AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વંદે ભારત એક્સપ્રેસના ટોયલેટમાં સિગારેટ પીવી પડી ભારે, સ્મોક સેન્સરે ભાંડો ફોડ્યો -જુઓ Video

વંદે ભારત એક્સપ્રેસના બાથરૂમમાં છૂપાઈને સિગારેટ પીવી એક મુસાફર માટે મુસીબત બની ગઈ. ટ્રેનમાં લાગેલા હાઈટેક સ્મોક ડિટેક્ટર સિસ્ટમે ધુમાડો પકડતાં જ સ્ટાફ સતર્ક થઈ ગયો અને ટ્રેન અટકાવી મુસાફરને ઝડપી લીધો. આ પછી TTE એ શું પગલાં ભર્યા અને અન્ય મુસાફરોએ કેવો વિરોધ કર્યો? વાંચો રસપ્રદ અહેવાલ.

વંદે ભારત એક્સપ્રેસના ટોયલેટમાં સિગારેટ પીવી પડી ભારે, સ્મોક સેન્સરે ભાંડો ફોડ્યો -જુઓ Video
| Updated on: Sep 15, 2026 | 6:23 PM
Share

વંદે ભારત એક્સપ્રેસના બાથરૂમમાં ચોરીછૂપીથી સિગારેટ પીવી એક મુસાફરને ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે બાથરૂમમાં ધુમાડો થતાં જ ટ્રેનની અત્યાધુનિક સ્મોક ડિટેક્શન સિસ્ટમે રેલવે સ્ટાફને તેની ચેતવણી આપી દીધી હતી. ત્યારબાદ TTEએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને પેસેન્જરને રંગેહાથ ઝડપી લીધો હતો.

સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, આ ઘટના જયપુર તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેનની હોવાનું સામે આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર ‘jaipurdronie’ નામના એકાઉન્ટ પર શેર કરાયેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે એક યુવક બાથરૂમમાં સિગારેટ પીતાં પકડાયો હતો. ધુમાડો થતાં જ ટ્રેનનું સ્મોક ડિટેક્શન સિસ્ટમ સક્રિય થઈ ગયું, જેનાથી રેલવે કર્મચારીઓને તરત જ માહિતી મળી ગઈ. વીડિયોમાં યુવક પોતાની ભૂલ સ્વીકારી કાન પકડીને માફી માંગતો જોવા મળે છે.

TTEએ આપી ચેતવણી

પોસ્ટ અનુસાર, એલર્ટ મળ્યા બાદ ટ્રેનને અટકાવવી પડી હતી અને યુવકને પકડવામાં આવ્યો હતો. જ્યારે દંડ ફટકારવાની વાત આવી ત્યારે તેણે બંને કાન પકડી પોતાની ભૂલ બદલ માફી માંગી લીધી હતી. આ પછી TTEએ તેને કડક ચેતવણી આપીને જવા દીધો હતો. જોકે, અન્ય મુસાફરો વીડિયોમાં કહી રહ્યા છે કે નિયમો બધા માટે સરખા હોવા જોઈએ અને આવા કૃત્ય બદલ ચલણ કાપવું જ જોઈએ.

વંદે ભારતમાં સ્મોક ડિટેક્શન સિસ્ટમ

વંદે ભારત ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા માટે અત્યાધુનિક સેફ્ટી અને સર્વેલન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેમાં હાઇટેક સ્મોક ડિટેક્શન સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. ધુમાડો આવતાં જ લોકો પાઇલટ (ડ્રાઇવર)ના ડિસ્પ્લે અથવા કોચ કંટ્રોલ સિસ્ટમમાં સીધો સંકેત મળી જાય છે અને સંબંધિત વેન્ટિલેશન સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે. એટલે કે કોઈ પણ મુસાફર બંધ બાથરૂમમાં જઈને ધૂમ્રપાન કરીને બચી જશે તેવું વિચારવું અશક્ય છે.

બાથરૂમમાં સ્મોકિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ

  • વંદે ભારત ટ્રેનના બાથરૂમ જૂની પરંપરાગત ટ્રેનો કરતાં અલગ આધુનિક બાયો-વેક્યૂમ ટોયલેટ સિસ્ટમથી સજ્જ છે.
  • ટ્રેનમાં સુવિધાની સાથોસાથ સલામતીના તમામ આધુનિક માપદંડો અપનાવવામાં આવ્યા છે.
  • રેલવે નિયમો હેઠળ ટ્રેનમાં ધૂમ્રપાન કરવું સદંતર પ્રતિબંધિત છે, તેથી બાથરૂમમાં છુપાઈને સિગારેટ પીવી એ નિયમોના ભંગ સમાન છે.

મુસાફરો માટે ચેતવણીરૂપ પાઠ

ટ્રેનના બાથરૂમમાં સિગારેટ પીવી એ માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ તેનાથી સમગ્ર ટ્રેનની સુરક્ષા વ્યવસ્થા જોખમાઈ શકે છે. ધુમાડાને કારણે સેન્સર સક્રિય થતાં અન્ય મુસાફરોમાં ગભરાટ અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. વંદે ભારત જેવી હાઇ-ટેક ટ્રેનોમાં સેફ્ટી સિસ્ટમ કોઈપણ અસામાન્ય સ્થિતિને સમયસર પકડવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. આથી બાથરૂમને સ્મોકિંગ રૂમ સમજવાની ભૂલ મુસાફરને જેલ અથવા ભારે દંડના મુશ્કેલ સંકટમાં મૂકી શકે છે.

કન્ફર્મ ટિકિટ હોવા છતાં એકલી મુસાફરી કરતી મહિલાને અડધી રાત્રે ટ્રેનમાંથી ઉતારી દીધી, માનવાધિકાર પંચે વળતર ચૂકવવા આપ્યો આદેશ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">