણાવ્યુ છે. આ પ્રકારના ટાસ્ક ફોર્સ વડે સાર્વજનિક અને ખાનગીસ્તરે યુદ્ધના ધોરણે રસીકરણ મહાઅભિયાન ચલાવવા ઈન્ડિયન મેડીકલ એસોસિએશને વડાપ્રધાનને લખેલા પત્રમાં કહ્યું છે. રસીકરણની ઝુંબેશમાં ઝડપ લાવવા માટે ઈન્ડિયન મેડીકલ એસોસિએશન તમામ પ્રકારની સવલત અને સુવિધા આપવા તૈયાર હોવાનુ જણાવાયુ છે.

હાલ ભારતમાં કોરોનાની જે બીજી લહેર છે તે અતિ ગંભીર પ્રકારની છે. કોરોનાના જે સ્ટેન જોવા મળ્યા છે તે યુરોપ અને આફ્રિકામાં જોવા મળ્યા હતા તે પ્રકારના છે. જેનાથી સંક્રમણ વધુ ઝડપથી ફેલાય છે. અત્યારે દેશમાં સરેરાશ એક લાખની આસપાસ કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક,તામિલનાડુ, ઉતરપ્રદેશ, દિલ્લી, ગુજરાતમાં સૌથી વધુ એકટિવ કેસ સામે આવી રહ્યાં છે.

ઈન્ડિયન મેડીકલ એસોસિએશને તેમના પત્રમાં આવશ્યક ના હોય તેવી તમામ કામગીરી પણ બંધ કરાવી દેવી જોઈએ. જ્યા લોકો બિનજરૂરી એકઠા થતા હોય અને કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે તેવી તમામ કામગીરી ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવા સુચન કર્યુ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">