Breaking News : કૂતરા કરડવાથી ઈજા કે મૃત્યુ થાય તો કૂતરાનો માલિક જવાબદાર રહેશે,જાણો સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણીમાં શું થયું?
જો કૂતરા કરડવાથી મૃત્યુ થાય, તો રાજ્ય સરકારોને મોટું વળતર ચૂકવવું પડી શકે છે.આ સાથે કૂતરા કરડવાથી ઈજા કે મૃત્યુ થાય તો કૂતરાનો માલિકો જવાબદાર રહેશે સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણીમાં શું થયું તે જાણો?

સુપ્રીમ કોર્ટે રખડતા કુતરા કરડવાથી થતા મૃત્યુ અને ઇજાઓ અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે રાજ્ય સરકારોને નોંધપાત્ર વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. શ્વાન પ્રેમીઓ અને ખોરાક આપનારાઓને પણ જવાબદાર ઠેરવવામાં આવશે. જસ્ટિસ મહેતાએ માનવીય સહાનુભૂતિના અભાવ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.કોર્ટે એ પણ કહ્યું કે, જો શ્વાન પ્રેમીઓ તેનું પ્રતિનિધિત્વ કરનાર સંગઠનો પર પણ આની જવાબદારી નક્કી કરાશે. જો તે આવું કરી શકતા નથી. તો શ્વાનને પોતાના ઘર કે પરિસરમાં જ રાખવા જોઈએ. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એનવી અંજારિયાની બેન્ચે આ મામલે સુનાવણી કરી છે.
બાળકીના મૃત્યું પાછળ જવાબાદર કોણ હશે?
સીનિયર એડવોકેટ અરવિંદ દાતારે સુપ્રીમ કોર્ટની સામે દલીલ રજુ કરી હતી. દાતારે કહ્યું કે, 7 નવેમ્બરના રોજ આદેશ સંપુર્ણ રીતે વૈધાનિક અને કાનુન સમર્થિત છે. દાતારાએ કહ્યું કે, આમ મામલે કોઈ વિશેષજ્ઞ સમિતિના ગઠનની જરુર નથી. તેમણે કહ્યું કે,ABC નિયમ 60થી વધારે કેન્દ્રિય અને રાજ્ય કાનુનની વિરુદ્ધ છે. દાતારે વન્યજીવ ક્ષેત્રોમાં શ્વાનનો મુદ્દો ઉઠાવ્યો હતો.સુપ્રીમ કોર્ટેને પુછ્યું કે,9 વર્ષની બાળકીના મૃત્યું પાછળ જવાબાદર કોણ હશે?
આ મોત માટે જવાબદાર કોણ ?
કોર્ટે કહ્યું ડોગ બાઈટ થી મૃત્યું થાય અને ઈજાના કેસોમાં રાજ્યને મોટું વળતર ચૂકવવું પડશે. સુપ્રીમ કોર્ટે ડોગ બાઈટની દરેક ઘટના પર જવાબદારી નક્કી કરવાનો સંકેત આપ્યો છે. કોર્ટે કહ્યું કે, કુતરાના કરડવાથી કે ઈજા થાય કે પછી મૃત્યું થાય તો અધિકારીઓ જવાબદાર છે.
સુપ્રીમ કોર્ટે ડોગ ફીડર્સની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કુતરાઓ વિરુદ્ધના ગ્રુપને સવાલ પુછ્યું કો,શું તમારી ભાવનાઓ માત્ર કુતરાઓ માટે છે. માણસ પ્રત્યે નથી? સુપ્રીમ કોર્ટે પુછ્યું કે શું કોર્ટે આંખ આડા કાન કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આ મૃત્યુ માટે કોણ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના મુદ્દા પર તીખી ટિપ્પણીઓ કરી.કૂતરાના માલિકો જવાબદાર રહેશે.
કોર્ટે કહ્યું કે, રખતા કુતરાઓ આમ તેમ ફરવા અને ઉપદ્રવ મચાવવાની અનુમતિ કેમ આપવી જોઈએ. જ્યારે આપણે કેન્દ્ર અને રાજ્યોની વાત સાંભળશું તો તેને ગંભીર સવાલ પુછશું, સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા 15 જાન્યુઆરી નક્કી થઈ હતી. પરંતુ અરજી કરનારના વકીલોની માંગ પર 20 જાન્યુઆરીના રોજ સુનાવણી નક્કી કરવામાં આવી છે. એક વકીલે રખડતા કુતરાને દત્તક લેવા, એઆઈથી તેની ટ્રૈકિંગ કરવી અને અન્ય ઘણા પગલાંની તરફેણમાં દલીલો કરી.
