Breaking News: અતિકને છોડાવા આવી રહ્યો હતો તેનો પુત્ર અસદ- ADG, પોલીસે જણાવી સમગ્ર ઘટના
અતિકને છોડાવવા માટે તેનો પુત્ર અસદ આવી રહ્યો હતો ત્યારે પોલીસ સાથેની ગોળીબારીમાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.
અતીક અહેમદના પુત્ર અસદ અને મોહમ્મદ ગુલામનો સામનો કર્યા બાદ લખનઉમાં યુપી પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. યુપી STFના એડીજી અમિતાભ યશ અને એડીજી પ્રશાંત કુમાર પ્રેસ કોન્ફરન્સમાં હતા. પ્રશાંત કુમારે જણાવ્યું કે 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ધુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી ઘટના બની હતી, જેમાં એક મહત્વપૂર્ણ સાક્ષી ઉમેશ પાલની વાહન પર સવાર કેટલાક બદમાશો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આમાં સાક્ષીની સુરક્ષામાં લાગેલા અમારા બે બહાદુર સાથીઓ પણ શહીદ થયા હતા.
આ પણ વાચો: Breaking News: અતિક અહેમદના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે 14 દિવસની કરી હતી માગણી
ત્યારે પોલીસે વિશેષ ટીમ બનાવી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આ ઘટનામાં ઓળખાયેલા પાંચ આરોપીઓ પર વિવિધ સ્તરે પાંચ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. અરમાન, અસદ, ગુડ્ડુ અને શબીર પર 5 લાખનું ઈનામ હતું. STF અને પોલીસ સતત તેમને પકડવાના પ્રયાસમાં લાગેલા હતા. પોલીસ વોરંટ બી સાથે બે મહત્વના સ્થળોએ ગઈ હતી.
બંને તરફથી ગોળીબાર થયો હતો
પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, એવા ઇનપુટ હતા કે, રસ્તામાં કાફલા પર હુમલો કરીને તેને બચાવી શકાય છે. 24મી ફેબ્રુઆરીએ તેણે કરેલી ઘટનાને જોઈને તેને લાવવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આજે 12.30 વાગ્યે એક માહિતીના આધારે કેટલાક લોકોને અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો હતો. ઓપરેશનમાં અમારી પાસે STFની ટીમ હતી. આ ગોળીબારીમાં બે આરોપીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે જેમાં અસદ અને ગુલામનો સમાવેશ થાય છે.
ઓપરેશનમાં 5 હેડ કોન્સ્ટેબલ અને બે કમાન્ડો
પ્રશાંત કુમારે જણાવ્યું કે સમગ્ર ઓપરેશન STFની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આરોપીઓ પાસેથી અત્યાધુનિક વિદેશી હથિયારો મળી આવ્યા છે. જે લોકો અમારી ટીમનો ભાગ હતા તેમની આગેવાની ડીએસપી નવેન્દ્ર કુમાર કરી રહ્યા હતા. ઓપરેશનમાં 5 હેડ કોન્સ્ટેબલ અને બે કમાન્ડો પણ સામેલ હતા. ભવિષ્યમાં પણ અમારી STF અને પોલીસ ગુનાખોરી અને ગુનેગારો પ્રત્યે સરકારની સૂચનાઓનું પાલન કરશે.
એન્કાઉન્ટરમાં 183 બદમાશો માર્યા ગયા
પ્રશાંત કુમારે કહ્યું કે સમય સમય પર, અમે તમારી સાથે યુપી પોલીસની સિદ્ધિઓ શેર કરીશું અને હું વ્યક્તિગત રીતે STFના સાથીઓને અભિનંદન આપું છું, જેમણે મુશ્કેલ સંજોગોમાં સારું ઓપરેશન કર્યું. 2017થી અત્યાર સુધી પોલીસ એન્કાઉન્ટરમાં 183 બદમાશો માર્યા ગયા છે અને આ દરમિયાન આપણા 13 પોલીસકર્મીઓ પણ શહીદ થયા છે.