Breaking News : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ, PM મોદીને આતંકવાદી કહ્યાં, ભાજપે કહ્યું- માફી માગે, આ જીભ નથી લપસી, જુઓ વીડિયો
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને "આતંકવાદી" કહ્યા. જોકે, તેમણે પછીથી સ્પષ્ટતા કરતા કહ્યું કે આ તેમનો હેતુ એવો નહોતો. તેમનો હેતુ એ કહેવાનો હતો કે પીએમ લોકોને "આતંકવાદી" બનાવે છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “આતંકવાદી” કહ્યા. જોકે, તેમણે પછીથી સ્પષ્ટતા કરતા કહ્યું કે આ તેમનો હેતુ એવો નહોતો. તેમનો હેતુ એ કહેવાનો હતો કે પીએમ લોકોને “આતંકવાદી” બનાવે છે. ભાજપ ખડગેના આ નિવેદનથી ભારે ગુસ્સે છે.
ભાજપના નેતા સંબિત પાત્રાએ જણાવ્યું, “આમ બોલવું એ માત્ર નિંદનીય નથીસ પણ કોંગ્રેસ પક્ષની માનસિકતા છતી કરે છે. આ ફક્ત ‘ ખરગેની જીભ નથી લપસી’ તેઓ ભલે હવે સ્પષ્ટતા આપી રહ્યા હોય, પણ તેમણે યાદ રાખવું જોઈએ કે, આ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ગણતરીપૂર્વકનું કાવતરું છે. દરરોજ, રાહુલ ગાંધી તેમના ભાષણોમાં વડા પ્રધાન વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરે છે, અને આજે, રાહુલના ઇશારે કામ કરતા, ખડગે એ પણ વડા પ્રધાનને આતંકવાદી કહેવા સુધી આગળ વધી ગયા છે.”
આ એ જ કોંગ્રેસ છે જે લાદેનની લાદેનજી અને ઝાકિર નાઈકને ‘શાંતિના સંદેશવાહક કહે છે
સંબિત પાત્રાએ એમ પણ જણાવ્યું કે, “આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જે ઓસામા બિન લાદેનને ‘ઓસામા-જી’ કહે છે. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે. જે ઘણીવાર મોટા આતંકવાદીઓ સાથે એકતામાં ઉભેલી જોવા મળે છે, છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી તરીકે લેબલ કરવાનું પસંદ કરે છે. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જે ઝાકિર નાઈકને ‘શાંતિના સંદેશવાહક’ તરીકે બિરદાવે છે.
ભારતના લોકો આ વખતે પણ જડબાતોડ જવાબ આપશે
સંબિત પાત્રાએ ભારપૂર્વક જણાવ્યું, “કોંગ્રેસ પાર્ટીએ યાદ રાખવું જોઈએ કે, જ્યારે પણ તેcણે વડા પ્રધાન વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે, ત્યારે ભારતના લોકોએ તેમને મતદાન સ્વરૂપે સજા આપી છે. આ વખતે પણ, ભારતના લોકો તેનો જડબાતોડ જવાબ આપશે.”
ખડગેએ શું કહ્યું અને તેમણે શું સ્પષ્ટતા કરી ?
તમિલનાડુમાં એક પત્રકાર પરિષદમાં બોલતા, ખડગેએ ટિપ્પણી કરી, “આ AIADMK સભ્યો – જેઓ પોતે અન્નાદુરાઈના ફોટા પ્રદર્શિત કરે છે, મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે છે?” “તેઓ એક આતંકવાદી છે. તેમની પાર્ટી સમાનતા અને ન્યાયમાં માનતી નથી. આ લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે, આનો અર્થ એ છે કે તેઓ લોકશાહીને નબળી પાડી રહ્યા છે.”
ત્યારબાદ, તેમની ટિપ્પણી સ્પષ્ટતા કરતા, તેમણે કહ્યું: “તેઓ (પીએમ મોદી) લોકોને અને રાજકીય પક્ષોને ડરાવી રહ્યા છે. મેં ક્યારેય કહ્યું નથી કે તેઓ આતંકવાદી છે. મારો મતલબ એવો છે અને હું આ સ્પષ્ટ કરવા માંગુ છું – કે મોદી સતત ધમકીઓ આપે છે. ED, IT અને CBI જેવી સંસ્થાઓ તેમના નિયંત્રણ હેઠળ છે. તેઓ સીમાંકનની પ્રક્રિયાને પણ પોતાના હાથમાં લેવા માંગે છે.”