Budget in Gujarati 2021 LIVE: બજેટમાં આમથી લઈ ખાસ સુધીને મેનેજ કરવા સરકારનાં પ્રયાસ, ઈન્કમટેક્સનો સ્લેબ યથાવત

Pinak Shukla
| Edited By: | Updated on: Mar 16, 2021 | 11:44 PM

Budget in Gujarati 2021 LIVE: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે બજેટ રજુ કરવા માટે જઈ રહ્યા છે. સવારે 11 કલાકથી તે બજેટ ભાષણની શરૂઆત કરશે. માનવામાં આવી રહ્યું છે કે તે કોરોના મહામારીને કારણે બગડેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તે અનેક અગત્યની જાહેરાત કરી શકે છે. 

Budget in Gujarati 2021 LIVE: બજેટમાં આમથી લઈ ખાસ સુધીને મેનેજ કરવા સરકારનાં પ્રયાસ, ઈન્કમટેક્સનો સ્લેબ યથાવત
અર્થવ્યવસ્થાને લાગશે 'વિકાસની વેક્સીન'

Budget in Gujarati 2021 LIVE: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે બજેટ રજુ કરવા માટે જઈ રહ્યા છે. સવારે 11 કલાકથી તે બજેટ ભાષણની શરૂઆત કરશે. માનવામાં આવી રહ્યું છે કે તે કોરોના મહામારીને કારણે બગડેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તે અનેક અગત્યની જાહેરાત કરી શકે છે.

બીજી તરફ લોકોને રોજગારી, ટેક્સમાં છુટ, મોંઘવારી જેવા મુદ્દાઓ પર સરકાર પાસેથી ઘણી આશા છે. જાણકારોનું માનીએ તો આના પર મળનારી છુટનાં દાયરામાંવધરો કરવામાં આવી શકે છે. આવકવેરાની કલમ 80-સી હેઠળ 1.5 લાખ રૂપીયા સુધીની લાઈન પર હોમ લોનની મૂળ રકમ આવે છે જેને વધારવામાં આવી શકે છે. એજ પ્રકારે કલમ 24-બી હેઠળ ટેક્સમાં છુટનાં ફાયદાને વધારવામાં આવી શકે છે.

કોરોનોનાના કારણે આ બજેટ ઈતિહાસમાં પ્રથમવાર પેપર પર નહીં છપાશે. આ વખતે બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લંબાવી શકે છે તો ક્સ્ટમ ડ્યૂટીમાં બદલાવ થઈ શકે છે. દરેક વર્ગના લોકો માટે કંઈકને કંઈક જાહેરાત થઈ શકે છે તો ઉદ્યોગ જગતને પણ મોટી ભેટ મળે તેવી આશા છે.

કેવું હશે બજેટ 2021-22 

  1. ઈકોનોમીને પાટા પર ચડાવવા મહત્વની જાહેરાત થઈ શકે
  2. તમામ લોકો માટે નાની મોટી જાહેરાતની શક્યતા
  3. ઉદ્યોગોને પણ મોટી ભેટ મળે તેવી આશા
  4. નોકરી, હેલ્થ, ડિફેન્સ ક્ષેત્ર પર રહેશે વધુ ફોક્સ
  5. એમએમએમઆઈથી પણ નાના ઉદ્યોગોનું રખાશે ધ્યાન
  6. ટેક્સમાં કલમ 80સી અંતર્ગત મળતી છૂટ વધી શકે
  7. ટેક્સમાં છૂટ 3 લાખ રૂપિયા સુધીની થઈ શકે
  8. 5 લાખ સુધીની કમાણી થઈ શકે છે ટેક્સ-ફ્રી,
  9. 80 ડીમાં 25000 ડિડક્શન વધારી 50 હજાર થઈ શકે
  10. સીનિયર સિટીજન માટે મર્યાદા 75000 સુધી કરાઈ શકે
  11. વર્ક ફ્રોમ હોમને લઈને પણ છૂટછાટ મળી શકે
  12. ટર્મ ઈંશ્યોરન્સ લોકો વધુ લે તે માટે પણ થઈ શકે જાહેરાત
  13. બજેટમાં કોવિડ સેસની પણ થઈ શકે છે જાહેરાત
  14. ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર પણ વધી શકે છે રાહત
  15. ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર વધી શકે છે ડિડક્શનની લિમિટ
  16. સારવાર પર થનારા ખર્ચ પર ટેક્સ છૂટ લિમિટ વધી શકે છે

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Feb 2021 04:52 PM (IST)

    P Chidambaram LIVE: પૂર્વ નાણાપ્રધાને જણાવ્યું કે બજેટ પર સરકાર પાસેથી ઘણી અપેક્ષા હતી

    પૂર્વ નાણાપ્રધાન ચિંદંમબરમે બજેટ પર બોલતા જણાવ્યું કે બજેટ પર સરકાર પાસેથી ઘણી અપેક્ષા હતી. બજેટમાં ટેક્સ પેયર્સ માટે કાંઈ નથી અપાયું તો ખેડુતો માટે પણ કઈ ખાસ નહી હોવાનો આક્ષેપ તેમમે જમાવ્યો.

  • 01 Feb 2021 04:48 PM (IST)

    JP Nadda LIVE: ભાજપ પ્રમુખે કર્યા બજેટનાં વખાણ, કહ્યું કે દરેક ક્ષેત્રનો વિકાસ કરવા વાળુ બજેટ

    JP Nadda LIVE: જે પી નડ્ડાએ પોતાની પ્રતિક્રિયા બડેટ પર આપતા જણાવ્યું કે બજેટમાં પાયાની સુવિધાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. ખેડુતોની આવક વધારવી એ અમારો એજન્ડા છે.

  • 01 Feb 2021 03:34 PM (IST)

    Nirmala Sitaraman Live: બેન્કોને નુક્સાનમાંથી ઉગારવા માટે ખાસ વ્યવસ્થા, નાણાકીય ખોટમાં કશું છુપાવવાનું નથી રાખ્યું

    નાણાપ્રધાને જણાવ્યું કે કૃષિ સેસનો બોજો જનતા પર નહી પડે. બજેટથી અર્થવ્યવસ્થા મજબુત થશે. બજેટમાં ખેડુતોની સ્થિતિ સુધારવા માટેનાં પ્રયાસ કરવામાં આવ્યા છે

  • 01 Feb 2021 03:29 PM (IST)

    Nirmala Sitaraman Live: સરકારી બેન્કોની મદદ માટે 20 હજાર કરોડ, ખર્છ કર્યો એટલે નાણાકીય ખાધ વધી

    નિર્મલા સીતારમણે જણાવ્યું કે નાંણાકીય ખોટને નીચે લઈ જવામાં આવશે. ખર્ચ વધારવામાં આવ્યો એટલે નાણાકીય ખાધમાં વધારો થયો છે. બજેટથી આધારભુત સ્ટ્રક્ચરપર ભાર મુકવામાં આવ્યો છે.

  • 01 Feb 2021 03:25 PM (IST)

    Nirmala Sitaraman Live: બજેટથી અર્થવ્યવસ્થામાં મજબુતી આવશે, હેલ્થનાં બજેટમાં વધારો કરવામાં આવ્યો

    બજેટ રજુ કર્યા બાદ નાણા પ્રધાને જણાવ્યું કે LIC માટે નવો IPO લાવવામાં આવી રહ્યો છે. નોન પર્ફોર્મીંગ એસેટ મુદ્દે બેન્કોની મદદ કરવામાં આવી રહ્યું છે. નાંણાકિય ક્ષેત્રમાં કામ કરવામાં આવી રહ્યું છે. હેલ્થનું બજેટ 2 લાખ 23 હજાર કરોડ રાખવામાં આવ્યું છે.

  • 01 Feb 2021 03:21 PM (IST)

    Nirmala Sitaraman Live: બજેટ રજુ કર્યા બાદ નાણા પ્રધાને કહ્યું બજેટમાં આધારભુત સ્ટ્રક્ચર પર ભાર

    નાણા પ્રધાને જણાવ્યું કે બજેટથી આર્થિક વ્યવસ્થા અને અર્થતંત્રમાં મજબુતી આવશે. બજેટમાં હેલ્થ સેક્ટર માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.  લોકડાઉનનાં સમયમાં ટેસ્ટીંગ લેબની સંખ્યામાં વધારો થયો છે.

  • 01 Feb 2021 03:04 PM (IST)

    PM MODI LIVE: બજેટથી દેશમાં નવી રોજગારીનું સર્જન થઈ શકશે, ખેડુતો માટે અનેક વ્યવસ્થા કરાઈ

    વડાપિ્રધાન મોદીએ જણાવ્યું કે APMCમાં મંડીઓને મજબુત કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે ખેડુતોને સરળતાથી લોન મળી રહે તે માટે પ્રાવધાન કરવામાં આવ્યું છે. ખેડુતોની આવક વધારવા બજેટમાં જોર આપવામાં આવ્યું છે.

  • 01 Feb 2021 03:00 PM (IST)

    PM MODI LIVE: વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં પ્રોએક્ટીવ બજેટ અપાયું

    PM MODI એ જણાવ્યું કે કોરોનાની લડાઈમાં આપણે આગળ રહ્યા છે. જાન અને જહાન બંને સબુત રાખવા વાળુ આ બજેટ છે. આ બજેટથી દેશનાં યુવાનોને અલગ તાકાત મળશે

  • 01 Feb 2021 02:57 PM (IST)

    Budget in Gujarati 2021 LIVE: PM MODIએ કહ્યું કે બજેટમાં આત્મનિર્ભર ભારતનું વિઝન

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વિકાસ અને વિશ્વાસ વાળુ બજેટ છે. આત્મનિર્ભર ભારતનું વિઝન બજેટમાં જોવા મળી રહ્યું છે. આ બજેટથી દેશનાં લોકોને આત્મવિશ્વાસ વધશે

  • 01 Feb 2021 01:28 PM (IST)

    Budget in Gujarati 2021 LIVE: શેરબજાર 48 હજાર પોઈન્ટ પર પહોચી ગયું

    બજેટની જાહેરાત બાદ શેર બજાર સતત વધતુ રહ્યું હતું. 900 પોઈન્ટથી લઈ 1500 પોઈન્ટ ઉપર થઈને શરબજાર 48 હજારની સપાટી પર પોહચીને જોણે ફુલ ગુલાબી તેજીમાં દેખાઈ રહ્યું હતું. ટૂંકમા શેર બજારની આ તેજી એ બતાવી રહી હતી કે માર્કેટ બજેટથી ખુશ છે.

  • 01 Feb 2021 12:55 PM (IST)

    Income tax Budget in Gujarati 2021 LIVE: ઈન્કમટેક્સમાં કોઈ બદલાવ નહી, સેન્સેક્સ 1200 પોઈન્ટ ક્રોસ

    જો કે મધ્યમ વર્ગ જેના પર આશ લગાવી ને બેઠો હતો તે ઈન્કમટેક્સનાં સ્લેબમાં કોઈ પણ બદલાવ નહી રહે. જો કે શેરબજારે તેને વધાવી લીધો છે અને 1200 પોઈન્ટ ક્રોસ કરી ગયું હતું

  • 01 Feb 2021 12:51 PM (IST)

    Auto Budget in Gujarati 2021 LIVE: ઓટો પાર્ટસ પર કસ્ટમ ડ્યુટીમાં વધારો, લેધરમાં ડ્યુટીમાં ઘટાડો

    Auto Budget in Gujarati 2021 LIVE: સરકારે વિવિધ વસ્તુઓમાં સ્વદેશી લેધર સસ્તુ થશે , વિદેશી ગાડી મોંધી થશે, સોના ચાંદી સસ્તા થશે તો વિદેશી કપડા મોંઘા થશે. દેશમાં બનેલા ચપ્પલ અને બુટ સસ્તા થશે

  • 01 Feb 2021 12:47 PM (IST)

    Electronics Budget in Gujarati 2021 LIVE: મોબાઈલ થશે મોંઘા, મોબાઈલપાર્ટ પર 2.5%ની કસ્ટમ ડ્યુટી

    વિદશથી આનવારા મોબાઈલ થશે મોધા થશે તો સ્થાનિય કપડા બનાવનારા વેપારીઓને છુટ આપવામાં આવી છે. વિવિધ વિદશી મોબાઈલ પાર્ટ પર આપવામાં આવેલી છુટને પાછી ખેચી લેવામાં આવી છે

  • 01 Feb 2021 12:44 PM (IST)

    GST Update Budget in Gujarati 2021 LIVE: GSTમાં રોકોર્ડબ્રેક કલેક્શન, ઓક્ટોબર 2021થી કસ્ટમ ડ્યુટી નવી પોલીસી

    બજેટમાં જણાવવામાં આવ્યું છે કે કસ્ટમ ડ્યુટી પોલીસીથી સરકારી કંંપનીઓમાં વધારો થયો છેઉજ્જવલા યોજનાથી 8 કરોડ લોકોને ફાયદો થયો છે તો ઓક્ટોબર 2021થી કસ્ટમ ડ્યુટી નવી પોલીસી અમલી બનશે

  • 01 Feb 2021 12:42 PM (IST)

    Tax Update Budget in Gujarati 2021 LIVE: ટેક્સ ઓડીટની સીમા 10 કરોડ કરવામાં આવી, GSTની પ્રક્રિયા સરળ બનાવાશે

    સ્ટાર્ટ અપ માટેનાં પેરામીટરમાં 1 સાલનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ GSTની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે

  • 01 Feb 2021 12:40 PM (IST)

    Tax Update Budget in Gujarati 2021 LIVE: સસ્તા ઘર માટે દેવા માટેની છુટમાં 1 વર્ષનો વધારો

    સરકારે મધ્યમ વર્ગ માટે ખાસ ધ્યાન આપતા જાહેરાત કરી છે સસ્તા ઘર માટે દેવા માટેની છુટમાં 1 વર્ષનો વધારો કરી દીધો છે. એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમની વ્યાજમાં વધારો

  • 01 Feb 2021 12:35 PM (IST)

    Tax Update Budget in Gujarati 2021 LIVE: 75 વર્ષથી ઉપર લોકોને ITR ભરવાની જરૂર નહી

    સરકારે ટેક્સ દાતાઓ માટે ખાસ ધ્યાન રાખતા જણાવ્યું કે પેન્શન ધારકો માટે ટેક્સ રીટર્નમાં છુટની મોટી જાહેરાત કરવામાં આવી

  • 01 Feb 2021 12:32 PM (IST)

    Tax Update Budget in Gujarati 2021 LIVE: સિનિયર સીટીઝનમાં 75 વર્ષથી ઉપરનાં લોકો માટે ટેક્સમાં છુટ

    2014માં 3.3 કરોડ લોકો ટેક્સ ભરી રહ્યા હતા જ્યારે કે 2020માં 6.4 કરોડ લોકોની સંખ્યા. કરદાતાઓની સંખ્યા 6.48 કરોડ પર પહોચી છે. કરપ્રણાલીમાં સુધારો કરવાને લઈને સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું

  • 01 Feb 2021 12:27 PM (IST)

    Budget in Gujarati 2021 LIVE: 2021માં 34.83 કરોડ ખર્ચનો અનુમાન છે તો નાંણાકિય ખાધ 6.5% રહેવાનો અનુમાન

    બજારમાં માગ વધારવા માટે પ્રયાસો જારી છે તો નાંણાકિય ખાધને પહોચી વળવા માટે 80 હજાર કરોડની જરૂરિયાત હોવાનું જણાવાયું છે. સરકારની આવકમાં વધારો થતા સ્થિતિને પહોચી વળવામાં આવશે

  • 01 Feb 2021 12:21 PM (IST)

    Budget in Gujarati 2021 LIVE: કોરોનાને લઈ ને સરકારની આવકમાં ઘટાડો, સરકારને મોટું નુક્શાન થયુ

    બજેટમાં જણાવવામાં આવ્યું કે કોરોનાને લઈ સરકારને મોટું નુક્શાન ભોગવવાનો વારો આવ્યો છે. લઘુ ઉદ્યોગો માટે 15700 કરોડનવી ફાળવણી કરવામાં આવી છે. કોરોના કાળમાં આવક ઓછી અને ખર્ચ વધારે થયો છે.

  • 01 Feb 2021 12:18 PM (IST)

    Budget in Gujarati 2021 LIVE: ગહરા સાગર મિશન શરૂ કરવામાં આવશે, ડિસેમ્બર 2021માં માનવ રહિત પહેલો ઉપગ્રહ

    સરકારે નેશનલ નર્સીંગ કમિશન બીલ લાવવાનો ફેસલો કર્યો છે. પહેલી ડીજીટલ વસ્તીગણતરીનો પણ પ્રારંભ કરવામાં આવશે. 3768 કરોડ રૂપિયા ડીજીટલ વસ્તી ગણતરી માટે ફાળવવામાં આવ્યા છે

  • 01 Feb 2021 12:15 PM (IST)

    Budget in Gujarati 2021 LIVE: ડીજીટલ પેમેન્ટ કરવા માટે 1500 કરોડ રૂપિયાની ફાળવણી, ડીજીટલ પેમેન્ટ પર સવિશેષ ભાર

    ડીજીટલ પેમેન્ટને લઈને સરકારે વિશેષ પગલા ઉઠાવ્યા છે અને એટલે જ ડીજીટલ પેમેન્ટ કરવા માટે 1500 કરોડ રૂપિયાની ફાળવણી, ડીજીટલ પેમેન્ટ પર સવિશેષ ભાર મુકાયો છે

  • 01 Feb 2021 12:13 PM (IST)

    Education Budget in Gujarati 2021 LIVE: 100 નવા સૈનિક સ્કુલ ખોલવામાં આવશે, પછાત વર્ગ માટે 750 એકલવ્ય મોડેલ શાળા

    એજ્યુકેશન માટે જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે 15 હજારથી વધારે શાળાને મોડેલ બનાવવામાં આવશે. નેશનલ ટ્રેનીગ સ્કુલ માટે ત્રણ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.જાપાની ટેકનીક શિખવવા માટે ટ્રેનીંગ પ્રોગ્રામ

  • 01 Feb 2021 12:09 PM (IST)

    Agriculture Budget in Gujarati 2021 LIVE: દેશમાં એક સાથે 5 કૃષિ હબ બનાવાશે, 1 લાખ 41 હજાર કરોડનું ધાન ખરીદાયું

    સરકાર દ્વારા ખેડુતો માટે સવિશેષ ધ્યાન રાખવામાં આવશે. મજુરોને ESIC કવર પણ આપવામાં આવશે

  • 01 Feb 2021 12:07 PM (IST)

    Agriculture Budget in Gujarati 2021 LIVE: ઘઉં ઉગાડવા વાળા ખેડુતોની સંખ્યામાં વધારો, 1000 મંડીઓ ઓનલાઈન કરાશે

    બજેટમાં ખેડુતો માટે ખાસ ભાર મુકવામાં આવ્યો છે અને જોહરાતમાં જણાવાયું છે કે 32 રાજ્યમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના. પ્રવાસી મજુરો માટે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડની યોજના જોહેર કરવામાં આવી છે.

  • 01 Feb 2021 12:04 PM (IST)

    Agriculture Budget in Gujarati 2021 LIVE: બજેટમાં ખેડુતો માટે મોટી જાહેરાત, ખેડુતનાં દેલા માટે 16.5 લાખ કરોડ રૂપિયા

    ખેડુતો માટે સરકારે જાહેરાત કરતા જણાવ્યું થે 6 વર્ષમાં MSP ત્રણ ગણી વધારવામાં આવી છે. પશું પાલન, ડેરી અને માછલી પાલનની સીમામાં વધારો કરવામાં આવ્યો છે. MSPનાં ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે

  • 01 Feb 2021 12:02 PM (IST)

    Agriculture Budget in Gujarati 2021 LIVE: 2021માં ખેડુતોને 75100 કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવશે

    ખેડુતો માટે બજેટમાં લ્હાણી કરતા નાંણા પ્રધાને જણાવ્યું કે ખેડુતોનાં કલ્યાણને લઈ સરકાર કટીબદ્ધ છે. પાકની સરકારી ખરીદીમાં વધારો થયો છે.

  • 01 Feb 2021 12:00 PM (IST)

    Agriculture Budget in Gujarati 2021 LIVE: પાકની ખરીદીનું કામ ઝડપથી શરૂ કરી દેવાયું છે

    કૃષિ પર બજેટને પ્રસ્તુત કરતા તેમણે જણાવ્યું કે ખેડુતોને 2019-20માં 68 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે 2013-14માં તેમમે 33 હજાર 874 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

  • 01 Feb 2021 11:56 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: સૌર ઉર્જા કોર્પોર્શન માટે 1 હજાર કરોડ રૂપિયાની ફાળવણી,  LICનો IPO લાવવામાં આવશે

    ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયામાં ઝડપ લાવવામાં આવશે.   LICનો IPO લાવવામાં આવશે સાથે જ પબ્લીક સેક્ટરમાં ડીસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયામાં ઝડપમાં લાવવામાં આવશે

  • 01 Feb 2021 11:53 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: સરકાર દ્વારા બેન્કમાં 22 કરોડ નાખવામાં આવશે, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો

    આર્થિક બુસ્ટરની જોહરાત સાથે જ સેન્સેક્સમાં 900 પોઈન્ટૉનો વધારો થયો છે. બજેટ પ્રવચન વચ્ચે માર્કેટમાંથી સારા સમાચાર આવ્યા છે

  • 01 Feb 2021 11:51 AM (IST)

    Insurance Budget in Gujarati 2021 LIVE: રોકાણકર્તાઓને સુરક્ષાની ગેરંટી

    ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં વીમા એક્ટમાં સંસોદન માટે દરખાસ્ત કરવામાં આવી છે. સરકારી બેન્કમાં 22 કરોડ રૂપિયા રાખવામાં આવશે

  • 01 Feb 2021 11:48 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: રાજ્યનાં ખર્ચ માટે 2 લાખ કરોડ રૂપિયાની જોહરાત

    બજેટ 2021ની જાહેરાતમાં વીમા ક્ષેત્રમાં 74% FDI માટે માર્ગ ખોલવામાં આવ્યા છે.રોકારણ કર્તાઓને સુરત્ક્ષા માટેની ખાતરી આપવામાં આવી છે.

  • 01 Feb 2021 11:46 AM (IST)

    shipping Budget in Gujarati 2021 LIVE: ભારતીય શીપીંગ કંપનીઓને સબસીડી આપવામા આવશે

    શીપીંગમાં રોજગારી ઉભી કરવા સાતે કાશ્મીરમાં ગેસ લાઈન સ્કીમની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી. 13 ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર જોર

  • 01 Feb 2021 11:44 AM (IST)

    electricity sector Budget in Gujarati 2021 LIVE: ગ્રાહકો માટે વિજળી કંપની સિલેક્ટ કરવાનો અધિકાર

    ઉર્જા ક્ષેત્ર માટે પણ જોહરાત કરતા તેમણે જણાવ્યું કે હાઈડ્રોજન એનર્જી મિશન લોન્ચ કરવામાં આવશે. પ્રીપેર્ડ સ્માર્ટ વિજળીનાં મીટર લગાડવામાં આવશે.

  • 01 Feb 2021 11:40 AM (IST)

    Rail Budget in Gujarati 2021 LIVE: મેટ્રો રેલ માટે 11 હજાર કરોડ, રેલવે માટે 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી

    રેલવે માટે ખાસ જાહેરાત કરતા જણાવાયું છે કે રાષ્ટ્રીય રેલ પરિવહન યોજના 2030માં શરૂ કરવામાં આવશે. 46 હજાર રેલવે લાઈન વિજળીથી ચાલે તે માટે પ્રયાસ શરૂ કર્યા. વિજળી થી ચાલવા વાળી ટ્રેનનો વિસ્તાર વધારવામાં આવશે

  • 01 Feb 2021 11:36 AM (IST)

    Budget for Bengal 2021 LIVE: બંગાળમાં 675 કિમિનો હાઈને બન્યો, બંગાળ માટે 23 હજાર કરોડ રૂપિયા

    બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બંગાળ માટે સવિશેષ રકમ ફાળવવામાં આવી

  • 01 Feb 2021 11:22 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: કોવીડ માટે 35 હજાર કરોડ રૂપિયાનાં બજેટની ફાળવણી, હજુ વધારે ફંડ અપાશે

    Budget in Gujarati 2021 LIVE: કોવીડ માટે 35 હજાર કરોડ રૂપિયાનાં બજેટની ફાળવણી કરવામાં આવી છે સાથે જ હજુ પણ વેક્સીન માટે ભંડોળ ફાળવવામાં આવશે. 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીની ધારણા રાખવામાં આવી છે

  • 01 Feb 2021 11:19 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: હાલનું બજેટ આપદામાં અવસર સમાન, બજેટ 6 સ્તંભ પર બનાવાયું

    Budget in Gujarati 2021 LIVE: શહેરી વિસ્તારમાં હેલ્થ સેક્ટર પર કામ કરવામાં આવશે. બજેટથી દેશની આર્થિક વ્યવસ્થામાં ઘણો સુધાૉરો આવશે. મિશન પોષણ 2.0ની શરૂઆત કરવામાં આવશે. કુપોષણ ખતમ કરના માટે સોથી મોટા પગલા ભરવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારત ભારત પેકેજ GDPનાં 13% જેટલું

  • 01 Feb 2021 11:15 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: આ બજેટ આત્મનિર્ભરતા માટે, મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર

    Budget in Gujarati 2021 LIVE: નિર્મલા સીતારમણે જણાવ્યું કે હેલ્થ સેક્ટરનાં બજેટમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. હાલનું બજેટ આપદામાં અવસર સમાન છે

  • 01 Feb 2021 11:13 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: 2021માં અમે અનેક મોટા પગલા ભરવા જઈ રહ્યા છે

    Budget in Gujarati 2021 LIVE: તેમણે જણાવ્યું કે કપરા સમયમાં દેશનાં બધા લોકો એક થઈને સામે આવે. ભારતે જોયેલું આત્મનિર્ભરનું સ્વપ્ન ઘણું જુનું છે. ભારત હાલમાં દેશની આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે.

  • 01 Feb 2021 11:10 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: કોરોનાનાં સમયમાં સરકારે ગરીબોની મદદ કરી, 100 કરતા વધારે દેશને ભારત વેક્સીન આપે છે

    Budget in Gujarati 2021 LIVE: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આ દશકાનું એવું પહેલું બજેટ છે કે જે ડીજીટલ છે. સરકારે મુશ્કેલીની સ્થિતિમાં બધાનાં સહયોગથી જ ડીજીટલ બજેટ રજુ કરી શકી છે. 2021માં અમે અનેક કડક પગલા લીધા છે

  • 01 Feb 2021 11:07 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: આર્થિક મંદી માટે વિચાર્યુ નોહતું, મુશ્કેલીની સ્થિતિમાં બજેટ રજુ

    Budget in Gujarati 2021 LIVE: નિર્મલા સીતારમણે કહ્યું કે લોકડાઉનમાં ફ્રન્ટલાઈન વર્કર્સની મહેનત રંગ લાવી છે. 100 કરતા વદારે દેશને વેકસીન પુરી પાડી રહ્યા છે.

  • 01 Feb 2021 11:05 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: વર્ષ 2020-21નું સામાન્ય બજેટ નિર્મલા સીતારમણ દ્વારા વાંચવાનું શરૂ કરાયું

    Budget in Gujarati 2021 LIVE: નિર્મસા સીતારમણે કહ્યુ ઘણી મુશ્કેલ સ્થિતિમા બજેટ રજુ કરી રહ્યા છે. અગર લોકડાઉન લગાડવામાં નહી આવતે મુશ્કેલીમાં વધારો થતે

  • 01 Feb 2021 11:02 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: લોકસભાની કાર્યવાહી શરૂ, કેન્દ્રીય બજેટની કાર્યવાહી શરૂ

    Budget in Gujarati 2021 LIVE: લોકસભાની કાર્યવાહી શરૂ, નિર્મલા સીતારમણે બજેટ પર પોતાનું પ્રવચન શરૂ કર્યુ

  • 01 Feb 2021 10:44 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: કેન્દ્રીય કેબીનેટે બજેટને આપી મંજુરી

    Budget in Gujarati 2021 LIVE: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બજેટ પહેલાની બેઠકમાં સામાન્ય બજેટને મંજુરી આપવામાં આવી હતી. આ સાથે જ સંસદમાં કેબીનેટની બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવી હતી

  • 01 Feb 2021 10:10 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પહોચ્યા સંસદભવન, PM MODI પણ પહોચ્યા

    Budget in Gujarati 2021 LIVE: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પહોચ્યા સંસદભવન, ટૂંક સમયમાં કેન્દ્રીય કેબીનેટની બેઠકની પણ શરૂઆત થશે. વડાપ્રધાન મોદી પણ સંસદમાં પહોચી ચુક્યા છે

  • 01 Feb 2021 09:13 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: ખાતાવહી લઈને નિકળ્યા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, રાષ્ટ્રપતિ ભવન જવા રવાના

    Budget in Gujarati 2021 LIVE: બજેટ પ્રસ્તુત કરતા પહેલા નાણા પ્રધાન નિર્મસા સીતારમણ ખાતાવહી લઈને બહાર નિકળ્યા હતા. હવે તે રાષ્ટ્રપતિ ભવન ખાતે જવા માટે રવાના થયા

  • 01 Feb 2021 08:38 AM (IST)

    Budget in Gujarati 2021 LIVE: બજેટ પૂર્વે રાજ્ય નાણા પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું બજેટ આત્મનિર્ભર ભારતની રાહ ચીંધશે

    Budget in Gujarati 2021 LIVE: બજેટ પૂર્વે રાજ્ય નાણા પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું બજેટ આત્મનિર્ભર ભારતની રાહ ચીંધશે. તેમણે એમ પણ જણાવ્યું કે લોકોની આશાનું બજેટ હશે અને જનતાની આશા પર ખરા પણ ઉતરીશું

Published On - Feb 01,2021 10:53 PM

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">