જમ્મુ કાશ્મીર- હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન, 4 ઓક્ટોબરે જાહેર થશે પરિણામ

કેન્દ્રીય ચૂંટણી પંચે, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં અને હરિયાણા વિધાનસભાની એક તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. બન્ને રાજ્યોમાં મતગણતરી 4 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાની ચૂંટણી 25 સપ્ટેમ્બરે અને ત્રીજા અને આખરી તબક્કાની ચૂંટણી 1 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી પણ 1 ઓક્ટોબરના રોજ યોજાશે.

જમ્મુ કાશ્મીર- હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન, 4 ઓક્ટોબરે જાહેર થશે પરિણામ
Election Commission (File Photo)Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2024 | 4:02 PM

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી છે. જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન યોજવાની જાહેરાત કરાઈ છે. જ્યારે પરિણામ 4 ઓક્ટોબરના રોજ જાહેર કરાશે. પહેલા તબક્કામાં 18 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 25 સપ્ટેમ્બરના રોજ અને ત્રીજા તબક્કાની ચૂંટણી 1 ઓક્ટોબરના રોજ યોજાશે. હરિયાણા વિધાનસભા માટે 1 ઓક્ટોબરના રોજ મતદાન હાથ ધરાશે અને જમ્મુ કાશ્મીરની સાથે જ 4 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે.

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે એક જ તબક્કામાં 1 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. હરિયાણામાં 90 પૈકી 73 બેઠકો સામાન્ય છે. જ્યારે 17 બેઠકો અનામત છે. હરિયાણામાં 2 કરોડ 1 લાખ મતદાર નોંધાયેલા છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણી સમયે જમ્મુ કાશ્મીરમાં મતદાન માટે લાગેલી લાઈનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરના નાગરિકોએ, બુલેટ-બાયકોટને બેલેટથી નકારી દીધુ હતું.

સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

જમ્મુ કાશ્મીરમાં 90 બેઠકો માટે 11838 મતદાન કેન્દ્રો હશે. જેના માટે 87.09 લાખ મતદારો નોંધાયા છે. જમ્મુ કાશ્મીરમાં 360 મોડલ મતદાન મથકો બનાવવામાં આવશે.  હરિયાણામાં 90 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમા 73 સામાન્ય બેઠક અને 17 બેઠક અનામત બેઠક છે. હરિયાણા માટે 2 કરોડ 1 લાખ મતદારો નોંધાયેલા છે. 20629 મતદાન મથકો છે. શહેરી વિસ્તારમાં 7 હજાર અને ગ્રામ્ય વિસ્તારમાં 17 હજાર જેટલા મતદાન મથકોનો સમાવેશ થાય છે.

જમ્મુ કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કર્યા બાદ, પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. 2019માં ઓગસ્ટ મહિનામાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી દેવાયાની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ જાહેર કરાયો હતો. આ બાદ, જમ્મુ કાશ્મીર વિધાનસભા માટે નવું સીમાંકન હાથ ધરાયું હતું. જેમાં જમ્મુ કાશ્મીરમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સહીત પાકિસ્તાન હસ્તકના કાશ્મીર માટે પણ કેટલીક બેઠકો અનામત જાહેર કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બંધારણની કલમ 370 અમલમાં હતી ત્યારે જમ્મુ કાશ્મીરમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે કોઈ બેઠકો અનામત નહોતી.

બેઠકોની સંખ્યામાં કેટલો ફેરફાર થયો ?

બંધારણની કલમ 370 અમલમાં હતી અને જમ્મુ કાશ્મીર તથા લદ્દાખ એક હતું તે સમયે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની કુલ 111 બેઠકો હતી. જેમાથી જમ્મુમાં 37, કાશ્મીરમાં 46 અને લદ્દાખમાં 4 બેઠક હતી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 24 બેઠક હતી.

હવે નવા સીમાંકન બાદ જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 બેઠકો છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીર માટે માત્ર 24 સીટો આરક્ષિત છે. અહીં ચૂંટણી થઈ શકે તેમ નથી. જ્યારે લદ્દાખમાં હજુ સુધી વિધાનસભા અસ્તિત્વમાં નથી. આ રીતે કુલ 114 બેઠકો છે. જેમાંથી 90 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાશે.

ક્યાં અને કેટલી બેઠકો વધી?

જમ્મુ ક્ષેત્રમાં, સાંબા, કઠુઆ, રાજૌરી, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં એક-એક બેઠક વધારવામાં આવી છે. તો બીજી તરફ, કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે.

જમ્મુના સાંબામાં રામગઢ, કઠુઆમાં જસરોટા, રાજૌરીમાં થન્નામંડી, કિશ્તવાડમાં પેડર-નાગસેની, ડોડામાં ડોડા પશ્ચિમ અને ઉધમપુરમાં રામનગર નવા મતવિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે, કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે. કુપવાડામાં ત્રેહગામ નવો મતવિસ્તાર હશે. હવે કુપવાડામાં 5ને બદલે 6 બેઠકો બની છે.

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">