AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 વર્ષમાં 6000 પ્લેન ક્રેશ અને 9000 લોકોના મોત… બોઈંગના નામે લખાયા છે અનેક કલંક છતા આ કંપનીના ઍરક્રાફ્ટની આટલી ડિમાન્ડ કેમ?- વાંચો

અમદાવાદની ભીષણ વિમાન દુર્ઘટના બાદ હવાઈ મુસાફરીની સલામતીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ઍર ઈન્ડિયાના બોઈંગ વિમાન AI-171 એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપોર્ટથી ઉડાન ભરે છે અને 5 જ મિનિટમાં ક્રેશ થઈ અગનગોળો બની જાય છે. જેમા સવાર 242 પૈકી 241 લોકો ભડથુ થઈ ગયા.

10 વર્ષમાં 6000 પ્લેન ક્રેશ અને 9000 લોકોના મોત... બોઈંગના નામે લખાયા છે અનેક કલંક છતા આ કંપનીના ઍરક્રાફ્ટની આટલી ડિમાન્ડ કેમ?- વાંચો
Follow Us:
| Updated on: Jul 04, 2025 | 3:19 AM

અમદાવાદની ભયાનક વિમાન દુર્ઘટના બાદ હવાઈ મુસાફરીની સલામતીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. ઍર ઈન્ડિયા બોઈંગ વિમાન AI-171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપોર્ટથી ઉડાન ભરી અને માત્ર 5 મિનિટમાં જ ક્રેશ થઈ અગન ગોળો બની ગયુ. આ દુર્ઘટના બાદથી બોઈંગ વિમાન ફરી એકવાર સવાલોના ઘેરામાં છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદથી અનેક એવી ખબરો આવી છે કે જેમા વિમાનની ઈમરજન્સી લેન્ડીંગ કરાવવી પડી તો ક્યારેક ટેકનિકલ ખામીને કારણે ફ્લાઈટ કેન્સલ કરવી પડી.

વિશ્વભરમાં અનેક વિમાન દુર્ઘટનાઓ થઈ પરંતુ સૌથી વધુ આઘાતજનક એ છે કે છેલ્લા એક દાયકામાં થયેલી વિમાન દુર્ઘટનાઓમાંથી લગભગ અડધો અડધ પ્લેન દુર્ઘટના બોઈંગ ઍરક્રાફ્ટમાં થઈ. જો ફક્ત ભારતની વાત કરવામાં આવે તો છેલ્લા એક દાયકામાં બે મોટી વિમાન દુર્ઘટના થઈ અને બંને વિમાન બોઈંગના જ હતા. હવે સવાલ એ છે કે જે ઍરક્રાફ્ટ એક સમયે સૌથી વધુ ભરોસાપાત્ર હતા તો હવે સવાલોના ઘેરમાં છે ? કેમ બોઈંગ ઍરક્રાફ્ટની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે.

161.36 અબજ ડૉલરની નેટવર્થ ધરાવતી બોઈંગ કંપની દુર્ઘટનાઓને લઈને બદનામ થઈ ગઈ છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર બોઈંગના 108 વર્ષના ઈતિહાસમાં 6000 થી વધુ પ્લેન ક્રેશ થયા. આ દુર્ઘટનાઓમાં 9000થી વધુ લોકોના મોત થયા. બોઈંગ વિમાનોની 450 થી વધુ દુર્ઘટના થઈ, જેમા બે દુર્ઘટના તો એવી છે કે જેમા 583 લોકો મૃત્યુ પામ્યા હતા. બોઈંગ વિમાનોની સલામતી અને ટેકનિકલ ક્ષતિઓ પહેલા પણ સમાચારોની હેડલાઈન બની ચુકી છે. ક્યારેક ઍરલાઈનની બેટરીની ખામી સામે આવી તો ક્યારેક હવામાં વિમાનનો દરવાજો તૂટી જવો.

સવાર-સવારમાં ગાય દરવાજે આવીને ઉભી રહે તો કઈ વાતનો સંકેત મળે છે?
લગ્નના 7 વર્ષ બાદ અલગ થયું આ સ્ટાર કપલ,જુઓ પરિવાર
10 વર્ષ ડેટ કરી લગ્ન કર્યા, હવે 7 વર્ષ બાદ અલગ થવાનો લીધો નિર્ણય જુઓ સાયના નહેવાલનો પરિવાર
આજનું રાશિફળ તારીખ : 14-07-2025
ઋષભ પંતને છોડો... ઉર્વશી રૌતેલાના દિલમાં કોણ છે? જાણો
Video : વિદેશી મહિલાએ તાજમહેલની વાસ્તવિકતા બતાવી, કેમેરામાં કેદ થયેલું આઘાતજનક દ્રશ્ય

વર્ષ 2013માં બોઈંગના ડ્રીમલાઈનરની બેટરની સમસ્યા આવી, બોઈંગના લિથિયમ ઓયન બેટરી ગરમ થવાથી જાપાનના બે વિમાનોમાં આગ લાગી ગઈ. જે બાદ બોઈંગના ડ્રીમલાઈનરને ત્રણ મહિના માટે ઉડાન ભરવા પર રોક લગાવી દેવાઈ હતી. વર્ષ 2013માં લંડનમાં રનવે પર ઊભેલા વિમાનમાં આગ લાગી ગઈ. જેનુ કારણ શોર્ટ સર્કિટ બતાવાયુ હતુ. વર્ષ 2021માં તપાસ દરમિયાન ડ્રીમ લાઈનના 100 થી વધુ વિમાનોમાં ઈલેક્ટ્રીક સિસ્ટમમાં ખામી સામે આવી. જે બાદ તેને ગ્રાઉન્ડેડ કરી દેવાયા.

વર્ષ 2024 માં સિડનીના ઓકલેન્ડ જનારા બોઈંગ વિમાન અધવચ્ચે આકાશમાં જ હાલકડોલક થવા લાગ્યુ. એજ વર્ષે સાન ફ્રાન્સિસ્કો જનારા વિમાનની વિન્ડસ્ક્રીન હવાથી ક્રેક થઈ ગઈ. વર્ષ 2024મા અલાસ્કા ઍરલાઈન્સની ઉડાન દરમિયાન બોઈંગ વિમાનનો એક દરવાજો તૂટી ગયો. આ દુર્ઘટના બાદ બોઈંગને 160 મિલિયન ડૉલરનું નુકસાન આપવુ પડ્યુ હતુ. એટલુ જ નહીં બોઈંગ વિમાનોને લઈને ક્યારેક આગની ચેતવણી તો ક્યારેક વિન્ડસ્ક્રીનમાં તિરાડો અને ક્યારેલ લેન્ડીંગ ગિયર ફસાવા જેવી ફરિયાદો નોંધાઈ છે.

બોઈંગ વિમાનોની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠ્યા છે, પરંતુ જેમણે પણ ખામીઓને બહાર લાવવાની કોશિષ કરી તેમની મૃત્યુ થઈ ગઈ. બોઈંગના એક એન્જિનિયક જોશુઆ ડીને 737 મેક્સ વિમાનના મેન્યુફેક્ચરિંગ ખામીની વાત કરી હતી તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો અને વર્ષ 2024માં હોસ્પિટલમાં તેનુ મોત થઈ ગયુ. વર્ષ 2019માં બોઈંગની ક્વોલિટી કંટ્રોલ મેનેજર ડૉન બર્નેટે પણ બોઈંગ 787 ડ્રીમ લાઈનર પર સવાલ ઉઠાવ્યો અને કંપની પર કેસ કરી દીધો પરંતુ વર્ષ 2024માં તેનુ પણ મૃત્યુ થઈ ગયુ. બોઈંગની માત્ર પેસેન્જર ફ્લાઈટ નહીં પરંતુ મિલિટ્ર ઍરક્રાફ્ટમાં પણ ખામીઓ જણાઈ છે. અનેકવાર સવાલ ઉઠ્યા છે પરંતુ છતા કંપનીને ઓર્ડર પર ઓર્ડર મળતા રહે છે.

અમદાવાદમાં ઍર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનપ વિમાન મોડલ પ્રથમવાર દુર્ઘટનાનો ભોગ બન્યુ હતુ. પરંતુ બોઈંગના અન્ય વિમાનોની સાથે 6000 થી વધુ દુર્ઘટનાઓ થઈ ચુકી છે. અલગ અલગ દુર્ઘટનાઓમાં 9000 થી વધુ લોકોના જીવ ગયા છે. ઈન્ટરનેશનલ એવિએશનલ ઓર્ગેનાઈજેશન એટલે કે ICAO ના ડેટા અનુસાર વર્ષ 2013 થી લઈને 2024 સુધીમાં વિશ્વભરમાં લગભગ 56 વિમાન દુર્ઘટનાઓ થઈ છે. જેમા 19 દુર્ઘટનાઓમાં બોઈંગના વિમાન હતા. માત્ર ભારતની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં બે મોટી વિમાન દુર્ઘટનાઓ થઈ છે અને બંનેમાં બોઈંગના જ વિમાન સામેલ હતા. ઓગસ્ટ 2020માં કોઝિકોડમાં ઍર ઈન્ડિયાનું બોઈંગ 737-8HG વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ અને વર્ષ 2025માં 6 જૂન અમદાવાદમાં ઍર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈન ભયંકર રીતે ક્રેશ થઈ ગયુ.

બોઈંગન ઍરક્રાફ્ટ પર ભલે સવાલ ઉઠતા રહ્યા હોય પરંતુ કંપીનીને મળનારા ઓર્ડરમાં કોઈ જ કમી આવી નથી. વર્ષ 2025માં તો કંપની માટે સૌથી સારુ રહ્યુ છે. આ વર્ષે કંપનીને 512 બોઈંગ વિમાનના ઓર્ડર મળ્યા છે. જે તેની પ્રતિદ્વંદી કંપની ઍરબસની સરખામણીએ બેગણા વધુ છે. જો માત્ર ભારતની વાત કરીએ તો ઍર ઈન્ડિયા પાસે બોઈંગના 132 ઍરક્રાફ્ટ છે, ઈન્ડિગો પાસે 07, અકાસા પાસે 30 અને સ્પાઈસ જેટ પાસે 29 બોઈંગ પ્લેન છે. બોઈંગ અમેરિકી એવિએશન કંપની છે. વર્ષ 1916 માં સ્થાપિત બોઈંગ દુનિયાની પ્રમુખ વાણિજ્યિક વિમાન નિર્માતા કંપની છે. કંપનીના વિમાન 150થી વધુ દેશોમાં ઉડાન ભરે છે.

પાકિસ્તાનને કેવી રીતે મળી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા (UNSC)? શું તેનાથી ભારતને થશે કોઈ નુકસાન? –વાંચો

g clip-path="url(#clip0_868_265)">