Rajkot: રાજકોટ ભાજપે મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરતાની સાથે જ ભડકો, તાત્કાલિક સ્થગિત કરવી પડી જાહેરાત

Rajkot: શહેર ભાજપે મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરતાની સાથે જ ભડકો થયો છે. શહેર ભાજપ પ્રમુખ દ્વારા શહેરના 18 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરવામાં આવી હતી. જો કે આ વરણી થતાની સાથે જ સંગઠનમાં ભડકો થયો હતો અને પ્રભારીઓની વરણી તાત્કાલિક અસરથી સ્થગીત કરવામાં આવી હતી.

Rajkot: રાજકોટ ભાજપે મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરતાની સાથે જ ભડકો, તાત્કાલિક સ્થગિત કરવી પડી જાહેરાત
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 14, 2023 | 10:17 PM

Rajkot: રાજકોટ ભાજપે મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરતાની સાથે જ ભડકો થતા તાત્કાલિક જાહેરાત સ્થગિત કરવી પડી હતી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્રારા શહેરના 18 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરવામાં આવી હતી. જો કે આ વરણી થતાની સાથે જ સંગઠનમાં ભડકો થયો હતો અને પ્રભારીઓની વરણી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી હતી. હોદ્દેદારોની જાહેરાત સાથે જ વિવાદ સર્જાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

પ્રક્રિયા પ્રમાણે મોરચાને યાદી સોંપવાની હોય તે સોંપતા ભૂલાઈ ગયું જેથી સ્થગિત રખાઇ છે-પ્રમુખ

આ અંગે ટીવીનાઇન સાથે વાતચીત કરતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું હતું કે પ્રોટોકોલ પ્રમાણે દરેક મોરચાના પ્રદેશ કક્ષાએ આ નામો મોકલવાના હોય છે, પરંતુ આ અમારી શરતચૂક હતી. જેથી આ નિમણૂક હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. પ્રદેશ કક્ષાએથી માર્ગદર્શન લઈને આગળ વધવામાં આવશે.

વિવિધ મોરચાના હોદ્દેદારની ભાજપે બહાર પાડેલી યાદી

  • મહિલા મોરચો- કિરણ માકડીયા
  • યુવા મોરચો- સહદેવ ડોડિયા
  • લઘુમતી મોરચો- યાકુબ પઠાણ
  • અનુસૂચિત મોરચો- સંજય બગડા

આ ઉપરાંત દરેક મોરચામાં બે બે મહામંત્રીઓની પણ નિમણૂક કરાઇ હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો : Rajkot: પૂર્વ CM રૂપાણીએ ખાતમુહૂર્ત કરેલા 5 થી વધુ મુખ્ય પ્રોજેક્ટના કામ 2 વર્ષથી અધ્ધરતાલ, મંથરગતિની કામગીરીથી સ્થાનિકો ત્રાહિમામ

યુવા મોરચાએ વાંધો ઉઠાવ્યો ?

સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે યુવા મોરચાએ આ નિમણૂકનો વાંધો ઉઠાવ્યો હતો. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે મોરચાની નિમણૂકને પ્રોટોકોલ પ્રમાણે પ્રદેશ સંગઠન સાથે પરામર્શ કરીને કરવી જોઇએ તેવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. જેના કારણે આ નિમણૂક સ્થગિત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુવા પ્રમુખના નામને લઇને વિવાદ સર્જાતા આ નિમણૂક સ્થગિત રાખવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">