AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : તહેવારોમાં મોંઘી ફ્લાઈટ ટિકિટ પર સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ, કેન્દ્રને 2 અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યુ

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે નિયમોની નકલ બે અઠવાડિયામાં તેને રજૂ કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટના રોજ થશે. આ કેસની સુનાવણી જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.

Breaking News : તહેવારોમાં મોંઘી ફ્લાઈટ ટિકિટ પર સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ, કેન્દ્રને 2 અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યુ
Image Credit source: AI
| Updated on: Jul 14, 2026 | 8:35 AM
Share

સુપ્રીમ કોર્ટે તહેવારો અને રજાઓ દરમિયાન એરલાઈન્સના ભાડામાં ખુબ વધારાને લઈ કેન્દ્ર સરકારને નિર્દેશ જાહેર કર્યો છે. કોર્ટે હવાઈ ભાડાને રેગુલેટ કરવા માટે બનાવેલા નિયમોની એક કોપી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે કોર્ટે કેન્દ્ર સરકારને 2 અઠવાડિયાનો સમય આપ્યો છે.સોમવારના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટેને જણાવ્યું કે, હવાઈ ભાડાને રેગુલેટ કરવાના નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. આ નિયમો 30 દિવસની અંદર સંસદના બંને સદનોની સામે રજુ કરવાની આશા છે.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો

ત્યારબાદ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે, નિયમોની એક કોપી 2 અઠવાડિયાની અંદર તેની સામે રાખવામાં આવશે. આ મામલાની આગામી સુનાવણી 3 ઓગસ્ટના રોજ થશે. આ મામલાની સુનાવણી જસ્ટિ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની પીઠે કરી હતી. અરજીમાં હવાઈ ભાડામાં અણધાર્યા વધઘટને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા માંગવામાં આવી હતી.

ગ્રાહક અધિકારો અને ભાવ સાથે જોડાયેલી અરજી

હવાઈ યાત્રામાં મનફાવે તેવા ભાડા અને એરલાઈન્સ દ્વારા વસુલવામાં આવતા વધારાના ચાર્જ માટે ગ્રાહકો પરેશાન રહે છે પરંતુ આ દિશામાં કોઈ ખાસ ગાઈડલાઈન ન હોવાના કારણે તે મજબુર છે. ત્યારે સુપ્રીમ કોર્ટેમાં આ અરજી એરલાઈન્સ કંપનીઓના મનફાવે તેવા ભાડા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે ભારતમાં ખાનગી એરલાઇન્સ પૂરતા નિયમન વિના ગતિશીલ ભાવો અપનાવીને મુસાફરો પાસેથી વધુ ભાડા વસૂલ કરી રહી છે, જેનાથી ગ્રાહકોના અધિકારોને અસર થાય છે.

ડાયનેમિક પ્રાઈસિંગ અંગે અરજીમાં કરવામાં આવેલી માંગણીઓ

  1. એલ્ગોરિધમ-આધારિત ડાયનેમિક પ્રાઈસિંગનું નિરીક્ષણ અને નિયમન કરવું જોઈએ.
  2. હવાઈ ટિકિટ ભાડામાં અચાનક અને અતિશય વધારાને નિયંત્રિત કરવા માટે સ્પષ્ટ નિયમો સ્થાપિત કરવા જોઈએ.
  3. એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવતા વધારાના શુલ્ક (જેમ કે સીટ પસંદગી, સામાન, પ્રાથમિકતા સેવાઓ, વગેરે) પારદર્શક બનાવવા જોઈએ.
  4. મુસાફરોની ફરિયાદોના નિવારણ માટે અસરકારક પદ્ધતિઓ સ્થાપિત કરવી જોઈએ.
  5. એક સ્વતંત્ર એવિએશન ટેરિફ અને ગ્રાહક સુરક્ષા કમિશન અથવા સમાન નિયમનકારી સંસ્થાની સ્થાપના કરવી જોઈએ.
  6. તે સ્થાનિક ફ્લાઇટ્સ પર ઇકોનોમી ક્લાસના મુસાફરો માટે ઓછામાં ઓછા 25 કિલો મફત ચેક-ઇન બેગેજ પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરે છે.

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">