કૃષિ કાયદાને પરત કરવાના પ્રસ્તાવને મળી કેબિનેટની મંજૂરી, હવે સંસદમાં રજુ કરવામાં આવશે બીલ

|

Nov 24, 2021 | 3:56 PM

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. સંસદના આગામી સત્ર દરમિયાન આ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની અમારી પ્રાથમિકતા રહેશે.

કૃષિ કાયદાને પરત કરવાના પ્રસ્તાવને મળી કેબિનેટની મંજૂરી, હવે સંસદમાં રજુ કરવામાં આવશે બીલ
Cabinet meeting(File Photo)

Follow us on

દિલ્હી(Delhi)માં કેન્દ્રીય કેબિનેટ(Central cabinet)ની બેઠકમાં કૃષિ કાયદા(Agricultural laws)ને પાછો ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. બુધવારે દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ પર મળેલી કેબિનેટની આ બેઠકમાં કૃષિ કાયદાને રદ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં લગભગ 40 ખેડૂત સંગઠનો(Farmer Association) છેલ્લા એક વર્ષથી દિલ્હીની સરહદ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. સંસદના આગામી સત્ર દરમિયાન આ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની અમારી પ્રાથમિકતા રહેશે.

ઔપચારિકતા પૂર્ણ કરાઇ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા રાષ્ટ્રને સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણયની જાહેરાત કરી હતી. જે અનુસાર કેબિનેટમાં ત્રણે કૃષિ બીલને પરત ખેંચવાની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી છે. હવે સંસદમાં આ કાયદો પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે,

લોકસભા સચિવાલયના બુલેટિન અનુસાર, 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવા સંબંધિત બિલો રજૂ કરાશે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

બિલ કાયદા મંત્રાલયને મોકલાશે
29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં સરકાર આ બિલને પાછું ખેંચવા માટે બિલ રજૂ કરશે. બિલ લાવતા પહેલા કૃષિ મંત્રાલય સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓને પાછું ખેંચવા સંબંધિત પ્રસ્તાવ તૈયાર કરીને કાયદા મંત્રાલયને મોકલશે.

અવરોધ વિના મળી શકે છે મંજુરી
કાયદા મંત્રાલય આ પ્રસ્તાવની કાનૂની માન્યતાની તપાસ કરશે. જો કે, સરકારની સંમતિને કારણે, આ ખરડાને પરત ખેંચી લેવા માટે કાયદા મંત્રાલય દ્વારા કોઈપણ અવરોધ વિના મંજૂરી આપવામાં આવશે. આ પછી, કૃષિ મંત્રાલય ડ્રાફ્ટના આધારે બિલ તૈયાર કરશે અને તેને સંસદમાં રજૂ કરશે. આ પછી, બિલ પરત કરવા પર ચર્ચા, ચર્ચા અને મતદાન થશે. લોકસભાના વોટિંગમાં બે તૃતિયાંશ બહુમતી મળ્યા બાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે અને ત્યાં પણ બિલ પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે.

બે તૃતીયાંશ બહુમતી જરૂરી
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદો રદ્દ થઈ જશે. તમને જણાવી દઈએ કે જો કાયદો બંધારણીય સુધારો છે, તો તેના માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે અને રદ્દ કરાયેલા બિલ માટે સમાન બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે.

ખેડૂતો માગ પર અડગ
મહત્વનું છે કે 19 નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે મહિનાઓથી આંદોલન કરી રહેલા ખેડૂતોને ઘરે પરત ફરવાની અપીલ પણ કરી હતી. જો કે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે જો સરકારે જાહેરાત કરી હોય તો તેઓ પ્રસ્તાવ લાવી શકે છે, પરંતુ MSP અને 700 ખેડૂતોના મોત એ પણ અમારો મુદ્દો છે. સરકારે પણ આ અંગે વાત કરવી જોઈએ. જો સરકાર 26 જાન્યુઆરી પહેલા સંમત થશે તો અમે નીકળી જઈશું. ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણી વિશે જણાવીશું.

લગભગ એક વર્ષથી વિરોધ કરી રહેલા ખેડૂતોના સંગઠનોની મુખ્ય માગ આ ત્રણ કાયદાને રદ કરવાની છે. જ્યારે સરકારે આ કાયદાઓને ખેડૂતોની આવક વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું, ત્યારે ખેડૂતોએ કહ્યું હતું કે આ કાયદાઓ તેમને કોર્પોરેટ ગૃહો પર નિર્ભર બનાવશે.

આ પણ વાંચો : Rajasthan Corona Alert: 22 દિવસમાં 19 બાળક કોરોના પોઝિટિવ, આરોગ્ય મંત્રીએ કહ્યું કેન્દ્રના નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવી, ભાજપે સાધ્યુ નિશાન

આ પણ વાંચો : Viral Video : લો બોલો ! પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યુ, ‘ગાર્લિક એટલે આદુ’, સોશિયલ મીડિયા પર મંત્રીની ઉડી મજાક

Published On - 3:51 pm, Wed, 24 November 21

Next Article