Breaking News: યહી સમય હૈ, સહી સમય હૈ ! UN સુરક્ષા સમિતીમાં ફેરફાર માટે PM નરેન્દ્ર મોદીએ BRICS Summit માં ઉઠાવેલા મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન
UNના પ્રવક્તા સ્ટેફન દુજારિકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, UN સુરક્ષા પરિષદ માત્ર પાંચ કાયમી સભ્યોનું વર્ચસ્વ ધરાવે છે. UN સુરક્ષા પરિષદ હાલની વ્યવસ્થા અનુસાર 21મી સદીની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી, અને તેને સમયને અનુરૂપ બનાવવાનું કામ હવે વધુ મુલતવી રાખી શકાય તેમ નથી.

સંયુક્ત રાષ્ટ્રે, દિલ્હીમાં આયોજીત BRICS Summit 2026 દરમિયાન UN સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારા માટે વડાપ્રધાન મોદીએ કરેલી હાકલને ઐતિહાસિક સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટેફન દુજારિકે જણાવ્યું હતું, કે વર્તમાન વ્યવસ્થા 21મી સદીની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી અને તેમણે ભારતને શાંતિ માટે ‘સેતુ-નિર્માતા’ તરીકે વર્ણવ્યું હતું.
વૈશ્વિક શાસન માળખા અને UN સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારા અંગે BRICS Summit 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી પ્રબળ માંગને સંયુક્ત રાષ્ટ્રે ઐતિહાસિક સમર્થન આપ્યું છે. વડાપ્રધાન મોદીના વલણને સંપૂર્ણ સમર્થન આપતા, UNના પ્રવક્તા સ્ટેફન દુજારિકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, UN સુરક્ષા પરિષદ માત્ર પાંચ કાયમી સભ્યોનું વર્ચસ્વ ધરાવે છે. UN સુરક્ષા પરિષદ હાલની વ્યવસ્થા અનુસાર 21મી સદીની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી, અને તેને સમયને અનુરૂપ બનાવવાનું કામ હવે વધુ મુલતવી રાખી શકાય તેમ નથી.
દુજારિકે એવી પણ ટિપ્પણી કરી હતી કે, UN સુરક્ષા પરિષદ કે જેને ઘણીવાર શાંતિ અને સુરક્ષાના મુખ્ય આધાર તરીકે વર્ણવવામાં આવે છે. તેણે અન્ય વૈશ્વિક નાણાકીય સંસ્થાઓની સાથે, 1945ની નહીં પરંતુ 2026ની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સંસ્થાને વધુ સમાવેશી અને અસરકારક બનાવવાનો આ જ સમય, યોગ્ય સમય છે.
BRICS Summit 2026માં, વડાપ્રધાન મોદીએ વૈશ્વિક શાસનને એક ‘પિરામિડ’ તરીકે દર્શાવ્યું હતું જ્યાં નિર્ણય લેવાની સત્તા ટોચ પર કેન્દ્રિત છે. જ્યારે વિવિધ સંકટોનો સામનો કરી રહેલો ‘ગ્લોબલ સાઉથ’ (વિકાસશીલ દેશો) પોતાને ‘પાછલી હરોળ’માં હોવાનુ અનુભવે છે.
#WATCH | BRICS Summit 2026 | Delhi: On PM Modi’s remark that UN Security Council reform can no longer be delayed, Stéphane Dujarric, Spokesperson for the UN Secretary-General, says, “I think if you listen to what the Secretary-General has been saying, since he got into office and… pic.twitter.com/bUcUsN3mPt
— ANI (@ANI) September 12, 2026
તેમણે આ ‘વિશેષાધિકારના પિરામિડ’ને ‘ભાગીદારી માટેના મંચ’માં પરિવર્તિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જે દરેક રાષ્ટ્રના અવાજ અને સહભાગિતાને સુનિશ્ચિત કરે. વડાપ્રધાન મોદીએ BRICS દેશોને ત્રણ મુખ્ય સ્તંભો – પ્રતિનિધિત્વ, જવાબદારી અને નિયમ-નિર્માણ – પર આધારિત નક્કર ‘BRICS સુધારણા રોડમેપ’ તૈયાર કરવા આહ્વાન કર્યું.
વધુમાં, વડાપ્રધાન મોદી અને મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકનો ઉલ્લેખ કરતા દુજારિકે નોંધ્યું હતું કે, પશ્ચિમ એશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રો ભારતને એક એવા ‘સેતુ-નિર્માતા’ તરીકે જુએ છે, જે યુદ્ધમાં રહેલા રાષ્ટ્રો, પક્ષો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવામાં અને શાંતિપૂર્ણ ઉકેલ માટે માર્ગ મોકળો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટેફન દુજારિકે ભારતની સફળ BRICS Summit 2026ની અધ્યક્ષતા અને ‘નવી દિલ્હી ઘોષણાપત્ર’ના સર્વસંમતિથી સ્વીકાર બદલ વડાપ્રધાન મોદીને હાર્દિક અભિનંદન પણ પાઠવ્યા હતા.
