અખિલેશ યાદવ અને આઝમખાને સાંસદ તરીકે આપ્યા રાજીનામા, હવે પ્રદેશમાં કરશે રાજનીતિ
Uttar Pradesh: અખિલેશ યાદવ બાદ આઝમ ખાને પણ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું, બંને જ રહેશે ધારાસભ્ય
સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) આજે લોકસભાના સભ્યપદેથી (Lok Sabha membership) રાજીનામું આપી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં અખિલેશ યાદવ કરહાલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે એટલે કે મંગળવારે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં કરહાલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
અખિલેશ યાદવ 2019 માં આઝમગઢ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. અખિલેશ યાદવની સાથે આઝમ ખાને પણ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આઝમ ખાન રામપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
વિધાનસભા ચૂંટણીના પરિણામોથી જ ચર્ચા થઈ રહી હતી કે અખિલેશ યાદવ વિધાનસભા છોડી દેશે અથવા લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દેશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ કરહાલ સીટ પરથી ધારાસભ્યપદ છોડી શકે છે, પરંતુ આજે તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ તમામ અટકળોનો અંત આવી ગયો છે.
અખિલેશે કેન્દ્રીય મંત્રીને હરાવ્યા
વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવે કરહાલ સીટ પર સરળતાથી જીત મેળવી હતી અને કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલને હરાવ્યા હતા. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ પણ તેમના પ્રચારમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપને બહુમતી મળી છે, પરંતુ સપાએ 100 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે અને બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.
અખિલેશે ભાજપ પર નિશાન સાધ્યું
અખિલેશ યાદવે બીજેપી પર નિશાન સાધતા કહ્યું છે કે ‘ભાજપના શાસનમાં લોકશાહીની રક્ષાની આશા રાખવી એ દિવસે તારા શોધવા બરાબર છે.
भाजपा राज में लोकतंत्र की रक्षा की अपेक्षा करना… दिन में तारे ढूँढना है।
ये बाहुबल का घोर निंदनीय रूप है या तो पर्चा नहीं भरने दिया जाएगा या चुनाव को प्रभावित किया जायेगा या परिणामों को।
हार का डर ही जनमत को कुचलता है।
— Akhilesh Yadav (@yadavakhilesh) March 22, 2022
આ પણ વાંચોઃ
Punjab: વિધાનસભામાં CM ભગવંત માનની જાહેરાત, આવતીકાલે શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા રહેશે
આ પણ વાંચોઃ