Gujarati Video: બોટાદના ગઢડા તાલુકામાં મેઘ મહેર યથાવત, રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા
ઢસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેમજ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે. પાટણા, રસનાળ, જલાલપુરમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે જેના લીધે રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
Botad: બોટાદના ગઢડા તાલુકામાં મેઘ મહેર(Rain)યથાવત છે . જેના ઢસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેમજ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે. પાટણા, રસનાળ, જલાલપુરમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે જેના લીધે રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
બોટાદ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં શહેરનાં પાળીયાદ રોડ, રેલ્વે સ્ટેશન રોડ, હવેલી ચોક, ટાવરરોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો જિલ્લાનાં ગઢડા, ઢસા, પડવદર, ઈગોરાળા, સમઢીયાળા, પીપરડી સહિતનાં ગામોમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.
આ પણ વાંચો : Surat : સીટીલાઈટ એપાર્ટમેન્ટના 10માં માળે આગ લાગતા મહિલાનું મોત, બે બાળકીનું રેસ્ક્યુ કરાયું
આ ઉપરાંત બોટાદના બરવાળા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બરવાળાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘસાવી આવી પહોંચી.કાપડીયાળી, નાવડા, વાઢેળા સહિતના ગામડાઓમાં વરસ્યો વરસાદ પડી રહ્યો છે.