એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ FEMAની જોગવાઈઓ હેઠળ બેંગલુરુમાં રવિન્દ્રન બાયજુ (BYJU) અને તેની કંપની ‘થિંક એન્ડ લર્ન ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મની 3 જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું છે. EDએ સર્ચ ઓપરેશન દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા છે.
ત્યારે આ પ્રખ્યાત એજ્યુકેશન કંપની અને વિશ્વની સૌથી મૂલ્યવાન એડટેક સ્ટાર્ટ-અપ બાયજુસ કંપની પર તેની સેવા લેનાર લોકોએ છેતરપીંડી સહિત શોષણના પણ ઘણા આરોપો લાગ્યા છે. ત્યારે કેટલાક લોકો તેને લઈને કેસ દાખલ કરતા કાર્યવાહી પણ થઈ છે. ત્યારે આ એપ તેમજ તેની સેવાને લઈને લોકોના લગાવેલ આરોપોના આધારે આ જાણકારી આપી રહ્યા છે.
મિડીયા રિપોર્ટ મુજબ એક તેની સેવા લેનાર એક યુવકે તેઓ તેનું રિફંડ મેળવવા માટે મહિનાઓથી આ કંપનીની પરેશાન કરી રહી હોવાના આરોપ લગાવ્યા હતા. જેમણે કહ્યુ હતુ કે તેમના પુત્રને ગણિત અને વિજ્ઞાન શીખવવા માટે બાયજુ પાસેથી બે વર્ષનો પ્રોગ્રામ ખરીદ્યો હતો. આ માટે તેણે બાયજુને 5,000 રૂપિયા આપ્યા. જે બાદ તેમણે કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમના પુત્રને રૂબરૂ કોચિંગ આપવામાં આવશે અને કાઉન્સેલરની સેવાઓ પણ મળશે. પરંતુ શરૂઆતના થોડા મહિનાઓ પછી, બાયજુએ તેના કૉલનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતુ.
આ અગાઉ એક આક્ષેપ કર્તા BYJU’sને લઈને જણાવ્યુ હતુ કે BYJU’S નામની કંપનીએ તેણીનીની પુત્રીના સારા અભ્યાસને કારણે તેને આખા વર્ષ દરમિયાન ઓનલાઈન ટ્યુશન અને લેપટોપ આપવાનું વચન આપ્યું હતું. કહ્યું કે આ માટે તેઓએ કેટલાક પૈસા ખર્ચવા પડશે. જેને લઈને આ સંબંધમાં BYJU’s કંપનીમાંથી શશાંક નેગી નામનો વ્યક્તિ તેના ઘરે આવ્યો હતો અને કહ્યુ કે ટ્યુશન ફી અને લેપટોપના પૈસા BYJUSને હપ્તામાં ચૂકવવા પડશે. આ પછી તેણે શશાંકને પ્રક્રિયા રદ કરવા કહ્યું કારણ કે તેના પતિ હવે તેમ ઈચ્છતા ન હતા . પરંતુ શશાંકે આક્ષેપ કર્તાને કહ્યુ કે લોનની પ્રક્રિયા થઈ ગઈ છે.
જે બાદ બાયજુસ પર UPSC અભ્યાસક્રમમાં ખોટી માહિતી આપવાનો આરોપ લાગ્યો હતો. સાયન્સ ફર્મ ક્રાઈમિયોફોબિયાના સ્થાપક સ્નેહિલ ધલએ આરે કોલોની પોલીસ સ્ટેશનમાં બાયજુના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં UPSC અભ્યાસક્રમમાં કહ્યું હતું કે CBI એ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન વિરૂદ્ધ ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (UNTOC)ની નોડલ એજન્સી છે. ધલના જણાવ્યા અનુસાર, CBI એ સ્પષ્ટ કર્યું છે કે તે યુએનટીઓસી માટે નોડલ એજન્સી નથી. તેથી તેણે ખોટી માહિતી આપવા બદલ બાયજુસ વિરુદ્ધ FIR દાખલ કરી છે.
BYJU’s પર વિદ્યાર્થીઓએ પણ આરોપ લગાવ્યા છે કે તેમનું શોષણ થયું છે અને લોન આધારિત કરારો કરાવવા માટે તેમને છેતરવામાં આવી રહ્યા છે. કોર્સ ખરીદવા માટે તેઓએ તેમની બચત અને ભવિષ્ય જોખમમાં મૂકવું પડશે. આ બાબતે, બાળ અધિકાર સંસ્થાએ અગાઉ રવીન્દ્રનને 23 ડિસેમ્બરે વિદ્યાર્થીઓને BYJUના કોર્સમાં હાર્ડ સેલિંગ અને મિસ સેલિંગના કથિત ગેરરીતિ અંગે રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, “કમિશન પાસે આવેલા એક સમાચારમાં જણાવાયું છે કે BYJUની સેલ્સ ટીમ તેમના બાળકો માટે કોર્સ ખરીદવા માટે માતા-પિતાને લલચાવે છે, છેતરે છે અને શોષણ કરે છે.”
Published On - 3:44 pm, Sat, 29 April 23