Corona Update : કેન્દ્ર સરકારે રાજયો માટે જાહેર કરી એડવાઈઝરી, કોરોના નિયમોના ભંગ બદલ થશે કડક કાર્યવાહી

એડવાઇઝરી જાહેર કરતા કેન્દ્ર સરકારે કહ્યું કે સામાજિક અંતરના નિયમનો હજી પણ ભંગ થઈ રહ્યો છે. બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.

Corona Update : કેન્દ્ર સરકારે રાજયો માટે જાહેર કરી એડવાઈઝરી, કોરોના નિયમોના ભંગ બદલ થશે કડક કાર્યવાહી
Advisory issued by Central Government to States For Corona Protocol
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 4:17 PM

કોરોના(Corona)વાયરસ રોગચાળાના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ(Home Secreatary)અજય ભલ્લાએ રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમાં રોગચાળાને લગતા 5 સ્તરીય કાર્યક્રમ બનાવવાનું જણાવાયું છે. રાજ્યોને કેન્દ્ર સરકાર એડવાઇઝરી(Advisory)  જાહેર કરી  સૂચના આપવામાં આવી છે કે ટેસ્ટિંગ, ટ્રેક, ટ્રીટમેન્ટ, રસી અને કોરોના પ્રોટોકોલનું પાલન કરો.

કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરનારાઓ અને ભીડ એકત્ર થતી જગ્યાઓ પર લોકો સામે કડક પગલાં લેવા જણાવ્યું છે. આ એડવાઇઝરીમાં રાજ્યોમાં કોરોના અંગે યોગ્ય દેખરેખ સુનિશ્ચિત કરવાની વાત પણ કરવામાં આવી છે.

બજારોમાં વારંવાર પ્રોટોકોલનું ઉલ્લંઘન આ એડવાઇઝરી જાહેર કરતા કેન્દ્ર સરકારે કહ્યું કે સામાજિક અંતરના નિયમનો હજી પણ ભંગ થઈ રહ્યો છે. બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. તેમજ “આર” ફેક્ટરના કારણે કેટલાક રાજ્યોમાં કોરોનાની વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ભીડભાળ વાળી જગ્યાઓ પર વિશેષ સાવચેતી રાખવાની જરૂર

ગૃહ પ્રધાને રાજ્યોને જણાવ્યું હતું કે, તમારે ધ્યાન રાખવું જ જોઇએ કે 1.0 ઉપરના ‘આર’ ફેક્ટરમાં કોઈપણ વધારો કોરોનાના ફેલાવાનું સૂચક છે. તેથી તે મહત્વનું છે કે સંબંધિત અધિકારીઓને તમામ ભીડવાળી જગ્યાઓ પર કોરોના અનુરૂપ વ્યવહાર(CAB)સુનિશ્ચિત કરવા માટે જવાબદાર બનાવવામાં આવે.શોપ, મોલ, બજારો, માર્કેટ કોમ્પ્લેક્સ, સાપ્તાહિક બજારો, રેસ્ટોરાં અને બાર, બસ સ્ટેશન, રેલ્વે પ્લેટફોર્મ, જાહેર બાગ બગીચા, જીમ, બેન્કવેટ હોલ, વેડિંગ હોલ, સ્ટેડિયમ્સ, સ્પોર્ટ્સ  સંકૂલ જેવી જગ્યાઓ પર વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.

થોડા દિવસો પહેલા પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી

થોડા દિવસો પહેલા જ પીએમ મોદીએ ભીડવાળી જગ્યાઓ પર કોરોનાના નિયમોનું પાલન ન કરતા લોકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે બેદરકારી માટે કોઈ અવકાશ ન હોવો જોઇએ અને નાની ભૂલથી તેના દૂરોગામી પરિણામો આવી શકે છે, જેના કારણે આપણી કોરોના વિરુદ્ધ લડત નબળી પડી શકે છે.

ભય પેદા કરવો એ અમારું લક્ષ્ય નથી

વડા પ્રધાને મંત્રીઓને કહ્યું હતું કે હાલનાં મહિનાઓમાં કોરોનાના ચેપનાં કેસો વધુ નોંધાય છે, પરંતુ લોકોએ કામ વિના બહાર આવવું જોઈએ નહીં. દરેકને યાદ રાખવું જોઈએ કે કોરોનાની ત્રીજી લહેરની દહેશત છે. બીજા ઘણા દેશોમાં, ચેપના કેસમાં વધારો જોવા મળે છે, વાયરસમાં પરિવર્તન પણ થઈ રહ્યું છે. પીએમ મોદીએ મંત્રીઓને કહ્યું હતું કે ધ્યેય લોકોમાં ભય પેદા કરવાનો ન હોવો જોઈએ, પરંતુ લોકોને તમામ પ્રકારની સાવચેતી રાખવાની વિનંતી કરવી જોઈએ જેથી આવનારા સમયમાં રાષ્ટ્ર આ રોગચાળાના સંકટને દૂર કરી શકે. આ બેઠક દરમ્યાન વડાપ્રધાને મહારાષ્ટ્ર અને કેરળમાં ચેપના કેસમાં વધારા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">