Breaking News : ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ છતા દેશના 5 રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ, ગુજરાતમાં પણ આપી દેવાયા આદેશ
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ છતા દેશના 5 રાજ્યોમાં મોકડ્રીલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેમાં આવતીકાલે સાંજે 5થી 8 કલાક દરમિયાન મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે.

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ છતા દેશના 5 રાજ્યોમાં મોકડ્રીલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેમાં આવતીકાલે સાંજે 5થી 8 કલાક દરમિયાન મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીરમાં મોકડ્રીલ કરવામાં માટે આદેશ આપ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ દેશમાં ફરી મોકડ્રીલ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. મોકડ્રીલ બાબતે રાજ્ય સરકાર સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. આજે સાંજે 4 વાગ્યે તમામ કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજાશે. SCOCથી વીડિયો કોન્ફરન્સ યોજાશે.
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ છતા દેશના પાંચ રાજ્યોમાં આવતીકાલે, 29 મેના રોજ, એક મહત્વપૂર્ણ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ડ્રીલ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન યોજાશે. આ મોક ડ્રીલમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીર રાજ્યો સામેલ છે. આ પાંચેય રાજ્યો પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છે.
5 States to conducts civil defense mockdrill, tomorrow #IndiaPakistanTensions #IndianArmy #MockDrill #GujaratMockDrill #TV9Gujarati pic.twitter.com/L1kMJwdV9z
— Tv9 Gujarati (@tv9gujarati) May 28, 2025
ભારતના સરહદીય રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ
આ મોક ડ્રીલનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. સરકારે તમામ સીમાવર્તી રાજ્યોને આ મોક ડ્રીલમાં ભાગ લેવા સૂચના આપી છે. આ મોક ડ્રીલ ઓપરેશન સિંદૂર પછી યોજાઈ રહી છે, જેણે કેટલાક લોકોમાં ચિંતા પેદા કરી છે. જોકે, સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ મોક ડ્રીલ ફક્ત એક તાલીમ કાર્યક્રમ છે.
આ મોક ડ્રીલ દરમિયાન, લોકોને વિવિધ પ્રકારની આપત્તિઓમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે જાગૃત કરવામાં આવશે. આ ઉપરાંત, આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમોની કાર્યક્ષમતાનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. મોક ડ્રીલ પહેલાં, તમામ જિલ્લા કલેક્ટરો સાથે એસ.ઓ.સી. ખાતે 4 વાગ્યે એક વિડીયો કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં, મોક ડ્રીલના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને સાવચેતીઓ અંગેની જાણકારી જિલ્લા કલેક્ટરોને આપવામાં આવશે. રાજ્ય સરકાર મોક ડ્રીલ બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.
‘જય હિન્દ જય ભારત’
“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.