Breaking News: અતિક અહેમદના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે 14 દિવસની કરી હતી માગણી

Breaking News: અતિક અહેમદના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે 14 દિવસની કરી હતી માગણી

Breaking News: અતિક અહેમદના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે 14 દિવસની કરી હતી માગણી
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 2:22 PM

માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને પોલીસે CJM કોર્ટમાં રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન વકીલોએ અતિક અને તેના ભાઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અતીકના પુત્ર અસદનું યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. અતીકને આ વાતની જાણ થતાં જ તે કોર્ટમાં જ રડવા લાગ્યો હતો.

આ પણ વાચો: અતીક અહેમદનો આખો પરિવાર માફિયા ! પત્ની, બહેન અને ભત્રીજી… બધા પર ફોજદારી કેસ, વાંચો અતિક અહેમદના ગુનાહિત વંશમાં કોણ કોણ છે?

કોર્ટે પ્રયાગરાજ પોલીસને અતીક અહેમદને 7 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે. સુનાવણી પહેલા જ અતીકની તબિયત બગડી હતી. તેને દવા આપવામાં આવી હતી. તબીબોની ટીમે પણ તેની તપાસ કરી હતી. ડોક્ટરોનું કહેવું છે કે ગરમીના કારણે અતીક રાત્રે માત્ર બે કલાક જ સૂઈ શક્યો હતો. લગભગ 11 વાગ્યે પોલીસ તેની સાથે કોર્ટમાં પહોંચી હતી. તેને કડક સુરક્ષા વચ્ચે રજૂ કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

અતીકના પુત્ર અસદે કોલ્ટ પિસ્તોલથી જ ફાયરિંગ કર્યું હતું

જણાવી દઈએ કે ઉમેશ પાલ મર્ડર કેસમાં પોલીસને ઘણા પુરાવા મળ્યા છે. પોલીસે અતીકના બે નોકર કેશ અહેમદ અને રાકેશ લાલાના નિવેદન પણ નોંધ્યા છે. આ ઉપરાંત પોલીસને અતીક અહેમદની ચકિયામાં આવેલી ઓફિસમાંથી એક કોલ્ટ પિસ્તોલ પણ મળી છે. ઉમેશ પાલ હત્યા કેસમાં અતીકના પુત્ર અસદે કોલ્ટ પિસ્તોલથી જ ફાયરિંગ કર્યું હતું. જેના આધારે પોલીસ અતીકના રિમાન્ડની માંગણી કરી હતી. અતીકને ગુજરાતની સાબરમતી જેલમાંથી બુધવારે જ કોર્ટમાં રજૂ કરવા માટે પ્રયાગરાજની નૈની જેલમાં લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને પણ પોલીસ બરેલીથી પ્રયાગરાજ લઈ ગઈ હતી.

વકીલોનો ઉગ્ર હોબાળો

કોર્ટમાં અતીક અને અશરફની હાજરી દરમિયાન વકીલોએ પણ હોબાળો મચાવ્યો હતો. વકીલોએ બંને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન વકીલો અને પોલીસ વચ્ચે તણાવના સમાચાર પણ સામે આવ્યા છે. થોડીવાર માટે મામલો અત્યંત તંગ બની ગયો. કોર્ટ પરિસરમાં RAF તૈનાત કરવામાં આવી છે.

માફિયા અતીક અહેમદ પણ હત્યાનો આરોપ

ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલની સાથે તેના બે સુરક્ષાકર્મીઓની પણ હત્યા કરવામાં આવી હતી. BSP સાંસદ રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. માફિયા અતીક અહેમદ પણ તેની હત્યાનો આરોપ હતો. ઉમેશ પાલની પત્ની જયા પાલે બીજા જ દિવસે 25 ફેબ્રુઆરીએ અતીક, તેના ભાઈ અશરફ, અતીકની પત્ની શાઈસ્તા પરવીન, અતીકના બે પુત્રો અને અન્ય 11 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ઉમેશ પાલના અપહરણના ગુનામાં અતીકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">